________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૮૦
૧૩૧ છતાં પણ હું સૂક્ષ્મ છું અથવા અનેકગુણ સૂક્ષ્મ છે તેવો વિકલ્પ ઉઠાવવો તે બંધનું કારણ છે. હું સ્થળ છું અને સૂક્ષ્મ નથી એ વાત તો અહીં છે જ નહીં, તેને તો કાઢી નાખી.
વસ્તુ સુક્ષ્મ, તેના અનંતગુણની સુક્ષ્મતા અને અનંતગુણની પર્યાયની સુક્ષ્મતા તે ભેદ છે. અધ્યાત્મ પંચ સંગ્રહ સવૈયામાં એવો પાઠ છે.! ___“गुण सूक्ष्म के अनंत पर्याय ज्ञान सूक्ष्म , दर्शन सूक्ष्म वीर्यसूक्ष्म सुखसूक्ष्म सर्वगुणसूक्ष्म सो सूक्ष्म गुणतीका पर्याय सूक्ष्म अनंत फैल्या।।”
ચિવિલાસ આ વાત દીપચંદજીએ લીધી છે. પર્યાય સૂક્ષ્મ. પર્યાયનો અર્થ ભેદ કર્યો છે. આવી વાત ચિવિલાસમાં લીધી છે. ગુણ સૂક્ષ્મ, અનંતગુણ પર્યાય સૂક્ષ્મ, દર્શન સૂક્ષ્મ, વીર્ય સૂક્ષ્મ, બધા ગુણ સૂક્ષ્મ સૂક્ષ્મ. ગુણ ત્રિકાળ લેવો અને પર્યાય સૂક્ષ્મ અનંત ફેલ્યા. અનંતગુણમાં સૂક્ષ્મતાનો વિસ્તાર છે.
પ્રશ્ન:- સૂક્ષ્મગુણ વીર્યશક્તિમાં કેવી રીતે કારણ છે?
ઉત્તર- આ વાત પહેલી આવી ગઈ છે. નામકર્મનો અભાવ તે સૂક્ષ્મગુણ પ્રતિજીવી છે. આ પ્રશ્ન પહેલાં આવી ગયો છે. નામકર્મનો અભાવ થતાં અમૂર્ત થયો. એ અમૂર્તિને સૂક્ષ્મ ગુણમાં નાખી દીધું છે. તે પ્રતિજીવી ગુણ છે. જીવ તો વસ્તુ છે. નામકર્મના અભાવ પૂર્વક સૂક્ષ્મ પ્રતિજીવી ગુણ છે. અને આ અગુરુલઘુ છે તે ગોત્રકર્મનો નાશ થવાથી અગુરુલઘુ પ્રતિજીવી ગુણ પ્રગટે છે. અને જે અસ્તિત્વ, વસ્તુત્વ આદિ છ સામાન્ય ગુણો છે તેમાં અગુરુલઘુગુણ છે તે અનુજીવી ગુણ છે. સમજાય એટલું સમજો ! આ તો
ચ સૂમો ન તથા પરચ” ત્યાં સૂક્ષ્મગુણ લેવો જેમ જ્ઞાનગુણ છે... તેમ સૂક્ષ્મગુણ છે. અહીંયા અને ચિવિલાસમાં બન્ને જગ્યાએ સૂક્ષ્મગુણની પર્યાયને ગણવામાં આવી છે. “ગુખ સૂક્ષ્મ છે અનંત પર્યાય જ્ઞાન સૂક્ષ્મ દર્શનસૂક્ષ્મ વીર્યસૂક્ષ્મ શુરવસૂક્ષ્મ સવાળ સૂક્ષ્મ, સો સૂક્ષ્મ ગુણાતીel પર્યાય સૂક્ષ્મ અનંત ન્યા.” આવો વિસ્તાર દીપચંદજી સિવાય કોઈએ કર્યો નથી. શક્તિ-ગુણનું વર્ણન ઘણું કર્યું છે. તેમનો ક્ષયોપશમ ઘણો. કેટલીક વાત તો પકડાય નહીં. એટલો ક્ષયોપશમ.
ચિવિલાસમાં પણ એ જ લીધું છે જુઓ! એક સૂક્ષ્મગુણની પર્યાય અનંતી છે, તેમાં જ્ઞાન સુક્ષ્મ, દર્શન સૂક્ષ્મ (આદિ) સર્વ ગુણ સૂક્ષ્મ જાણો. સૂક્ષ્મ ગુણ પર્યાય છે. સૂક્ષ્મગુણનું જ્ઞાન સૂક્ષ્મ અને પર્યાય પણ સૂક્ષ્મ છે. આવી વાત દિપચંદજી લખે છે.
હું સૂક્ષ્મ છું” છે તો સૂક્ષ્મ પરંતું હું સૂક્ષ્મ છું તેવો વિકલ્પ ઉઠાવવો તે પક્ષ છે. જ્યારે વસ્તુ પક્ષાતિક્રાંત છે. એ શું કહ્યું? હું સૂક્ષ્મ છું તેવો વિકલ્પ સૂક્ષ્મ-વૃતિ ઉઠે છે તે પક્ષ છે. તે તો પહેલા પંડિતજીને બતાવ્યું હતું...“તેથી શું તત:મિ
હું સૂક્ષ્મ છું એવા વિકલ્પમાં આવ્યો ત્યાં બીજી વાત તો ક્યાંય રહી ગઈ. શરીર ને વાણી ને રાગભાવ તો પરમાં ગયા, અહીંયા તો હું સૂક્ષ્મ છું અને અનંતગુણ સૂક્ષ્મ છે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com