________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
૧૧૮
કલશાકૃત ભાગ-૩ છીએ તે નિમિત્તથી કાંઈ થતું નથી તેવું દ્રઢ કરવા માટે જઈએ છીએ. સમજમાં આવ્યું ? પદ્મનંદી પંચવિંશતિ શાસ્ત્રમાં સૂત્ર છે. જે બુદ્ધિ શાસ્ત્રમાં જાય છે તે વ્યભિચાર છે. છે તો ૨૬ અધ્યાય પરંતુ નામ પદ્મનંદી પચ્ચીસી... ( પંચવિંશતિ ). પચ્ચીસી એવો શબ્દ લખ્યો છે હોં ! તેમાં એવું લખ્યું છે કે- શાસ્ત્રમાં જવાવાળી બુદ્ધિ વ્યભિચારિણી છે. કેમ કે શાસ્ત્ર ૫૨દ્રવ્ય છે અને ૫દ્રવ્ય ઉપર લક્ષ જાય છે તો રાગ ઉત્પન્ન થાય છે. એ રાગ છે તે વ્યભિચાર છે. આવો માર્ગ છે.. સમજમાં આવ્યું ?
શ્રોતાઃ- આ પણ શાસ્ત્રમાં લખ્યું છે ? બહુ કડક છે.
แ
ઉત્ત૨:- હા, પદ્મનંદી પંચવિશંતિમાં છે. મોક્ષમાર્ગ પ્રકાશકમાં લીધું છે કે- વસ્તુ જ આવી છે તેને કડક કહો ! કડક ન કહો ! ભગવાન કુંદકુંદાચાર્યે તો મોક્ષ પાહુડમાં– ૧૬મી ગાથામાં કહ્યું છે કે- “ પરવળ્વાો દુાર્ ” આહાહા ! કુંદકુંદાચાર્ય કહે છે કે- અમે તારાથી ૫૨દ્રવ્ય છીએ. ૫૨દ્રવ્ય ઉ૫૨ તારું લક્ષ જશે તો તારી દુર્ગતિ થશે, સુગતિ નહીં. દુર્ગતિ એટલે કે ચૈતન્યની ગતિ નહીં થાય. રાગભાવથી તો ગતિ મળશે, તેનાથી તો દુર્ગતિ છે. સિદ્ધ સિવાયની ચારગતિ છે તે દુર્ગતિ છે. સમજમાં આવ્યું ?
,
શ્રી કુંદકુંદઆચાર્યનું અષ્ટ પાહુડ છે. તેમાં મોક્ષપાહુડમાં સોળમી ગાથામાં કહ્યું કેपरदव्वाओ મુન્દ્રાફ સ્વવ્વાઓ મુળર્ફે ” આહાહા ! ભગવાનના તળિયામાં, જેના અંત૨માં અનંત ચૈતન્ય રતન પડયા છે એવા સ્વદ્રવ્યનો આશ્રય કરતાં- અનુભવ કરતાં તો તેને સુગતિ થશે- મોક્ષ થશે.
'
જયચંદ પંડિતે સુગતિના બે અર્થ કર્યા છે. (૧) મોક્ષ થશે (૨) સાધકને થોડો વિકલ્પ રહી ગયો તો સ્વર્ગ મળશે. ‘ સુગતિ ’ શબ્દનો અર્થ કર્યો છે. આ રીતે તેમણે બે પ્રકારે અર્થ કર્યો છે. શાસ્ત્રના મંગલાચરણમાં પણ આવે છેઃ
ओकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः । कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः ।।
સમ્યગ્દર્શન સહિત અનુભવથી મુક્તિ થશે. પરંતુ વચ્ચમાં જે રાગ આવે છે તે કામદેવાવાળો અર્થાત્ સ્વર્ગ દેવાવાળો છે. રાગ આવે છે. તે પુણ્યાનુબંધી પુણ્યનો રાગ છે. આ તો રાગનું ફળ શું છે તે બતાવ્યું છે. પંચાસ્તિકાય બીજી ગાથામાં ચારગતિ તેને પરાધિન કહી છે. સ્વર્ગના દેવ રાગના વેદનમાં દુઃખી છે. જે અશુભ રાગના રંગમાં રંગાય ગયો છે તે દુઃખી છે. આ પૈસાવાળા શેઠિયા હોય કરોડપતિ- અબજપતિ, રાજા, દેવ તે બધા દુ:ખી છે. કેમ કે આત્મા આનંદ સ્વરૂપ છે તેમાં બહા૨નો વિકલ્પ ઊઠાવવો તે બધું દુ:ખ છે. કોઈ કહે છે ને કે- આ કરોડપતિ અને અબજપતિ સુખી છે. અહીં તો કહે છે કે તે બધા દુ:ખી છે.
સંવત ૧૯૬૪ની સાલની વાત છે. ત્યારે અમારી અઢાર વર્ષની ઉંમર હતી. અમારી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com