________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
કલશ-૮૪
૧૪૧
અરે.... પ્રભુ ! તું એકવાર ક્રમબદ્ધનો નિર્ણય તો કર. વર્ણીજીની સાથે ચર્ચા થઈ પછી કૈલાશચંદજીએ બે બોલ લીધા છે. (૧) ક્રમબદ્ધ છે. (૨) નિમિત્ત છે.. પરંતુ નિમિત્તથી થતું નથી તેમ સોનગઢવાળા કહે છે. ક્રમબદ્ધ પણ છે. જે સમયે જે પર્યાય થવાની તે થાય છે, પરંતુ (ક્રમબદ્ધ )વાળાની દૃષ્ટિ ક્યાં રહે છે ? તેની દૃષ્ટિ શાયક ઉ૫૨ હોય છે ત્યારે તેને ક્રમબદ્ધનો નિર્ણય થયો. ક્રમબદ્ધ નક્કી થયું તો વ્યવહારથી નિશ્ચય થયું તે વાત પણ રહી નહીં. નિમિત્તથી ઉપાદાન થયું કે ક્રમબદ્ધ પરિણમન પોતાથી ત્યાં થયું ? તો પછી નિમિત્તથી થયું, વ્યવહારથી થયું એ રહ્યું ક્યાં ? અરે.. ! એને નવરાશ ક્યાં છે ? ફુરસદ ક્યાં ? પોતાનું હિત કરવા માટે ફુરસદ નથી. આ જગતની જંજાળમાં (સલવાય ગયો છે ) .
કલશ ૮૪ : ઉ૫૨ પ્રવચન
જ્ઞાન તે જ્ઞાનસ્વરૂપ જ છે. આનંદ તે આનંદ સ્વરૂપ જ છે.. એમ તત્ત્વવેદીને જાણવામાં આવે છે.. એમ કહે છે. ચિદ્વિલાસ પેજ નં. ૬૮ માં જુઓ ! ( પર્યાય વીર્યમાં ) પર્યાય અનિત્ય છે, (તે ) નિત્યનું કા૨ણ છે, નિત્ય અનિત્ય વસ્તુ છે. પર્યાય (રૂપી) ચંચળ તરંગો દ્રવ્ય ( રૂપી ) ધ્રુવ સમુદ્રને દર્શાવે છે.” પર્યાય ચંચળ તરંગો છે તે દ્રવ્ય ધ્રુવ સમુદ્રને દર્શાવે છે. ચિદ્વિલાસ, પંચસંગ્રહ આદિમાં દિપચંદજીએ ઘણું કામ કર્યું છે. અનિત્ય નિત્યને જાણે છે, નિત્ય નિત્યને જાણે છે?
નિત્ય તો ધ્રુવ છે. ધ્રુવમાં જાણવું કે પલટાવું એ તો કાંઈ છે જ નહીં. વેદાંત આ મોટી ભૂલ કરે છે ને ? શ્રીમદ્ કહે છે કે- વેદાંત મિથ્યાભાસી છે, કા૨ણકે તેમણે પર્યાયને માની નહીં. શ્રીમમાં આવો પાઠ છે. આત્મા સર્વ વ્યાપક છે અને એક જ છે તેમ માને છે. સર્વ વ્યાપક છે તે તમે માનો છો તો એ માન્યતા તને શેમાં થઈ ? માન્યતા થઈ એ જ પર્યાય થઈ. અનિત્યએ નિત્યને જાણ્યું, નક્કી કર્યું, તો એ અનિત્યને નહીં માને તો તારું નિત્યનું ઠેકાણું નથી.
વચનથી કહી શકાય છે તે સાચું છે. ૪૭ નયમાં એક આવી નય છે... નામ નિક્ષેપ. નામ નિક્ષેપ એવા વચનથી કહેવામાં આવે છે તેવી યોગ્યતા.. એ વચનથી નામ નિક્ષેપ છે. ૪૭ નયમાં નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ તે ચા૨ નય લીધી છે... એ જ્ઞાનપ્રધાન કથન છે. ત્યાં નામ વચનથી કહી શકાય એટલી યોગ્યતા છે, પણ તે વ્યવહા૨ છે.
પ્રવચન નં. ૮૬
તા. ૪-૯-’૭૭
66
કળશટીકા તેનો કર્તાકર્મ અધિકા૨નો ૮૪ કળશ છે. “ જીવ વાચ્ય છે. ” નયપક્ષની વાત ચાલે છે. પક્ષાતિક્રાંત તે આત્માનું સ્વરૂપ છે. સમજમાં આવ્યું ?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com