________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૪
કલશામૃત ભાગ-૩ પ્રવચન નં. ૮૭.
તા. ૬-૯-'૭૭ કલશ - ૮૮: ઉપર પ્રવચન કળશટીકા તેનો કર્તાકર્મ અધિકાર. કળશ ૮૮ છે. ભગવાન આત્મામાં બે પક્ષ છે. શુભાશુભ ભાવ તો દૂર રહો કેમ કે તે તો આત્મામાં છે જ નહીં. પરંતુ અહીંયા વસ્તુ સ્વરૂપ જેવું છે તેવો પક્ષ કરવો તે પણ એક વિકલ્પ છે.
જીવ વેદ્ય (વેદવા યોગ્ય, જણાવા યોગ્ય) છે એવો એક નયનો પક્ષ છે” જીવ જ્ઞાત થવા યોગ્ય છે. જીવ જણાવા લાયક છે અને જાણવા લાયક નથી તે તો પહેલાં ૮૬માં આવી ગયું. જાણવા યોગ્ય નથી તે વ્યવહારપક્ષ છે. જાણવા યોગ્ય છે તે નિશ્ચયપક્ષ છે. પણ તે બન્ને વિકલ્પ અને પક્ષ છે. જીવ જાણવા યોગ્ય છે અથવા જણાવા લાયક છે, એવો વિકલ્પ પણ આવે છે. તો પણ તેનાથી આત્માને શું લાભ થયો? આહાહા ! એ તો વિકલ્પ-રાગ છે. આહાહા! દયા-દાન, વ્રત-ભક્તિનો રાગ તેની તો વાત અહીંયા કરી એ નથી.
ભગવાન ચૈતન્ય સ્વરૂપ જાણવા લાયક છે, એ તો જણાવાલાયક છે. જણાવા લાયકનો પ્રશ્ન ચાલે છે. અહીં વેદવું એ સમજમાં આવ્યું? ૮૬ કળશમાં- જાણવા લાયક છે તેમ આવ્યું'તું. અહીં વેદવાની વાત છે-બન્નેમાં ફેર છે.
અગાઉ કળશમાં આવ્યું કે –આત્મા જાણવા લાયક છે. તે એક પક્ષ. બીજો પક્ષઆત્મા જાણવા લાયક નથી. તે બન્ને વિકલ્પ પક્ષ છે. (આત્મા જાણવા લાયક નથી) એવો વ્યવહારનો પક્ષ તો છોડાવતા આવ્યા છીએ, આત્મા જાણવા લાયક છે તેવો વિકલ્પનો પક્ષ પણ છોડાવે છે. જ્યારે નિશ્ચયનો પક્ષ છૂટે છે ત્યારે સમરસીભાવ તે વીતરાગભાવ છે. અહીં નયપક્ષથી છોડાવે છે. વીતરાગભાવ વેદનમાં આવે છે તેનું નામ સમ્યગ્દર્શન ને જ્ઞાન અને મોક્ષનો માર્ગ કહીએ.
હું જણાવા લાયક છું અથવા જણાવા લાયક નથી તે બન્ને વ્યવહાર છે. જાણવા લાયક નથી તે વ્યવહારનો પક્ષ છે. આત્મા જાણવા લાયક છે તે નિશ્ચયનો પક્ષ છે. (તે બન્નેથી ભિન્ન) ચીજ તો અલૌકિક છે. ચૈતન્યબિંબ પ્રભુ છે તેને પકડવાનો. અર્થાત્ તે હું જાણવા લાયક છું, જાણવા લાયક છું. એવો વિકલ્પ પણ ત્યાં કામ નથી કરતો. આવો માર્ગ છે એટલે જુઓ ! લોકોને કઠણ પડે પણ શું થાય.. ભાઈ !
પહેલાંના ૬0 માં કળશમાં આવી ગયું કે- “જ્ઞાન ભિન્ન, ક્રોધ ભિન્ન-એવું અનુભવવું ઘણું જ કઠણ છે.” અંદર પાંચ-છ લીટી પછી ટીકામાં છે. સો જ્ઞાન ભિન્ન; ક્રોધ ભિન્ન. ક્રોધ શબ્દ વિકલ્પ ભિન્ન “ઉત્તર આમ છે કે સાચે જ કઠણ છે.” આ તો (રાજમલજીએ) પોતે સ્વયં પ્રશ્ન મૂક્યો છે. ઓહોહો ! વિકલ્પથી ભિન્ન પડવું, નયપક્ષથી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com