________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૮૯
૧૫૯ થાય છે તે કાંઈ વિકલ્પથી પ્રત્યક્ષ થાય છે એમ નથી. આવો માર્ગ એટલે લોકોને કઠિન લાગે! સમજવાની ફુરસદ નહીં, નવરાશ નહીં. કલાક બે કલાક મળે તો દેવદર્શન કરે અને એકાદ પાનું વાંચી જાય. ઘણાં માણસ આવે છે, પુસ્તક લ્ય, પછી બે લીટી વાંચી ને ચાલ્યા જાય. અરે. ભગવાન બાપુ! સ્વાધ્યાય એ તો સ્વનો પોતાનો અધ્યયન એ સ્વાધ્યાય છે. જુઓને... આચાર્યોએ કેવા કામ કર્યા છે. ને!?
આહાહા! પ્રભુ! તું તો પ્રત્યક્ષ છો નાથ! પ્રત્યક્ષ છે એવા પક્ષનો વિકલ્પ તે વિષમભાવ છે. જીવ “ભાત' અર્થાત્ વર્તમાન પ્રત્યક્ષ છે એવો એક નિશ્ચયનયનો પક્ષ છે. જીવ ભાત નથી એટલે કે પ્રત્યક્ષ થવાવાળો છે જ નહીં. જીવ પ્રત્યક્ષ થતો નથી તે વ્યવહારનયનો પક્ષ છે. વ્યવહાર છે તે છોડવા લાયક છે એમ તો પહેલેથી જ કહેતા આવ્યા છીએ. અહીંયા તો નિશ્ચયનયનો પક્ષ પણ છોડવાલાયક છે. એમ કહે છે.
આ પ્રમાણે ચિસ્વરૂપ ભગવાન. તો ચિસ્વરૂપ-જ્ઞાનસ્વરૂપ, પ્રજ્ઞાબ્રહ્મ સ્વરૂપ છે. પ્રજ્ઞા અર્થાત્ એકલો જ્ઞાનનો પૂંજ છે.. પ્રભુ. જેમ રૂ નું ધોકળું હોય છે ને! ધોકળું તેને શું કહે છે? રૂની બોરી તેને અમારે ત્યાં ધોકળું કહે છે. તેમ આ ભગવાન જ્ઞાનનું ધોકળું છે-જ્ઞાનની બોરી છે. આહાહા! આવી ચીજને કહેવા શબ્દોએ નથી.
એ વાત અહીંયા કહે છે.... જુઓ! ચિસ્વરૂપ જીવ એમ લીધું ને! તે વિકલ્પથી લીધું નથી. ભગવાન આત્મા એ તો જ્ઞાનસ્વરૂપ છે. ચૈતન્ય જ્યોતિ-ચૈતન્ય ચમત્કારના ભંડારથી ભર્યો પડ્યો પરમાત્મા છે. તેનું વેદન કરવાવાળો, (નાસ્તિથી) વિકલ્પને છોડીને આત્માનું વેદન કરવાવાળો છે. આહાહા ! જે વેદના થાય છે તે તો પર્યાયનું થાય છે, ધ્રુવનું વદન થતું નથી. પરંતુ ધ્રુવ ઉપર દૃષ્ટિ પડવાથી પર્યાયમાં જે આનંદનું વેદન થાય છે તે ધ્રુવનું વેદન છે તેમ કહેવામાં આવે છે. ધ્રુવનું વદન હોતું નથી, વેદનમાં તો પર્યાય આવે છે. ધ્રુવનું વેદન આવતું જ નથી..... સમજમાં આવ્યું?
અહીં કહે છે- બે નયોના બે પક્ષપાત છે. તત્ત્વવેતા પક્ષપાત રહિત છે. ચિસ્વરૂપ જીવના સંબંધમાં બે નયોના બે પક્ષ છે. આહાહા! અહીં સુધી આવ્યો; આંગણામાં આવ્યો પરંતુ અંદરમાં ગયો નહીં. ઝવેરાતની દુકાનમાં આવ્યો અર્થાત્ આંગણામાં આવ્યો. ઝવેરીની દુકાનમાં બહાર ઉભો રહીને આ ઝવેરીની દુકાન છે, તેમાંથી માલ લેવો છે એમ જુએ છે. પરંતુ દુકાનમાં પ્રવેશ ન કર્યો.
એક વખત એક માણસ ઝવેરીની દુકાનમાં ઝવેરાત લેવા ગયો હતો. તે દશદજાર રૂપિયા લઈને માલ લેવા ગયો હતો. દુકાનદારે ઝવેરાત કાઢયું. ઝવેરાત કાઢતાં કાઢતાં બોલ્યો કે –તમારે શું લેવું છે! એમાં ઝવેરીની નજર જરા ચૂકાણી એટલે તેણે હીરો મીણમાં ચોંટાડી અને લઈ લીધો. ઝવેરી હીરા બતાવતો હતો તેમાંથી લાખ-સવાલાખનો હીરો લઈ લીધો. મીણની લાકડીમાં હીરાને દાબી દીધો. ઝવેરી તપાસે કે-આ હીરો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com