________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
૧૪૮ કલશામૃત ભાગ-૩ શાસ્ત્રવેતા આવો હોતો નથી. તે તો તત્ત્વવેતા જ છે. તત્ત્વ નામ ભગવાન આનંદકંદ જ્ઞાયકભાવ તેનો વેતા નામ જાણવાવાળો છે.. તેમાં કોઈ પક્ષપાત છે નહીં. આવી વાત છે.
હજુ અહીંયા તો વ્યવહારથી ધર્મ થાય મોક્ષમાર્ગ થાય એમ માને છે. ગજબ વાત છે. એક પંડિત કહે -શુભજોગ તે મોક્ષનો માર્ગ છે.. અને શુભજોગને જે હેય માને તે મિથ્યાર્દષ્ટિ છે. તેમની સામે બીજા પંડિતે લખ્યું કે –શુભજોગને કુંદકુંદાચાર્ય ય માને છે તો તે મિથ્યાર્દષ્ટિ છે? આ બધું જૈનસંદેશમાં આવ્યું છે. અરે.. આ તારી ચર્ચા ક્યાંથી નીકળી ? જ્યા૨થી સોનગઢથી નીકળ્યું છે ત્યારથી આ ચર્ચા ચાલી છે. નહીંતર બધું પડયું હતું એમ ને એમ. એ કહે છે કે- શુભજોગ તે મોક્ષનો માર્ગ છે. અહીંયા કહે છે કે -શુભજોગ તે તો ઝેર છે. હું એકરૂપ છું એવો વિકલ્પ તે ઝેર અને દુઃખરૂપ છે. સમજમાં આવ્યું ? દયા-દાન-વ્રત-તપ અપવાસ આદિના વિકલ્પ એ શુભજોગ છે તે દુઃખરૂપ છે. તે તો આત્મામાં છે નહીં.. તેનું નામ અનેકાન્ત છે. સમજમાં આવ્યું ?
આહા ! નિરંતર એકરૂપતાનું વેદન જેને ચાલે છે તેને અહીંયા સમ્યગ્દષ્ટિ અને ધર્મી કહે છે. સમજમાં આવ્યું? બહુ ઝીણી વાતું બાપુ! અહીંયા તો હજુ બહારમાં સામાયિક કરી પોષા કર્યા, પડિકમણા કર્યા, ભક્તિ કરી, પૂજા કરી, દાન કર્યા તો થઈ ગયો ધરમ ! ધૂળમાંય ધર્મ નથી સાંભળ તો ખરો. ધૂળમાં અર્થાત્ પુણ્યાનુબંધી પુણ્યેય નથી.
ભગવાન આ કોઈ પક્ષ નથી, આ કોઈ વાડો નથી. આ તો વસ્તુનું સ્વરૂપ છે નાથ ! તારી ચીજ આનંદકંદ વિકલ્પાતીત છે તેમ પહેલાં અનુભવ અને શ્રદ્ધા તો કરો. એ ચીજ છે તેનો અનુભવ કરવો તે ધર્મ છે. બાકી બધા થોથાં છે. બધા મરી જશે અને હાલ્યા જશે. અબજોપતિ, કરોડપતિ એ બધા પતિ જડના પતિ છે.
અહીંયા તો કહે છે –પ્રભુ તું એકરૂપ છો એવો વિકલ્પ પણ છોડી દે.
કલશ-૮૬ : ઉ૫૨ પ્રવચન
એક નય, જીવ જાણવા યોગ્ય છે તેમ કહે છે તે યથાર્થ છે. પણ.. તે વિકલ્પ છે. જીવ જાણવા યોગ્ય છે એવો વિકલ્પ છે તે નિશ્ચયનો પક્ષ છે. બીજો પક્ષ જીવ જાણવા યોગ્ય નથી તે વ્યવહા૨નો પક્ષ છે. પોતાનું સ્વરૂપ જાણવા યોગ્ય નથી તે અજ્ઞાનનો વ્યવહા૨નો પક્ષ છે... તેને છોડી દે.
જીવ જાણવાલાયક જ છે. હું જાણવાલાયક છું; જાણવાલાયક છું. મારા સમ્યક્ મતિ શ્રુતજ્ઞાનથી હું પ્રત્યક્ષ જાણવાલાયક છું... એવો જે વિકલ્પ ઉઠે છે તે પણ પક્ષ છે એમ કહે છે. પક્ષાતિક્રાંત થતાં પ્રત્યક્ષ થાય જ છે. વિકલ્પની અપેક્ષા છોડીને તે પોતાના મતિશ્રુતજ્ઞાનમાં પ્રત્યક્ષ થાય છે. આહાહા ! હું પ્રત્યક્ષ જાણવાલાયક છું એવા વિકલ્પનો પણ ત્યાં અવકાશ નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com