________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫૮
કલશામૃત ભાગ-૩ પરંતુ પ્રત્યક્ષ જ છે. આહાહા! બારમી પ્રકાશશક્તિ આવીને! પ્રકાશશક્તિનું કાર્ય એવું છે કે- સ્વસંવેદન પ્રત્યક્ષ થવું તે. આપણે બપોરે ૪૭ શક્તિ ચાલે છે તેમાં બારમી શક્તિ છે.
જીવત્વ, ચિત્તિ, દશિ, જ્ઞાન, સુખ, વીર્ય, પ્રભુત્વ, વિભુત્વ, સર્વદર્શિત્વ, સર્વજ્ઞત્વ, સ્વચ્છત્વ અને પ્રકાશ. તે પ્રકાશગુણનો સ્વભાવ શું? તેનું કાર્ય શું છે? આત્માને પ્રત્યક્ષ આનંદનું વેતન આવે તે પ્રકાશનું કાર્ય છે. પરંતુ અહીંયા તો કહે છે કે- આત્મા વર્તમાનમાં પ્રત્યક્ષ વેદન આવે છે તેવો જે વિકલ્પ છે તે નયપક્ષ છે. પ્રત્યક્ષ થવા યોગ્ય જ છે. વર્તમાન પ્રત્યક્ષ જ છે. આ વાત અલિંગગ્રહણના છઠ્ઠી બોલમાં કહીને!
શ્રી પ્રવચનસાર ગાથા ૧૭૨ –તેમાં અલિંગગ્રહણના ૨૦ બોલ છે. તેમાં છઠ્ઠો બોલ- આત્મા પોતાના સ્વભાવથી જાણવામાં આવે છે એવો પ્રત્યક્ષજ્ઞાતા છે.
(૧) ભગવાન આત્મા ઇન્દ્રિયોથી જાણવામાં નથી આવતો. (૨) આત્મા ઇન્દ્રિયોથી જણાતો નથી તે બીજો બોલ છે. (૩) ભગવાન આત્મા ઇન્દ્રિય પ્રત્યક્ષનો વિષય નથી. (૪) પર દ્વારા અર્થાત્ અનુમાનથી જાણવામાં આવે એવો આત્મા નથી.
(૫) પોતાનો આત્મા એકલા અનુમાનથી પરને જાણે તેવો નથી. છઠ્ઠા બોલમાં છઠ્ઠીના લેખ આવ્યા. જેમ જન્મ પછી લેખ લખે તેમ (સમયસાર) છઠ્ઠી ગાથામાં જ્ઞાયક કહ્યું. છઠ્ઠીના લેખ તો લખીને આવે છે પછી લેખ શું લખે.
(૬) ભગવાન આત્મા સ્વભાવથી પ્રત્યક્ષ જાણવા લાયક છે, તે વિકલ્પથી; નયપક્ષથી જાણવા લાયક નથી. આત્મા વર્તમાનમાં પ્રત્યક્ષ છે તે છઠ્ઠીના લેખ છે. આપણે છઠ્ઠી ગાથા છે ને ! ! ભગવાન આત્મા! “ વિ દોઃિ અપ્પમત્તો પત્તો નાનો ટુ નો ભાવો” ભગવાન સ્વભાવથી જ જ્ઞાન સ્વરૂપ છે તે શુભાશુભભાવ રૂપે થયો જ નથી. શુભાશુભભાવો છે તે જડ અને મેલ છે. ચેતન ભગવાન ત્રિકાળી શાકભાવ જડરૂપ થયો જ નથી.
આહાહા! વસ્તુ અંદર પ્રગટ અને પ્રત્યક્ષ છે. તેમ કહેનાર એક નયનો પક્ષ છે. અન્યમતિમાં કહે છે કે- “મારી નયનની આળસે રે... મેં દેખ્યા નહીં હરિ.” હરિ એટલે આત્મા હોં! પંચાધ્યાયમાં “હરિ' શબ્દ આવે છે. હરિ એટલે જે રાગ-દ્વેષને હરે તે હરિ. ભગવાન હરિ છે તેને પોતાના નયનની આળસે, પોતાના જ્ઞાનના નયનની આળસે મેં કદી નિરખ્યા નહીં. મારી જ્ઞાનની પર્યાયમાં મેં કદી ભગવાનને જોયા નથી. ધર્મની આવી વાતું છે બાપા!
અહીંયા કહે છે ભગવાન તું કોણ છો? શું છો? આત્મા પ્રત્યક્ષ છે એ વાત સાચી છે. પરંતુ આત્મા છે તેવો વિકલ્પ છે તે છોડવા લાયક છે. આહાહા ! એ વિકલ્પ છે એ વિષમતા છે અને ભગવાન પ્રત્યક્ષ છે તે સમતા છે. આત્મા વીતરાગભાવથી પ્રત્યક્ષ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com