________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૮
કલશામૃત ભાગ-૩ આવો. તેની પાસે કરોડો રૂપિયા હતા અને પેદાશ પણ ઘણી હતી. અમે તેના બંગલે ગયા ત્યારે રાજા અને રાણી બન્ને હતા. બંગલામાં અંદર ગયા તો રંગોળી હતી ત્યાં બાઈ ઉભી રહી ગઈ. દરબાર પણ ત્યાં ઉભા રહી ગયા. પછી અમે કહ્યું- આ રાજ નહીં. અનંત આનંદ સ્વરૂપ ભગવાન... રાજતે શોભતે તે રાજા. તેને અમે સામ્રાજ્ય કહીએ છીએ આ ધૂળને સામ્રાજ્ય કહેતા નથી. અમે તો તેમને કહ્યું ! અમારે ક્યાં કાંઈ લેવું હતું. બિચારાએ શાંતિથી સાંભળ્યું! રાણી રાજા કરતાં બહુ હોંશિયાર હતી. તે બોલી મહારાજ! સાચી વાત છે. દશ મિનિટ બેઠા... એક હજાર રૂપિયા મૂકયા પછી નીકળી ગયા. પછી અમારે વાંચનનો ટાઈમ થઈ ગયો હતો.
શ્રોતાઃ- દશ મિનિટના એક હજાર?
ઉત્તર- એક હજારનું અમારે શું? પાંચ લાખ હોય તો ય શું? પછી તંબોલીનાં ઘરે ગયા. એક હજાર રૂપિયા મૂકયા તે આપણે મોક્ષશાસ્ત્રમાં તેમનું નામ નાખ્યું છે. એમાં શું હવે! હજાર- લાખો- કરોડોની શું કિંમત છે!
અહીંયા તો કહે છે કે અંદર રાજા છે. હું રાજા છું તેવો વિકલ્પ ત્યાં લગી થતો હતો; - જ્યાં સુધી રાજાની ગાદી ઉપર ન બેઠો ત્યાં સુધી. રાજાનો વિકલ્પ છે. ગાદી ઉપર બેસી ગયો પછી હું રાજા થવાનો છે તેવો વિકલ્પ છે?
તેમ હું અભેદ છું, હું કોઈનું કાર્ય નથી એવો વિકલ્પ હતો, પરંતુ અંદર વેદનમાં ગાદીએ બેસી ગયો, અંદરમાં ગયો તો વિકલ્પ છૂટી ગયો. આપણે તો અહીં સિદ્ધાંતનું કામ છે; દાખલા તો ઠીક હવે!
તેમ આત્મા આનંદનો નાથ પ્રભુ છે તે કોઈનું કાર્ય નથી અને કોઈનું કારણ નથી. તે યથાર્થ વાત છે. પરંતુ આવા વિકલ્પના પક્ષમાં રહે તો રાગ થાય છે.
રાજતે શોભતે ઈતિ રાજા. ભગવાન ! આનંદ ને શાંતિથી શોભે એ આત્મરાજા. રાજતે શોભતે રાજાનું.. રાજ્ય કહે છે ને! ૧૭-૧૮ ગાથામાં આવે છે કે- પહેલાં રાજાને જાણે. રાજાને તેનાં લક્ષણથી, ચિહ્નથી તેને દેખે કે આ રાજા છે. આ પુણ્યવાન દેખાય છે, રાજા કાંઈ નમાલા ન દેખાય. તેનુ તેજ જુઓ, તેનાં કપડાં જુએ અને જાણે કે આ રાજા છે.. પછી તેની સેવા કરે- શ્રદ્ધા કરે.
૧૭-૧૮ ગાથામાં આ દૃષ્ટાંત આપ્યું છે. તેમ રાજા જીવરાજા ! ભગવાન આત્મા અનંતગુણના રાજ્યથી પ્રભુ શોભે છે. એ રાજાની પહેલાં પ્રતીતિ કરે, અનુભવ કરે. પહેલાં પ્રતીતિ કરે અને પછી તેની સેવામાં ઝૂકી જાય. ભગવાન આત્માની સેવા હોં! એ ચારિત્ર થતાં તેને મોક્ષ થઈ જાય.
અહીંયા કહે છે- તત્ત્વવેદી પક્ષપાત રહિત છે. તેને નિરંતર ચિત્તસ્વરૂપ જીવ નિરંતર ચિત્ત સ્વરૂપ છે. વિકલ્પથી પાર થઈને વેદનમાં આવ્યો, એ વેદના થયા પછી તેને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com