________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
૧૩૨
કલશાકૃત ભાગ-૩
તેવી વૃતિ ઉઠાવવી તેનાથી શું લાભ છે? સમજમાં આવ્યું ? આ વાત બંને ગ્રંથમાં છે. ચિદ્વિલાસ અને અધ્યાત્મ પંચસંગ્રહ. અહીં તો બધું દેખ્યું છે ને ? અહીં તો ધંધો જ એ કર્યો છે. અહીં તેનો નિચોડ કહેલ છે. જ્ઞાનમાં બધું જાણવામાં આવે છે. પરંતુ હું સૂક્ષ્મ છું તેવા વિકલ્પનો પક્ષ છોડી દે ! આહાહા ! ભગવાન આનંદ૨સનું વેદન કર તો સૂક્ષ્મનું ફળ આવ્યું સમજમાં આવ્યું ?
ક૨વા લાયક હો તો આ એક જ કરવા લાયક છે.. બસ. લાખ જાણપણું હોય તેને અનેક પ્રકા૨નો ધણો ક્ષયોપશમ હોય શું કામનું ? શ્રી પ્રવચનસા૨માં અમૃતચંદ્રાચાર્યે કહ્યું છે કે જ્ઞાનના ક્ષયોપશમથી ‘ અલમ્ ' બસ થાઓઃ પૂર્ણાનંદના નાથને દૃષ્ટિમાં અનુભવમાં લેવો તે અમારી ચીજ છે. આહાહા ! કરવું હોય તો આ છે. છ ઢાળમાં આવે છે ને–
**
લાખ બાતકી બાત યહી, નિશ્ચય ઉર લાઓ;
તોરિ સકલ જગ દંદ-ફંદ, નિત આતમ ધ્યાઓ.”
ભગવાનને ધ્યાવો તેમ ન કહેતાં નિજ આતમને ધ્યાવો તેમ કહે છે, આહાહા ! ભગવાન અનંત આનંદકંદ પ્રભુ ! તેના વિકલ્પનો પક્ષ છોડીને નિજ આતમ ધ્યાવો. વસ્તુ તો આ છે. લાખ શાસ્ત્ર ભણે અને દુનિયાને સમજાવે અને વિકલ્પ ઊઠે... પરંતુ કરવાનું તો આ છે. જેમાં જન્મ મરણનો અંત આવી જાય અને જેના (ફળમાં ) અનંત... અનંત... અનંત.. આનંદની પ્રાપ્તિ થાય. નિર્વિકલ્પ વેદન કરવું તે ચીજ છે. આ સૂક્ષ્મના બોલનું ભાઈએ કહ્યું હતું.
કલશ-૮૧ : ઉપર પ્રવચન
แ
જીવ એક છે.” સર્વ જીવ તરીકે એક તેમ નહીં જીવમાં અનંતગુણ છે. અનંતી પર્યાય છે પણ વસ્તુ તરીકે તે એક છે.. તેને નિશ્ચયનય કહે છે. જીવ એક છે અર્થાત્ સર્વજીવ તરીકે એક છે તેમ નથી. જેમ વેદાંત કહે છે કે –સર્વ વ્યાપક જીવ છે, તેમ છે નહીં.
અહીંયા તો આત્મા એક છે. ભગવાન આત્મા ગુણી અને તે પર્યાયનો ભેદ વિનાનો અભેદ સતા સ્વરૂપ પ્રભુ એક છે... ત્યાં સુધી આવ્યો. આવો વિકલ્પ ઉઠાવ્યો કે– હું એક છું–શરીર, મન, વાણી તો નહીં. સ્ત્રી-કુંટુબ પરિવાર તો મારા નહીં; હું અનેક તો નહીં, પરંતુ નિશ્ચયમાં અનંગુણની અનંતી પર્યાયનો ભેદ પણ હું નહીં.. તેવો હું એક છું.. તેવો વિકલ્પ તે હું નહીં.
આ બધા કળશો પૂરા થાય પછી ૯૦માં કળશમાં આવશે... ‘સ્વેચ્છા’ શબ્દ. જે વિકલ્પ ઊઠે છે તે સ્વભાવમાં નથી. અહીં તો પક્ષપાતની વાત છે. ત્યાર પછી “ 'स्वेच्छा સમુન્દ્વનન્ ” એટલે વિકલ્પ કલ્પનાથી ઊઠે છે, સ્વભાવમાં છે નહીં. સમજમાં આવ્યુ ? ‘હું એક છું તેવા વિકલ્પની વૃતિમાં અર્થાત્ આંગણામાં આવ્યો... પરંતુ તે આંગણું
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com