________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૪
કલશામૃત ભાગ-૩ રાગનો ત્યાગ ગ્રહણ તે તેમાં છે જ નહીં. તો પર ચીજનો ત્યાગ કર્યો અને અમે ત્યાગી થયા તે ક્યાંથી આવ્યું?
પ્રવચનસાર- અલિંગગ્રહણ ૧૭ મો બોલ છે. તેમાં એક એવી શક્તિ છે કે- યતિનું બાહ્ય ત્યાગ તે સ્વરૂપમાં નથી. યતિનો બહારનો ત્યાગ જે પંચમહાવ્રત આદિ બાહ્ય આચરણ તે સ્વરૂપમાં છે જ નહીં. ક્યા બાહ્ય આચરણ? પંચ મહાવ્રતઆદિ, ૨૮ મૂળગુણ આદિ તે યતિના બાહ્ય આચરણ છે જેનો સ્વરૂપમાં અભાવ છે. એવી ચીજ છે. લિંગોનું એટલે કે ધર્મચિહ્નોનું ગ્રહણ જેને નથી તે અલિંગગ્રહણ છે. આ રીતે આત્માને બહિરંગ (બાહ્ય) યતિ લિંગોનો અભાવ છે એવા અર્થની પ્રાપ્તિ થાય છે.” - ત્યાર પછી અઢારમો બોલ છે કે- અર્થાવબોધ વિશેષ- ગુણ વિશેષ. અર્થાવબોધરૂપ ગુણ વિશેષ જેમાં નથી. ગુણભેદ પણ જેમાં નથી તે અલિંગગ્રહણ છે.
અહીંયા કહે છે કે વિકલ્પનો ત્યાગ કરવો, ગુણભેદનો ત્યાગ કરવો નામ વિકલ્પનો ત્યાગ કરવો, નામ વિકલ્પનો ત્યાગ કરવો. ગઈકાલે બપોરે વ્યાખ્યાનમાં કહ્યું હતું ને! જે ગુણની પરિણતિ ઉત્પન્ન થાય છે તે ગુણમાંથી નહીં, તે દ્રવ્યમાંથી થાય છે. દ્રવ્યની દૃષ્ટિ કરાવવી છે ને! દ્રવ્યની પરિણતિ દ્રવ્યથી ઉત્પન્ન થાય છે. ગુણ પરિણતિમાં જ્ઞાનની પરિણતિ, દર્શનની પરિણતિ ભિન્ન છે એમ છે જ નહીં. દ્રવ્ય પરિણમે છે તો ગુણ પરિણમે છે. ચિવિલાસમાં પાઠ છે– વસ્તુમાં પરિણમન શક્તિ.
આત્મામાં ગુણભેદ પણ ગ્રહણ કરવા લાયક નથી. અહીં તો ગુણભાગ ગુણી છે. અને આ તેનો ગુણ છે તે અર્થાવબોધ ગુણ વિશેષ જેમાં છે નહીં, એટલે કે- જેમાં ભેદ છે જ નહીં. આહાહા ! એવો ભગવાન આત્મા અભેદ સ્વરૂપ છે. એ અભેદ સ્વરૂપના વિકલ્પનો પક્ષ તે દુઃખરૂપ છે. આ શુભરાગ દયા- દાન, વ્રત- તપ તે તો સ્થૂળ રાગ દુઃખરૂપ છે. પોતાનો આત્મા ગુણી તે અનંતગુણનો પિંડ છે. એ અભેદ અસ્તિત્વની મૌજુદગી તેની પ્રતીતિ, જ્ઞાનની પર્યાયમાં મોજુદ ચીજ છે શેયરૂપ થાય છે તેની પ્રતીતિ થાય છે. જાણવામાં આવ્યા વિના પ્રતીતિ કોની ?
અહીંયા કહે છે કે- જ્યારે પર્યાયમાં ગુણભેદની પ્રતીતિ પણ છૂટી જાય છે ત્યારે આત્મા એકલો અખંડ, અભેદ સ્વરૂપનો અનુભવ થવો તેનું નામ સમ્યગ્દર્શન, અનુભૂતિ ને ધર્મ છે. આવો માર્ગ છે.
કહે છે કે- નય શબ્દ પડ્યો છે. દ્રવ્યાર્થિકનય- પર્યાયાર્થિકાય. રાજમલજીની ટીકામાં ઘણી જગ્યાએ દ્રવ્યાર્થિકનય પર્યાયાર્થિકનય, નિશ્ચયનય ને વ્યવહારનય બન્ને લીધું છે. નિશ્ચયનયના વિષયનો વિકલ્પ અને વ્યવહારનયના વિષયનો વિકલ્પ એ બન્નેના વિકલ્પને તેણે છોડવા જોઈએ.
દ્રવ્યાર્થિકનયનો વિકલ્પ શુદ્ધ, અખંડ, અભેદ આદિના પક્ષમાં વસ્તુ નથી. વસ્તુ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com