________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧ર૬
કલશામૃત ભાગ-૩ કલશ-૭૯ : ઉપર પ્રવચન વ્યુત પક્ષપાત: તેમ આવે. કળશમાં “પક્ષપાત છે. અમે તો સંસ્કૃત જાણતાય નથી. શબ્દાર્થ કરવામાં એના અર્થ ખુલી જાય છે. સંસ્કૃત તો અમે પંચ સાન્થ સાર્થક વ્યાકરણ સંધિ સુધી ભણ્યા છીએ. એક બ્રાહ્મણ પાસે પૈસા આપીને ભણ્યા છીએ. પછી મેં તેને એક પ્રશ્ન કર્યો હતો કે- સંસ્કૃતવાળા પંડિત સંસ્કૃતનો બરોબર અર્થ કરી શકે છે કે નહીં તે જાણવા એક પ્રશ્ન કર્યો હતો. સંવત ૧૯૬૯ની વાત છે. ૭૦માં તો દિક્ષા લીધી.
પંડિતજીને મેં એક પ્રશ્ન કર્યો કે- “દશ અઠઈ ” લક્ષણવાળો અર્થાત્ દશ અષ્ટ લક્ષણે એ અઢાર બોલ સાધુના છે. તો દશ અઠઈમાં દશને + આઠ = અઢાર લેવાનું છે? તેનો અર્થ દશ અને આઠ અઢાર તેમ લેવાનો છે. કોઈ અજ્ઞાની ૧૮માંથી એક બોલ છોડી હૈ છે તે સાધુ નથી.
તો અમે પ્રશ્ન કર્યો કે દશ અષ્ટ અઠાણાનો અર્થ શું કરવો? દશમાં આઠ મેળવવા કે દશનો આઠથી ૧૦૮ લેવું. શું કરવાનું છે? સંસ્કૃત ભણવાવાળાને પણ શાસ્ત્રનો અર્થ શું છે તેની બરોબર ખબર ન પડે. દશ ને આઠ શબ્દ પડયો છે તેથી ૧૦૮ લેવું કે ૧૮ કે ૮૦ શું લેવું? તેમણે જવાબ આપ્યો તે અમોને બરોબર ન બેઠો. એ તો ગુરુગમે અને સિદ્ધાંત પદ્ધતિનો ખ્યાલ હોય તો આવે.
આજથી ૬૯ વર્ષ પહેલાંની વાત છે. ૧૯૮૦ની સાલમાં પ્રશ્ન કર્યો હતો. અમે દિક્ષા લીધા પછીની વાત છે. બનારસથી વ્યાકરણ ભણેલા મોટા પંડિત આવ્યા હતા. તેમને અમે પ્રશ્ન કર્યો કે- પંડિતજી! હું કહું તેનો અર્થ કરો. સયોગી કેવળી તેનો શું અર્થ? સયોગી” તેમ શબ્દ લીધો છે ને? તેમણે કહ્યું- “સંયોગી” – સમ્ યોગવાળા સંયોગી કેવળ. અમે કહ્યું સમ્ શબ્દ છે તે ખોટો છે. સયોગી કેવળી તેમ છે. સંયોગી કેવળી હોતા જ નથી. સં ઉપર જે મીંડી છે તે ખોટી છે. યોગ સહિતના કેવળી તેનો અર્થ સયોગી કેવળી છે. સયોગી કેવળી હોય, સંયોગી કેવળી નહીં.
આ ૮૦ની સાલની વાત છે. બનારસના મોટા પંડિત સંસ્કૃત વ્યાકરણના જાણનાર તે આ સયોગી શબ્દનો અર્થ સંયોગી કેવળી લ્ય છે કે- સયોગી કેવળી લ્ય છે? તે કહે– સંજોગી કેવળી. ભાઈ ! એમ છે નહીં. સજોગી કેવળી એટલે યોગ સહિત કેવળીને સયોગી કેવળી કહે છે. ૧૪મા ગુણસ્થાને અયોગી કેવળી.
જીવ કાર્ય છે તેવો એક નયનો પક્ષ છે. અને રાગ છે તો ધર્મનું કાર્ય થયું એવો એક નયનો પક્ષ છે. રાગને હેતુ કહેવો તે વ્યવહાર છે. રાગ હેતુ છે તો ધર્મનું કાર્ય થયું તેવો એક નયનો પક્ષ છે. તે વ્યવહારનો તો નિષેધ કરીને આવ્યા છીએ કેમ કે તે કોઈનું કાર્ય છે જ નહીં. વ્યવહારરત્નત્રય છે તો નિશ્ચયનું કાર્ય સમ્યક છે એમ છે જ નહીં. તે વાત સત્ય છે પણ તેનો પક્ષ નામ વિકલ્પ તે અસત્ય છે. આહાહા ! સમજમાં આવ્યું?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com