________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૮૮
૧૫૫
પક્ષાતિક્રાંત થવું એ કઠિન છે. ત્યાંથી જ ધર્મની શરૂઆત છે. બીજી વાત તો ક્યાંય રહી ગઈ. જાણવા લાયક છે, હું જાણવા લાયક છું એવા પક્ષમાં અર્થાત્ રાગથી ભિન્ન પાડવો અતિ કઠિન છે. “ આમ છે કે સાચે જ કઠણ છે. પરંતુ વસ્તુનું શુદ્ધ સ્વરૂપ વિચારતાં ભિન્નપણારૂપ સ્વાદ આવે છે.”
આહાહા ! ભગવાન ! તારી ચીજ તો સૂક્ષ્મ છે. ભગવાન તારી ચીજ તો ભગવત્ સ્વરૂપ, વીતરાગ સ્વરૂપ બિરાજમાન છે. (વસ્તુ) સચ્ચિદાનંદ પ્રભુ છે. સત્ નામ શાશ્વત જ્ઞાન ને આનંદના સ્વભાવથી ભર્યો પડયો અંદર બિરાજે છે. તે શુદ્ધ સ્વરૂપને વિચારતાં..! શું કહ્યું ? વસ્તુનું શુદ્ધ સ્વરૂપ વિચારતાં, વિચારવાનો અર્થ-શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન કરતાં.., ભગવાન શુદ્ધ સ્વરૂપ છે તે તરફ ઝુકવાથી... અર્થાત્ તેનું જ્ઞાન કરવાથી. આહાહા! રાગ અને પરના વિકલ્પ તો તે અનાદિથી કરે છે... તે ૫૨પ્રકાશકશાન મિથ્યાજ્ઞાન છે. આહાહા ! જેમાં સ્વપ્રકાશક આત્મા ન મળે અને એકલું ૫૨નું જાણવું એ તો મિથ્યાજ્ઞાન છે.
આહાહા ! વસ્તુનું શુદ્ધ સ્વરૂપ વિચારતાં અર્થાત્ શુદ્ધનું જ્ઞાન કરવાથી. વિચારનો અર્થ જ્ઞાન કર્યો. એક શ્લોકમાં વિચારનો અર્થ વિકલ્પ નાખ્યો છે. આમાં આવી ગયું છે... વિચાર આદિને વિકલ્પમાં નાખ્યા છે. એક જગ્યાએ છે. ખ્યાલમાં છે કે આ બાજુ ક્યાંક છે ! એવું કાંઈ બધું યાદ રહે ? ક્ષયોપશમ એવો છે કે –બધું જ કાંઈ યાદ ન રહે, ભાવ યાદ રહે છે.
આહાહા !વિચાર પણ વિકલ્પ છે. એ તો વિકલ્પવાળો વિચાર. જ્યારે અહીંયા ૬૦ મા કળશમાં વિચારતાં એટલે જ્ઞાન કરતાં. “ શુદ્ધ સ્વરૂપ વિચારતાં ભિન્નપણારૂપ સ્વાદ આવે છે.”
પર્યાયમાં શુદ્ધ વસ્તુ સ્વરૂપનું જ્ઞાન કરતાં તે વસ્તુ પર્યાયમાં નથી આવતી. પરંતુ પર્યાયમાં તેનું જ્ઞાન આવે છે. આત્મા જેટલાં સામર્થ્યવાળો પદાર્થ છે તેનું પર્યાયમાં જ્ઞાન આવે છે.
ચૈતન્યસ્વરૂપ શાયકભાવને જાણવાવાળો વિકલ્પથી રહિત છે, પક્ષપાત રહિત છે, તે સમરસીભાવમાં લીન છે. વિકલ્પ તો વિષમભાવ છે. હું જણાવા લાયક છું અથવા જણાવા લાયક નથી એવો વિકલ્પ પણ વિષમભાવ છે, દુઃખરૂપ છે. ધર્મીજીવ આવા વિકલ્પને છોડીને.. સમ૨સીભાવનું વેદન કરે છે. તેને નિર્વિકલ્પદશા કહેવામાં આવે છે.
અરે પ્રભુ! ધર્મ તો વીતરાગભાવ છે. વીતરાગનો માર્ગ વીતરાગભાવથી પ્રાપ્ત થાય છે.... કે રાગ ભાવથી ? રાગભાવ તે તો વીતરાગનો માર્ગ જ નથી. ભગવાન આત્મા આનંદનું વેદન કરવા લાયક છે અને વેદન કરવાલાયક નથી તે બન્ને વિકલ્પ છે. વેદવા લાયકનો અર્થ જાણવા લાયક કર્યો. આ તો ધીરાના કામ છે બાપુ! કળશમાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com