________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૦
કલશામૃત ભાગ-૩ ક્યાં ગયો. પેલાની પાસે તપાસે તો તેની પાસે છે નહીં. ઝવેરીની નજર જરા બીજે પડી કે એકદમ મીણમાં હીરાને દબાવી દીધો. પછી થોડો-ઘણો દશહજારનો માલ લીધો, પરંતુ... લાખ રૂપિયાનો માલ લઈ લીધો.
એમ અહીં કહે છે- આ ઝવેરાત અંદર પડી છે ને નાથ ! તેમાંથી થોડી કાઢે તો ખરો! આહાહા! ચૈતન્ય હીરલો અનંત પાસાથી ભરેલો છે. જેમ હીરાને પાસા હોય છે તેમ અનંતશક્તિના અનંત પાસા છે.
અહીંયા ચિસ્વરૂપ જીવ એ એક શબ્દ સિદ્ધ કર્યો છે. બાકી તો અનંતગુણ સ્વરૂપ છે. ચિસ્વરૂપ તે જ્ઞાનની પ્રધાનતાથી કથન છે. ચિસ્વરૂપજીવના સંબંધમાં આવ્યો હવે નિરંતર ચિસ્વરૂપ જીવ ચિસ્વરૂપ જ છે. સમકિતી જીવ તો નિરંતર જ્ઞાનસ્વરૂપ જીવ છે. તે જ્ઞાનસ્વરૂપે જ રહે છે. વિકલ્પ આવે છે તોપણ તેનો જ્ઞાતાદેષ્ટા રહીને તે જ્ઞાનસ્વરૂપમાં રહે છે. આહાહા ! આવો માર્ગ છે લ્યો !
તેને નિરંતર ચિસ્વરૂપ જીવ ચિસ્વરૂપ જ છે.” “નિરંતર' શબ્દ લીધો છે ને! અહીં આચાર્યને તો એમ લેવું છે કે- જો એકવાર આત્માનું ભાન થયું તે હવે નિરંતર રહી જાય છે. પડવાની વાત અહીંયા છે જ નહીં. અહીં અપ્રતિહત વાત લીધી છે. નિરંતર' શબ્દ પાઠમાં છે. આહાહા ! એકવાર વિકલ્પથી ભિન્ન થઈ અને ભગવાનનું પ્રત્યક્ષ વેદન થયું તેને હવે નિરંતર આવું જ રહેશે. ક્ષાયિક સમકિત થઈને કેવળજ્ઞાન થશે ત્યાં લગી હવે નિરંતર રહેશે. તે પડી જશે એવી વાત અહીં નથી. સમજમાં આવ્યું?
આ જે વીસ બોલ આવ્યા તેને બધાને ભાવાર્થમાં સાથે કહે છે.
ભાવાર્થ- બદ્ધ-અબદ્ધ, મૂઢ-અમૂઢ, રાગી-અરાગી, દ્વેષી–અષી, કર્તા-અકર્તા, ભોક્તા-અભોક્તા, જીવ-અજીવ, સૂક્ષ્મ-સ્કૂલ, કારણ-અકારણ, કાર્ય-અનાર્ય, ભાવઅભાવ, એક-અનેક, સાન્ત-અનંત, નિત્ય-અનિત્ય, વાચ્ય-અવાચ્ય, નાના-અનાના, ચેત્ય-અચેત્ય, દેશ્ય-અદેશ્ય, વેદ્ય અવેદ્ય, ભાત અભાત ઈત્યાદિ નયોના પક્ષપાત છે. જે પુરુષ નયોના કથન અનુસાર યથાયોગ્ય વિવિક્ષાપૂર્વક તત્ત્વનો –વસ્તુ સ્વરૂપનો નિર્ણય
કરીને.
લાયક જીવ કથનની અપેક્ષાને (સમજી), આ કથન કઈ અપેક્ષાએ કર્યું છે તે વિવિલાપૂર્વક તત્ત્વને એટલે વસ્તુના સ્વરૂપનો નિર્ણય કરીને તે નયોના પક્ષપાતને છોડી ધે છે. કહે છે કે પહેલાં નિર્ણય તો કરવો પડશે ને! નિશ્ચયનયથી આમ છે, વ્યવહારનયથી આમ છે, પર્યાયથી આમ છે, દ્રવ્યથી આમ છે એવો નિર્ણય કર્યા પછી તે પક્ષપાતને છોડે છે. પાઠમાં છે ને! (વસ્તુનો) નિર્ણય કરીને નયોના પક્ષપાતને છોડે છે.... તેને ચિસ્વરૂપ જીવનો, વીતરાગ સ્વરૂપનો અનુભવ થાય છે.
આહાહા ! સમતારસનો પ્રેમ સમતારસને વરે છે. તે વિકલ્પને છોડીને સમતારસને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com