________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કલશ-૭૦
૧૧૫ જ છે. પરંતુ આવા વિકલ્પનો પક્ષ કરવો એ દુઃખ છે. ત્યાં દુઃખનું વેદન છે. તત્ત્વવેદી જીવ એ દુઃખના વેદનથી છૂટી ગયો છે. સમજમાં આવ્યું? માર્ગ આવો છે ભાઈ !
શ્રીમજી કહે છે- “એક હોય ત્રણ કાળમાં પરમારથનો પંથ.” ત્રિલોકીનાથ સર્વજ્ઞ વીતરાગદેવ તેનો માર્ગ એકરૂપ છે. ત્રણકાળમાં તેમાં કોઈ ફેરફાર નથી. અહીંયા કહે છે કે- “વસ્તુમાત્રનો સ્વાદ આવતાં કલ્પનાબુદ્ધિ સહુજ જ મટે છે.” વસ્તુ એ ભગવાન આત્મા જ્ઞાતાદેષ્ટા અને અનંત આનંદ ચૈતન્ય રત્નાકર છે. અનંત.. અનંત... અનંત. ગુણનો ગોદામ પ્રભુ છે. અનંત શક્તિનું સંગ્રહાલય, સંગ્રહનું આલય અર્થાત્ સ્થાન છે. અનંત સ્વભાવનો સાગર પ્રભુ છે. આહાહા! એ ઉપર જ્યાં દૃષ્ટિ પડી ત્યાં તત્ત્વની વેદના થયો.. તો કલ્પનાબુદ્ધિ છૂટી જાય છે. આહાહા! આવો માર્ગ છે ભાઈ !
“તસ્ય જિત રિત વ મસ્તિ” શુદ્ધ સ્વરૂપને અનુભવે છે તેને (વત) ચૈતન્યવહુ પિત્ત વ સ્ત) ચેતના માત્ર વસ્તુ છે.” ધર્મીને તો એ જ્ઞાનસ્વરૂપ એ જ્ઞાન સ્વરૂપ જ છે. જ્ઞાનની અસાધારણ શક્તિથી વર્ણન કર્યું છે. ચિદ્રપ તો ચિદ્રપ છે. હું ચિદ્રુપ છું તેવો વિકલ્પ પણ તેમાં નથી.
શ્રોતા - એ વિકલ્પ આત્માનો ઘાતક છે?
ઉત્તરઃ- ઘાતક છે; ઝેર છે; દુઃખ છે. આહાહા ! આવો માર્ગ છે. વિકલ્પ ઊઠાવવો તે અમૃતસાગરથી તો વિરુદ્ધ છે. જેને મોક્ષ અધિકારમાં “વિષકુંભ' કહ્યો છે. તે ઝેરનો ઘડો છે. ભગવાન અમૃતનો સમુદ્ર છે. રાગનો વિકલ્પ એ ઝેરનો ઘડો છે. તકરારમાં આત્મા શું ચીજ છે તેને તો શોધવા જતા નથી. અને તકરારમાં ઉતરે છે. અંદરમાં પ્રભુ પડયો છે ત્યાં અંતરમાં શોધવા જા નાથ!
શુદ્ધ સ્વરૂપને અનુભવે છે તેને ચૈતન્ય વસ્તુ ચેતનામાત્ર વસ્તુ છે ” એવો પ્રત્યક્ષપણે આસ્વાદ આવે છે.” આત્માનો આનંદ પરોક્ષ રહે તેમ છે નહીં. અલિંગગ્રહણના વીસ બોલ છે તેમાં છઠ્ઠા બોલમાં કહ્યું છે કે ભગવાન આત્મા પોતાના સ્વભાવથી જાણવામાં આવે છે. તેવો પ્રત્યક્ષ જ્ઞાતા છે.
પ્રવચનસાર ગાથા ૧૭ર તેમાં અલિંગગ્રહણના વીસ બોલ ઉતાર્યા છે. તેમાં પહેલા બોલમાં એમ લીધું છે કે(૧) (ભગવાન આત્મા) ઇન્દ્રિયોથી જાણવામાં આવતો નથી. ઇન્દ્રિયથી
આત્મા જાણવામાં તો આવતો નથી. પરંતુ જાણતો પણ નથી. (૨) ઇન્દ્રિયથી (આત્મા) જણાતો પણ નથી. (૩) ભગવાન આત્મા ઇન્દ્રિય પ્રત્યક્ષનો વિષય છે જ નહીં. (૪) બીજાના અનુમાનથી જાણવામાં આવે તેવો આત્મા નથી. (૫) આત્મા એકલો અનુમાન જ કરે તેવો આત્મા નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com