________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૮૪
૧૪૫ અપેક્ષાએ છે. અભિધેયને અભિધાન દ્વારા કહે છે. અભિધાન તે શબ્દ છે અને અભિધેય તે શબ્દથી કહેવાવાળું વાચ્ય-પદાર્થ છે. આ રીતે અભિધાન અભિધેય સંબંધ છે. તે વ્યવહાર છે. નિશ્ચયમાં વાચક વાચ્ય કાંઈ છે નહીં. ભગવાન આત્મા તો વચનાતીત છે.
ભગવાન આત્મા અવાચ્ય છે તે બીજા નયનો પક્ષ છે. આ પ્રકારે ચિસ્વરૂપ જીવના સબંધમાં બે નયોના બે પક્ષપાત છે. જુઓ પાઠમાં “તત્ત્વવેદી ' એમ કહ્યું છે. અર્થ કર્યો તેમાં તત્ત્વવેતા કહ્યું છે. તત્ત્વવેતા એટલે તત્ત્વને જાણવાવાળો. ચિસ્વરૂપ જીવમાં તો હું અવાચ્ય છું એવા વિકલ્પનો પક્ષ પણ ત્યાં નથી. હું વાચ્ય છું તે તો નહીં, તેનો તો (અમે પ્રથમથી) જ નિષેધ કરતા આવ્યા છીએ. હું આવથ્ય , વચનાતીત છું, હું વચનથી કહેવામાં આવતો નથી એવા વિકલ્પનો પક્ષ પણ જ્યાં નથી, વિકલ્પને છોડીને તત્ત્વવેદી અંદરમાં ચૈતન્યનો સ્પર્શ કરવા જાય છે ત્યારે તે તત્ત્વનો વેતા છે. સમાજમાં આવ્યું? આવી વાત છે ભાઈ !
પ્રભુ ! ગંભીર વાત છે. આવી ગંભીર વાતુ ઘણી. અનંતકાળથી બહારની પ્રવૃતિ અને બહુ તો અંદરમાં વિકલ્પની પ્રવૃતિમાં ( રહ્યો છે.) ગઈકાલે ચંદુભાઈએ પ્રશ્ન કર્યો હતો પ્રવૃતિ-નિવૃતિનો. એક ન્યાયે આત્મા વિકલ્પથી નિવૃત સ્વરૂપ છે પરંતુ નિર્વિકલ્પ પરિણતિથી તે પ્રવૃતિ સ્વરૂપ છે. આહાહા ! પરિણતિ છે ને?
૧૬ મી ગાથામાં એ ત્રણેને મેચક કહ્યું. “વંસTIMવરિતાf સેવિગ્વાળિ સાહૂણા ળિખ્ય” સાધુએ ત્રણ પ્રકારે સેવવા. “પપ્પા વેવ fછયવો” નિશ્ચયથી તે ત્રણે એક આત્મા જ છે. વંસUITMવરિતા િસવિધ્વાળિ” દર્શન જ્ઞાન ચારિત્રથી આત્મા સદા સેવવા યોગ્ય છે. પર્યાયથી સેવવો તો તે વ્યવહાર થઈ ગયો. “તાળિ પુનાળ તો વિ અપ્પા” એક અભેદ આત્માનો અનુભવ કરવો તે નિશ્ચય છે. સમજમાં આવ્યું?
માર્ગ બહુ સૂક્ષ્મ છે ભાઈ ! અત્યારે તો બહુ વિખાઈ ગયો છે. લોકોને ક્યાંય ને ક્યાંય રસ્તે ચડાવી દીધા છે. આખી જિંદગી બિચારાની (એળે ગઈ ). ભવના અભાવ માટે મળેલો ભવ તેમાં ભવનો અભાવ ન કરે તો શું કર્યું? રખડવા માટે ભાવાબ્ધિનો મોટો દરિયો પડ્યો છે. એકેન્દ્રિય નિગોદના, એકેન્દ્રિય, બેઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિયાદિ ચોરાસી લાખ યોનિમાં જીવ રખડે છે. ભવાબ્ધિ અર્થાત્ ભવરૂપી સમુદ્ર જેમાં ડૂબકી મારીને અનાદિ કાળથી દુઃખી છે. મુર્ખાઓ છે તે પૈસાવાળાને સુખી કહે છે. સમજમાં આવ્યું?
શ્રોતાઃ- આવું કહેવાવાળો મૂર્ખ છે.
ઉત્તર- એ પોતે તો દુઃખી હોય અને માનતો હોય સુખ. પૈસાવાળા પાંચ કરોડ ને દસ કરોડ ને ધૂળ કરોડ છે. તે ધૂળમાંય સુખ નથી. પૈસા એ તો જડ-માટી છે તે તારા ક્યાંથી આવ્યા? આહાહા ! ભગવાન આત્મા આનંદ સ્વરૂપ છે તેને છોડીને તે બહારમાં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com