________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
૧૪૪
કલશાકૃત ભાગ-૩ કાને પડતાં (હર્ષિત ) થયો. પછી આત્માનો અર્થ કર્યો કે જે દર્શન-જ્ઞાન-ચારિત્રને પ્રાપ્ત હોય તે આત્મા.. ફકત એટલું કહ્યું. આત્મા સદા દર્શન-જ્ઞાન-ચારિત્રને પ્રાપ્ત હો એ પણ વ્યવહા૨ થયો. દર્શનજ્ઞાનચારિત્ર ત્રણભેદ થયા તો વ્યવહાર થયો. ( ભેદ દ્વારા ) અભેદને સમજાવવામાં આવ્યો. સમજાવવાવાળા અને કહેવાવાળા, આવો વ્યવહાર કરે છે પણ તે વ્યવહાર અનુસરવા લાયક નથી.
શું કહ્યું ? સમજાવવામાં વ્યવહાર આવે છે કે જે આત્મા દર્શન-જ્ઞાન-ચારિત્રને સદા પ્રાપ્ત હો એ આત્મા. રાગ અને પુણ્યથી પ્રાપ્ત હો એ આત્મા એવો વ્યવહા૨થી પણ ત્યાં અર્થ ન કર્યો. આટલો ભેદ પાડયો તે વ્યવહાર છે. ભગવાન આત્મા પોતાના દર્શનશાનચારિત્રને ભેદને અર્થાત્ નિર્મળ અવિકારી પર્યાયને સદાય પ્રાપ્ત હો તે આત્મા. પછી કહ્યું કે- આ હું ભેદથી કહું છું. પરંતું એ ભેદ મારે પણ અનુસરણ કરવા લાયક નથી અને સાંભળવાવાળાએ પણ અનુસરણ કરવા લાયક નથી. સમજમાં આવ્યું ?
આહાહા ! ૪૭ નયમાં એક નય લીધી છે ને ભાઈ ! અશુદ્ઘનય અને શુદ્ઘનય. માટી છે માટી, તેમાં ઘડા, કુંડા તે માટીની અશુદ્ધતા છે. ઘડા-કુંડા એ અશુદ્ઘનયનો વિષય થયો. કેમ કે ભેદ થયો તો વ્યવહાર થઈ ગયો. એ વાત સમયસારની ૧૬ મી ગાથામાં લીધી છે. ભેદ થયો તે મેચકપણું છે. એકલી માટી તે શુદ્ઘનયનો વિષય છે. તેમ ભગવાન આત્મામાં ત્રણ પ્રકા૨ કહેવા... જ્ઞાન-દર્શન-ચારિત્રને પ્રાપ્ત હો તે ત્રણ પ્રકાર વ્યવહા૨ થઈ ગયો. અશુદ્ધતા થઈ ગઈ. સુક્ષ્મ વાત છે ભગવાન ! જરી સૂક્ષ્મ વાત આવી ગઈ. આત્મા મહામણિરતન છે. પ્રભુ આનંદ ચૈતન્ય રત્નાકરનો દરિયો છે. તેને કયા વાચ્યથી, કયા વિકલ્પથી, કયા વચનથી કહીએ. કેમ કે ( આત્મા ) અવાચ્ય છે એમ કહે છે. નિશ્ચય છે તે અવાચ્ય છે. એ અનુભવી શકાય એવી ચીજ છે. લોકોને આત્મા શું (વસ્તુ ) છે તેની ખબર નથી. ધર્મ... ધર્મતો કહે છે પરંતુ ધર્મ કેમ થાય છે તેની ખબર નથી.
અહીંયા તો કહે છે ત્રણેપણે પરિણમવું તે વ્યવહા૨ છે. સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રપણે પરિણમવું તે વ્યવહાર છે. ૧૬ મી ગાથામાં તેને મેચક કહ્યું છે. મેલ કહ્યું છે. ત્રણનો ભેદ કરવો તે મેચક-મેલ છે. તેને મેચક નામ મેલ કહેવાનો વ્યવહા૨ છે.
જયચંદ પંડિતે કહ્યું છે કે- વચન દ્વારા ભગવાન આત્માને કેવી રીતે કહેશો ? કેમ કે વચન તો એક અર્થને કહેશે અને અંદ૨માં અનંત.... અનંત... અનંત ગુણનો રત્નાકર આખો સાગર પડયો છે. તેની દૃષ્ટિ ક૨વાથી એ વેદનમાં આવે ત્યારે ખબર પડે કે આ ચીજ છે. આ વસ્તુ આવી છે. લોકો તો બહારમાં એટલે ક્રિયાંકાંડમાં ઘૂસી ગયા. વ્યવહા૨ના પણ ઠેકાણાં નથી. અહીંયા તો ૫રમાત્મા ત્યાં સુધી કહે છે કે તું એકરૂપ છો તેમાં ત્રણરૂપનું પરિણમન કરવું તે વ્યવહાર ને મેલ છે. કેમ કે ત્યાં લક્ષ જશે તો રાગ જ ઉત્પન્ન થશે. અહીંયા કહે છે કે વાચક એ વ્યવહા૨થી, નામ નિક્ષેપની અપેક્ષાએ, અભિધેયની
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com