________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫૬
કલશામૃત ભાગ-૩ નિભૂત” શબ્દ આવે છે અર્થાત્ તે તો ચિંતા રહિત જીવનું કામ છે. સમ્યગ્દર્શનમાં, શુદ્ધોપયોગમાં રાગરહિત નિર્વિકલ્પ વસ્તુનું ભાન થાય છે. વિકલ્પનો પક્ષ તો અશુદ્ધ ઉપયોગ છે. વિકલ્પાતીત અનુભવ શુદ્ધોપયોગ છે. કેટલાક લોકો કહે છે કે અત્યારે શુદ્ધોપયોગ થતો નથી, શુદ્ધોપયોગ તો સાતમા ગુણસ્થાને થાય છે. અરે પ્રભુ! વસ્તુની પ્રથમ પ્રાતિ શુદ્ધોપયોગમાં જ થાય છે. તત્ત્વવેતા અર્થાત્ તત્ત્વને જાણવાવાળા વિકલ્પને છોડીને શુદ્ધોપયોગથી તત્ત્વને જાણે છે.
આહાહા! ચારે અનુયોગનું તાત્પર્ય વીતરાગતા છે. એ વીતરાગતા ક્યારે થાય છે? વિકલ્પને છોડીને જ્યારે વીતરાગસ્વભાવથી આત્માને જાણે છે ત્યારે વીતરાગતા આવે છે. સૂક્ષ્મ વાત છે પ્રભુ! તારી પ્રભુતાની બલિહારી છે નાથ! ચારે અનુયોગનો મર્મ આ જ છે.
“જિન સોહી હૈ આત્મા, અન્ય સોહી હૈ કર્મ;
યહી વચન સે સમઝ લે, જિન પ્રવચનકા મર્મ.” આહાહા! બધા અનુયોગનો સાર તો મર્મ તો આ એક છે- ભગવાન તારી ચીજ આનંદસ્વરૂપ છે તે વેદવા લાયક છે. એ વાત છે તે બરોબર છે પરંતુ એવો જે વિકલ્પરૂપ પક્ષ છે તે શુભભાવ છે અને આનંદ વેદવા લાયક નથી અને દુઃખ વેદવા લાયક છે એ પક્ષ તો તદ્મ ભૂકો છે.
આહાહા! ભગવાન અતીન્દ્રિય આનંદ સ્વરૂપ પ્રભુ છે તે અતીન્દ્રિય આનંદની પર્યાયથી જાણવામાં આવે છે. એ સમરસ વીતરાગભાવ છે. સમ્યગ્દર્શન છે તે વીતરાગભાવ છે. કોઈ કહે કે- ચોથા ગુણસ્થાને તો સરાગ સમકિત થાય છે. એ ચર્ચા ઘણી ચાલે છે. અહીં કહે છે- તો એમ નથી. ભગવાને જે સરાગ સમકિત કહ્યું એ તો સમકિતીની ચારિત્રના દોષવાળી દશાનું વર્ણન છે. સમકિત સરાગ છે જ નહીં. સમ્યગ્દર્શન તો વીતરાગ જ છે ભાઈ ! કેમ કે પૂર્ણાનંદના નાથની સખ્યસત્ય પ્રતીતિ થઈ અને અંદરમાં અનુભવ થયો તો ત્યાં સમરસ–વીતરાગભાવ જ આવે છે. શુદ્ધોપયોગ છે તે વીતરાગભાવ છે. આહાહા! સૂક્ષ્મ છે ભાઈ ! ધર્મ ચીજ કેવી છે! જેનાથી ભવના અંત આવી જાય. આ ૮૪ ના ભવાબ્ધિમાં રખડે છે ને તે દુઃખી-દુઃખી દુઃખી છે. ઘાણીમાં જેમ તલ પીલે તેમ પીલાય છે. પરંતુ એની તેને ખબર નથી.
જેને દ્રવ્યની દૃષ્ટિ થઈ તેને ભવનો અંત આવી ગયો. જેને આ દૃષ્ટિ આવી (પ્રગટી) તેને ભવનો અંત આવી ગયો. તેની કાળલબ્ધિ પાકી ગઈ. આ ભાવ જેના લક્ષમાં આવ્યો તેને તો એક સાથમાં પાંચ સમવાય આવી ગયા. સમજમાં આવ્યું?
સંવત ૧૯૭૨ માં મોટી ચર્ચા થઈ હતી. અમારા ગુરુ ભાઈ સંપ્રદાયમાં હતા તે બહુ ભદ્રિક હતા, બ્રહ્મચારી હતા. તેમને આ વસ્તુની ખબર ન હતી. ત્યારે ચર્ચા ચાલી કે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com