________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩)
કલશામૃત ભાગ-૩ આગળ ચડાવી દીધા. પછી પૂછયું વસ્તુ છે કે નહીં? તે કહે વસ્તુ નથી. ભાવ છે કે નહીં? તે કહે – ના ભાવ નથી.
આ પહેલાં પ્રતાપગઢવાળા એક ભાઈ આવ્યા હતા. તેનો એક મહિના પહેલા પત્ર આવ્યો હતો. હું તીર્થકર છું. તે રાજપુરુષ તીર્થકરની સાથે જનમ્યો છે. અમારે ત્યાં તો ૨૪ તીર્થકર થઈ ગયા. અમે ત્યાં આવીએ ત્યારે અમારી સગવડ કરી દેજો.
તે અહીંયા આવ્યા, અહીંયા તો (આશ્ચર્ય) કાંઈ છે નહીં. તે કહે– આસન લગાવો, હું તીર્થકર છું. અમારા જેવા આવે તેના માટે આસન બનાવો. હું તીર્થકર છું, મને ચાર ઘાતિકર્મોનો નાશ થયો છે. હું સત્ય કહું છું. અરે. ભગવાન ! આ તમે ક્યાં આવ્યા છો? આવાય માણસ છે. આવી તત્ત્વની સ્થિતિ બહાર આવી તો પણ આવું ચાલે!
શ્રોતાઃ- આપની પાસે પૈસા નથી.
ઉત્તર- પૈસા તો ભગવાન પાસે પણ ક્યાં છે? પછી તે કહે- ભગવાન પાસે અધાતિ કર્મ બાકી હતા તો પૈસા ન હતા અને મારી પાસે અઘાતિ કર્મ બાકી છે તો પૈસા નથી. ચંદુભાઈ ! સાંભળ્યું હતું કે નહીં? પછી મેં કહ્યું- ભાઈ ! તું મિથ્યાષ્ટિ છો. તો પણ ઉભો રહી ને ત્રણ વખત પગે લાગે.
અરે બાપા! સમ્યગ્દર્શન કોને કહેવું તે ખબર નથી ને થઈ ગયો કેવળી? વસ્ત્રપાત્ર સહિત કેવળી. વસ્ત્રનો ટૂકડો હોય તો પણ મુનિ ન હોઈ શકે. તે દિગમ્બર હતો પણ કાંઈ ભાન ન મળે.
ભાવ વસ્તુ છે. અનંતભાવ સંપન્ન પ્રભુ છે. તેનો વિકલ્પ કરવો તે પક્ષ છે. તે વિકલ્પને છોડીને તત્ત્વવેદી તો પોતાના આનંદનો અનુભવ કરે છે. પક્ષમાં રહેતા નથી. પ્રવચન નં. ૮૫
તા. ૩-૯-'૭૭ કળશટીકા છે. ૮૦ કળશ સુધી ચાલ્યું છે. એક ભાઈનો પ્રશ્ન હતો કે ૭૭ કળશ સૂક્ષ્મ છે તેથી થોડું લ્યો! સૂક્ષ્મ છે તે આત્માનો સ્વભાવ છે.
એક પક્ષ કહે-આત્મા સૂક્ષ્મ છે અને એક પક્ષ કહે સ્થૂળ છે. વ્યવહારનયના વિષયનો તો પ્રથમથી જ નિષેધ કરતા આવ્યા છીએ. અહીંયા તો આત્મામાં એક સૂક્ષ્મ નામનો ગુણ છે. તેની પર્યાય સૂક્ષ્મ કહેવામાં આવી છે. આત્મામાં અનંતી પર્યાય છે. જ્ઞાન સૂક્ષ્મ, આનંદ સૂક્ષ્મ, અનંતગુણ સૂક્ષ્મ છે. (સૂક્ષ્મગુણનું વર્ણન) ચિવિલાસમાં લીધું છે અને અધ્યાત્મ પંચ સંગ્રહ સવૈયામાં લીધું છે. તેમાં ઘણી સૂક્ષ્મ વાત આવી છે.
સુક્ષ્મનામનો ગુણ છે. તેથી સાથે જ્ઞાન-દર્શનની સુક્ષ્મતા લીધી. તે સુક્ષ્મતામાં ગુણ પર્યાય લીધી. ભેદને લીધું હોં! ત્યાં શબ્દ તો પર્યાય વાપર્યો છે. સુક્ષ્મગુણની પર્યાય એમ ! સુક્ષ્મગુણ છે તેથી જ્ઞાનમાં સુક્ષ્મતા, દર્શનમાં સુક્ષ્મતા, અનંતગુણમાં સુક્ષ્મતા એવું હોવા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com