________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૮૬
૧૫૧ પૌષધ નથી.
શ્રોતાઃ- લોકમાં પ્રસિદ્ધિ થાય ને?
ઉત્તર- લોકો પણ બધા એવા હોય ગાંડા, ગધેડાં જેવા. એની પાસે શું હોય? જેમ ગધેડાં ભૂકે એમ ભૂકે કે –અમે સામાયિક કરી, પડિકમણા કર્યા. તેમને તત્ત્વની તો કાંઈ ખબર નથી. ક્યાંથી આવી તારી સામાયિક! સામાયિક એટલે સમ+આય અર્થાત્ વીતરાગતાનો લાભ થાય છે. તે સામાયિકનો અર્થ છે. તને વીતરાગતાનો લાભ ક્યાંથી થયો? ણમો અરિહંતાણમ્, ણમો સિદ્ધાણ... તેમા થઈ ગઈ સામાયિક ! ધૂળમાંય સામાયિક નથી. કદાચિત્ શુભરાગ છે પણ તે અધર્મ છે.
શ્રોતાઃ- ગુરુદેવ એ તો અહીંયા (સોનગઢમાં) બોલાય.
ઉત્તર- અમે તો ત્યાં સંપ્રદાયમાં કહ્યું ” તું. ૮૫ની સાલમાં બોટાદમાં મોટી સભા હતી. ત્યાં ૭૫ તો ઘર હતાં. ત્યારે વ્યાખ્યાનમાં કહ્યું હતું કે- મહાવ્રતનો ભાવ તે આસ્રવ છે. અને બીજું- જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાય તે ભાવ ધર્મ નહીં અધર્મ છે. આહાહા ! પરંતુ લોકોને વિશ્વાસ નહીં. હવે તો બોટાદમાં ઘર વધી ગયા. ત્યારે માણસ ઘણા વ્યાખ્યાનમાં આવતા હતા. કાનજી સ્વામી વાંચન આપે છે તો આખો અપાસરો અને બહાર શેરીમાં માણસો ભરાય જાય. અમે તો ૭૪ની સાલથી વ્યાખ્યાનમાં આ વાત કહેતા હતા. ૧૯ વર્ષ થયા. ત્યારે અમારું નામ બહારમાં ઘણું જ પ્રસિદ્ધ હતું. લોકોમાં ઘણી જ પ્રસિદ્ધિ હતી. જાણપણાની વાત કરે તો લોકો એક ધારાએ સાંભળે બિચારા. આ અમારા હસમુખના બાપા ને એ બધા હતા.
આહાહા! અહીં કહે છે –જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાય તે ભાવ ધર્મ નહીં પ્રભુ! ધર્મથી બંધ થતો નથી. જે ભાવે બંધ થાય એ ભાવ ધર્મ નહીં. સમ્યગ્દષ્ટિને શુભભાવ આવે છે પણ તે હેય છે. “સોલહકારણ ભાવના ભાય તો તીર્થંકર પદ પાય.” અહીં પેલાં પૂજારી હતાં ને? એ બહુ પૂજા કરાવતા હતા. તીર્થંકર પદ એટલે જાણે શું હશે ! અહીંયાં તો આત્મપદ પામે એ વાત છે. જે ભાવે તીર્થકર ગોત્ર બાંધે એ ભાવ પણ અધર્મ અને રાગ છે. આહાહા! નિશ્ચયથી તો એ પાપ છે.
શ્રોતા- એવું માનનારને તીર્થકરગોત્ર બંધાય છે.
ઉત્તર:- એવો વિકલ્પ આવી જાય છે. દૃષ્ટિમાં તેનો નિષેધ છે. તેની દૃષ્ટિ તો શુદ્ધ ચૈતન્ય ઉપર છે. તેને આવો વિકલ્પ આવે છે, અજ્ઞાનીને આવો વિકલ્પ છે નહીં સમજમાં આવ્યું?
અહીંયા કહે છે- જીવ જાણવા લાયક છે. આહાહા ! જાણવા લાયક તો એક આત્મા જ છે. બીજી જાણવા લાયક ચીજને તો છોડી દીધી પરંતુ એક આત્મા જાણવાલાયક છે એવો જે વિકલ્પ છે, વૃત્તિ ઊઠે છે તેનાથી શું? ત્યાં સુધી આવ્યો તેનાથી શું? આહાહા!
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com