________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૪
કલશામૃત ભાગ-૩ અહીંયા કહે છે-જે પક્ષ કહ્યો તે પક્ષને હવે તત્ત્વવેદી છોડી હૈ છે. ત્યારે તો તત્ત્વવેદી કહ્યો. ચૈતન્ય તત્ત્વ ભગવાન આત્મા, અનાકુળ આનંદ સ્વરૂપ એવા તત્ત્વને વેદવાવાળો, અનુભવવાવાળો, આસ્વાદ લેવાવાળો તે પક્ષથી અતીક્રાંત છે. આહાહા! આ વાત આવી લ્યો; લોકોને આકરી લાગે તેથી વિરોધ કરે. પરંતુ પ્રભુ! વિરોધ ન કર નાથ! તારી ચીજ આવી છે. ભગવાન !
આહાહા ! તારામાં જે વિકલ્પ ઉઠે છે તેને સ્વેચ્છાએ તેમ ૯૦માં કળશમાં કહ્યું. સ્વભાવના અનુભવ વિના જે વૃતિ ઉઠે છે તે બધા વિકલ્પ છે. અને તે પણ તને લાભદાયક નથી. સમજમાં આવ્યું?
પ્રશ્ન:- તત્ત્વવેદી સમ્યગ્દષ્ટિ છે કે સમ્યજ્ઞાની છે?
ઉત્તર:- તે સમ્યગ્દષ્ટિ અને સમ્યજ્ઞાની બન્ને છે વેદવાવાળો છે ને! તેથી તે સમ્યગ્દષ્ટિ પણ છે અને સમ્યજ્ઞાની પણ છે અને વેદવાવાળો ચારિત્રની સ્થિરતાવાળો પણ છે. તેમણે પ્રશ્ન ઠીક કર્યો. ત્રણેય તત્ત્વો આવ્યા. ભગવાન ચૈતન્ય અનાકુળ આનંદકંદ પ્રભુ તેને અનુભવનાર તત્ત્વવેદી. પાઠમાં “તત્વવેદી” તેવો શબ્દ પડયો છે. તે તત્ત્વને વેદવાવાળો, તત્ત્વની પ્રતીતિ કરવાવાળો, તત્ત્વનું જ્ઞાન કરવાવાળો તે ત્રણેય એક સમયમાં છે. આવો માર્ગ છે.
તત્ત્વવેદી પક્ષપાત રહિત છે. શબ્દ આવ્યો ને કે “હું એક છું' તેવા વિકલ્પના પક્ષપાતથી પણ રહિત છે... એમ જાણ્યું તેનું નામ સમ્યગ્દર્શન ને વેદન છે. બહારનો જેટલો ક્ષયોપશમ હો (તેની સાથે શું છે); શ્રી પ્રવચનસારમાં અમૃતચંદ્રાચાર્ય કહે છેપૂર્ણાનંદનો નાથ છે તે ચીજ ઉપર દૃષ્ટિ થઈ છે અને ચારિત્રની રમણતા છે. સંતોને રમણતા પણ થઈ છે. તે કહે છે- “વિશેષ ક્ષયોપશમથી અલમ્” આહાહા! વિશેષ જ્ઞાનનો વિકાસ હો ના હો તેનાથી બસ થાવ! આહાહા! વિશેષ આવડત હો ના હો ! લોકોને સમજાવતાં આવડે ન આવડે.. તેનાથી બસ થાવ! અમારી ચીજ જે પૂર્ણાનંદનો નાથ છે તે દૃષ્ટિમાં આવ્યો અને તેમાં સ્થિરતા થઈ તે બસ છે. વિશેષ ક્ષયોપશમ ન હોય તો તેની અમને જરૂર નથી. અમને અતીન્દ્રિય આનંદ જોઈએ બસ.
ભગવાનને જાણતા રસ કસ પ્રગટયો. રસબોળ થયો. જેમ પૂરણપૂરી કરે છે ને? તેને ગરમાગરમ ઘી માં નાખે. ઊંચી કરે તો ધી નીતરે.
સંવત ૧૯૫૭ માં અમારા મોટાભાઈ ગુજરી ગયા. નાની ઉંમરમાં ગુજરી જાય અને પછી મહેમાન આવે તો પકવાન બનાવી શકાય નહીં. પછી (પૂરણપૂરી) રોટલી કરે. ત્યારે તો ઘી ૨૦ રૂપિયે મણ હતું રોટલી ઉતારીને ઘી માં નાખે.. પછી પીરસે. ઘીમાં નાખીને ઘી ખાય પરંતુ પકવાન ન બનાવે. એકદમ ગરમ ગરમ હોય અને ઘીમાં નાખે પછી સાણસીથી પકડે તો નીચે ઘી નીતરે. તેમ અહીં આનંદનો રસ ટપકે છે. આનંદને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com