________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
૧૩૬
કલશામૃત ભાગ-૩ જ્યારે (રાગની ) પર્યાય અનાદિથી છે તે પર્યાયનો અંત આવી જાય છે. (૨) તેથી અનાદિ સાંત છે. (૩) પર્યાય સાદિ અનંત છે. નિર્મળ પર્યાય નવી ઉત્પન્ન થઈ તેથી સાદિ અને તે અનંતકાળ સુધી રહે છે તેથી સાદિ અનંત છે. (૧) એક ભંગ અનાદિ અનંત થયો. ( ૨ ) બીજો ભંગ અનાદિ સાંત થયો. (૩) ત્રીજો ભંગ –સાદિ અનંત થયો. ( ૪ ) ચોથો ભંગ–એક સમયની પર્યાય જે ઉત્પન્ન થઈ તે સાન્ત છે. એક સમયની પર્યાય ઉત્પન્ન વિધ્વસિની હોવાથી સાન્ત છે. તે એકલી સાન્ત છે. અને પેલી સાદિ સાન્ત છે, કેમ કે તેમાં આદિ-અનંત નથી માટે.
શ્રોતા:- ચારમાંથી એક લેવી?
ઉત્ત૨:- ચારમાંથી એક લેવી બસ. એટલા માટે કહ્યું. એક સમયની પર્યાય અનાદિ સાન્ત ન લેવી. અહીં એક સમયની પર્યાય સાન્ત તે લેવી.., તે વ્યવહા૨નો પક્ષ છે અને તેનો તો અમે નિષેધ કરતા આવ્યા છીએ.
શ્રોતા:- ચા૨ બોલ બહુત અચ્છા સુનાયા.
ઉત્તર:- આ ચિદ્વિલાસમાં આવે છે. ચિદ્વિલાસમાં આ ચાર બોલ લીધા છે. ચિદ્વિલાસમાં દિપચંદજીએ બહુ સ્પષ્ટ વર્ણન કર્યું છે. ( અધ્યાત્મ પંચસંગ્રહ) સવૈયામાં ઘણું સ્પષ્ટ કર્યું છે. એટલું સ્પષ્ટ કર્યું છે કે સમજાવી શકાય નહીં, પકડી શકાય નહીં. શ્રોતા:- ચિદ્વિલાસની તો વાત છે જ પરંતુ આપે ઘણું ઘણું સ્પષ્ટ કર્યું છે. ઉત્ત૨:- દીપચંદજીએ ઘણું કામ કર્યું છે. દૃષ્ટાંતથી સમજાવ્યું છે. જેવું કેવળીનું સમ્યગ્દર્શન છે. તેવું ( ચોથા ગુણસ્થાન )વાળાનું સમ્યગ્દર્શન છે. સમ્યગ્દર્શનમાં કાંઈ ફેર નથી. સ્થિરતામાં ફેર છે તે તો છે જ. સ્થિરતામાં અલ્પતા છે માટે સમ્યગ્દષ્ટિ પોતાને પર્યાયમાં પામર માને છે અને વસ્તુએ પ્રભુતા માને છે. પર્યાયમાં પામર માને છે અને વસ્તુમાં પ્રભુતા છે તેમ માને છે. આહાહા ! મારી પર્યાય ક્યાં અને ચારિત્રની, અનંત કેવળજ્ઞાનની પર્યાય ક્યાં ? તેની પાસે પર્યાયે ઘણો પામર છું તેમ જાણે છે. દ્રવ્યમાં તો પૂર્ણ પ્રભુતા છે. તે કહે છે જુઓ !
જીવ સાન્ત નથી તે બીજી નયનો પક્ષ છે. તે નિશ્ચયનય છે. સાન્ત નથી અને અનાદિ અનંત છે. ભગવાન! જેની શરૂઆત નથી અને જેનો અંત નથી. અનાદિ નિધન-અણ.. આદિ અને અનિધન અર્થાત્ આદિ નહીં અને અંત નહીં... તેવો શબ્દ આવે છે. હું અનાદિ નિધન છું અને સાંત નહીં. -તે પણ વિકલ્પ છે. અરેરે.. ! હજુ તો શુભજોગ તે મોક્ષમાર્ગ છે. અરેરે ! પ્રભુ શું કરશ.... ભાઈ !
શ્રોતા:- કોઈ નય લગાવી દ્યો સાહેબ !
ઉત્ત૨:- નય લગાડીએ છીએ ને ! તે વ્યવહારનય છે અને વ્યવહારનય હેય છે. આ નય લગાડીને ! વ્યવહારનય હેય છે. પોતાનો શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ જ્યારે ઉપાદેય છે તો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com