________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૮૯
૧૫૭ ભગવાને જોયું હશે એમ થશે. તે વાત અમારા સંપ્રદાયના ગુરુભાઈ બહુ જ કરતા હતા. પછી મેં કહ્યું –દેખ્યું હશે તે થાશે તે વાત પછી પરંતુ આ ભગવાન કેવળજ્ઞાની છે અને તેની કેવળજ્ઞાનની પર્યાયમાં ત્રણકાળ અને ત્રણલોક જાણવામાં આવે છે. એવી પર્યાયની સત્તાનો સ્વીકાર કરે ત્યારે કેવળીએ દીઠું હશે એમ થશે એવું પ્રતીતમાં આવે છે. આજથી ૬૧ વર્ષ પહેલાંની આ વાત છે. અમારા સંપ્રદાયના ગુરુ હતા તેમણે પહેલાં તો તેમનો પક્ષ લીધો, પછી બીજા દિવસે બોલ્યા કે- કાનજી, જે વાત કરે છે તે ઠીક કહે છે. પછી કહે કે- સ્થાનકમાં મૂર્તિ તો નથી. તેઓ મારો પક્ષ કરતા હતા. મૂળચંદજીની સામે કહે. મૂળચંદજી તમે આ રીતે કહો છો તો પાંચ સમવાય સિદ્ધ થશે? એમ બોલ્યા.
પાંચ સમવાય એટલે કાળ, સ્વભાવ, ભવિતવ્ય, પુરુષાર્થ, નિમિત્ત. આ પાંચ સમવાયને તો તમે માનતા નથી એમ કહ્યું તું. પાંચે સમવાય એક સાથે હોય છે. જ્યારે વિકલ્પથી રહિત પોતાનો અનુભવ થયો તો સ્વભાવ આવ્યો. તેમાં પુરુષાર્થ આવ્યો. ત્યારે તેમાં કર્મનો તેટલો અભાવ એ રીતે નિમિત્ત પણ આવ્યું. કાળલબ્ધિ પણ આવી અને ભવિતવ્યનો જે થવાવાળો ભાવ છે તે પણ આવ્યો.
આ તો ઘણાં વર્ષોની વાતો છે. ત્યારે એ વખતે ત્યાં હીરાજી મહારાજ આવ્યા હતા. તે આવ્યા ત્યારે પ્રશ્ન તો યાદ ન હતો પણ વાત તો એ જ ચાલતી હતી. અંદરમાં બે શિષ્યોની ગરબડ હતી તેથી તેમણે વિનંતી કરી હતી. પોતાને તો કષાયમંદ હતો પરંતુ તે બે શિષ્યોને કષાય બહુ હતો. હવે અહીંયા (સંપ્રદાયમાં) નહીં રહી શકાય. ત્યારે તેમણે એમ કહ્યું કે- જે થવાવાળું છે તે થશે. થવાવાળું જ થશે; પણ તે પુરુષાર્થથી થશે કે એમ જ થશે? સમજમાં આવ્યું? થવાવાળું જ થાય છે.... એમ જ છે તેમાં ફેરફાર છે જ નહીં. જે થવાવાળું છે તે થવાનું તેનો નિર્ણય કોણે કર્યો? અને એ નિર્ણય કોની સન્મુખ થઈને થાય છે? નિર્ણયનો અર્થ સમજમાં આવ્યો?
ભગવાન આનંદ સ્વરૂપ શાયકની સ્વસમ્મુખ તે તરફ મુખ કરતાં જે બહિર્મુખ છે તેને અંતર્મુખ કરતાં (અતીન્દ્રિય આનંદ આવે છે.) જે દૃષ્ટિ રાગ અને પર્યાય પર હતી તે બહિર્મુખ દેષ્ટિ છે. જે બહિર્મુખ દૃષ્ટિ છે તે બહિરાત્મા છે અને અંતર્મુખ દષ્ટિ કરવાવાળો તે અંતરાત્મા છે.
અહીં ભગવાન આત્મા વેદવા યોગ્ય છે એમ કહ્યુંને ! એટલે કે આત્મા અનુભવ કરવા લાયક છે.
કલશ - ૮૯ : ઉપર પ્રવચન આહાહા ! છેલ્લો કળશ ગજબનો છે. “જીવ પ્રકાશમાન અર્થાત્ વર્તમાન પ્રત્યક્ષ છે.”શું કહે છે? આત્મા પ્રત્યક્ષ થવા લાયક છે. પ્રત્યક્ષ થવા લાયક છે તેમ પણ નહીં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com