________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૮૨
૧૩૫ અનુભવે છે તેનું નામ સમ્યગ્દર્શન છે. ભગવાન આનંદરસથી ભર્યો છે તેને વિકલ્પાતીત કરી દ્યો! આહાહા! કરવાનું આ છે.
તત્ત્વવેદી કૃતકૃત્ય થાય છે. દ્રવ્ય તો કૃતકૃત્ય છે જ. પરંતુ વેદનાર કૃતકૃત્ય થઈ ગયો. તે પર્યાયમાં કૃતકૃત્ય થયો. આવો માર્ગ છે ભગવાન!
પ્રશ્ન- ઘી ની પૂળીમાં જેવો આનંદ આવે છે તેવો છે?
ઉત્તર- તેનાથી અનંતગુણો આનંદ આવે છે. પેલામાં તો આનંદ છે નહીં, માને છે. અમે નાની ઉંમરમાં જોયું હતું. ત્યારે મોટા ભાઈ ગુજરી ગયા હતા. તેમના લગ્નને આઠ વર્ષ થયા 'તા, તેમને એક છોકરો હતો. જુવાન માણસ મૃત્યુ પામે પછી મહેમાન આવે ત્યારે સુખડી ને એવું ન બનાવે. પૂરણપૂરી-પતરવેલિયા બનાવે. સુખડી કરતાં ખર્ચ આમાં વધી જાય પણ વાણિયાની પ્રથા આવી. ઘર સાધારણ હોય તો પણ સુખડી ન બનાવે.
અહીંયા કહે છે પ્રભુ! એકવાર રસબોળ થઈ જા આત્મામાં તેનું નામ વીતરાગી શાસન છે. તેનું નામ વીતરાગ ધર્મ છે, તેનું નામ મોક્ષમાર્ગ છે. સાધકને સ્વસંવેદન પર્યાયમાં રસબોળ થયો તે વેદનમાં આવી ગયું. સ્વસંવેદન અર્થાત સ્વ એટલે પોતાનું અને સમ્ એટલે પ્રત્યક્ષ આનંદનું વેદન કરવું તેને તત્ત્વવેદી કહેવામાં આવે છે. પક્ષમાં રાગનું વેદન છે તે તો દુઃખને વેદવાવાળો છે. ભાષા તો જુઓ! અમૃતચંદ્રાચાર્યે અમૃત લુંટાવ્યો છે. અમૃત નાખ્યા છે.
શ્રોતા:- અંદરમાં અમૃત તત્ત્વ ભર્યું છે.
ઉત્તરઃ- આ અમૃત છે ને ! સમયસારની ૯૬ ગાથામાં કહ્યું હતું કે –મૃતક કલેવરમાં અમૃતસાગર મુછઈ ગયો છે. અમૃતનો સાગર ભગવાન છે તે મૃતક કલેવરમાં મુર્જાઈ ગયો છે. આ (શરીર) પરમાણુ મડદું છે.
જેમ મડદામાં મૃતક કલેવરમાં અમૃતસાગર મુછયો છે તેમ રાગમાં મૂર્છાય ગયો છે. હું એક છું (તેવો વિકલ્પ ) એ મૂછ છે અને તેમાં મૂર્છાઈ ગયો છે. વિકલ્પ છે તે ખરેખર તો મૃતક અને મડદું છે. કેમ કે એ વિકલ્પમાં ચૈતન્ય પ્રકાશનો અભાવ છે.
આહાહા ! હું એક છું તેવો વિકલ્પ રાગ છે અને રાગ અચેતન છે. વિકલ્પ તે ચેતન નહીં. એ અજીવ છે વિકલ્પ જીવ નથી, તે જડ છે.. અને ભગવાન આત્મા તેવો (જડ) નથી. આત્મા તો પક્ષપાત રહિત છે. તેને નિરંતર ચિત્તસ્વરૂપ જીવ ચિત્તસ્વરૂપ જ છે. તેમાં જ્ઞાનનું વેદન ને જ્ઞાન જ છે. તેમાં જ્ઞાનનો રસ છે. તેમાં કોઈ રાગાદિ છે જ નહીં.
કલશ - ૮૨ : ઉપર પ્રવચન વિક્ષ્ય સાંત' “જીવ સાત્ત છે તેવો એક નયનો પક્ષ છે.” પર્યાય છે તે સાન્ત નથી તેવો વ્યવહારનો પક્ષ છે. તેના ચાર પ્રકાર છે. (૧) વસ્તુ અનાદિ અનંત છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com