________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કલશ-૭૮
૧૨૩ પક્ષમાં રહે છે ત્યાં સુધી આકુળતા રહે છે. માર્ગ બહુ ઝીણો બાપુ!
વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વર કહે છે- દરેક આત્માઓ સર્વજ્ઞ અને સર્વદર્શી પરમેશ્વર શક્તિથી ભર્યા પડ્યા છે. ભગવાન સર્વજ્ઞ અને સર્વદર્શીથી ભરિતાવસ્થ છે. અવસ્થ એટલે ત્યાં અવસ્થા ન લેવી. અવ નામ નિશ્ચય અને સ્થ એટલે (હોવાપણું). આત્માનો સર્વજ્ઞ અને સર્વદર્શી સ્વભાવ છે. તે સર્વને દેખે છે માટે સર્વદર્શી છે એમ નથી. પોતાના આત્મજ્ઞનો સ્વભાવ જ એવો છે બસ. પોતામાં રહીને, પરને અડયા વિના દેખે છે. પરની સત્તા છે તો સર્વજ્ઞપણું ઉત્પન્ન થયું છે તેમ છે નહીં.
આહાહા! ભગવાન આત્માને કોઈનું કારણ નથી. આત્મા કારણ નથી એ પક્ષ પણ પક્ષાતિક્રાંત કરતાં છૂટી જાય છે. આહા! માર્ગ આવો છે બાપુ !
આ પ્રકારે ચિત્ત સ્વરૂપ જીવના સંબંધમાં બે નયના બે પક્ષપાત છે. અમે વ્યવહારનો પક્ષ તો છોડાવતા આવ્યા છીએ. આગળ કહે છે- નિશ્ચય પણ હેતુ નથી તેવો નિશ્ચયનો પક્ષ એ પણ છોડાવીએ છીએ.
આહાહા! ભગવાન જ્ઞાતાદેષ્ટા- આનંદ સ્વરૂપ પ્રભુ! તેમાં હું અભેદ, પરનો હેતુ નથી.. એવો વિકલ્પ છે તે પક્ષ છે. પક્ષ છે એ પણ ખટકે છે. આંખમાં નાનો કાણો પડયો હોય તો જેમ ખટક, ખટક થાય છે તેમ હું હેતુ નથી તેવો વિકલ્પ ખટકે છે. હવે આની તકરાર. આમાં વાદ-વિવાદ શી રીતે કરવો? આહાહા! વસ્તુનું સ્વરૂપ જ આવું છે.
સર્વજ્ઞ પરમાત્મા ત્રિલોકીનાથ દેવાધિદેવ આમ વર્ણન કરે છે. સંતો આડતિયા થઈને સર્વશનો માલ જગતને બતાવે છે. પ્રભુ! એકવાર સાંભળ તો ખરો નાથ ! તારી ચીજ બીજાને કારણ નથી એવો વિકલ્પ પણ તને ખટકે છે; તે દુઃખ છે. ધર્મી તત્ત્વવેદી પક્ષ છોડીને તે પોતાના ચૈતન્ય તત્ત્વના વેત્તા જાણનાર અનુભવનાર છે. તત્ત્વવેદી પક્ષપાતરહિત છે. ઉપર પક્ષપાત કહ્યું હતું, અહીં તત્ત્વવેદી કહ્યું. ચૈતન્ય સ્વરૂપ, ભગવાન આનંદ સ્વરૂપ તેના આનંદના વેદવાવાળા તત્ત્વવેદી એટલે સમકિતી જીવ છે. સમાજમાં આવ્યું?
છ ઢાળામાં આવે છે ને! ધ્યાતા, ધ્યાન ને ધ્યેય છે... એવા વચનનો જ્યાં વિકલ્પ પણ નથી.
જહું ધ્યાન-ધ્યાતા–ધ્યેય કો, ન વિકલ્પ વચ-ભેદ ન જહાં;
ચિદુભાવ કર્મ ચિદેશ કર્તા, ચેતના કિરિયા તહાં.” ત્યાં વિકલ્પ જરી પણ નથી. હું ધ્યાન કરવાવાળો છું ને હું ધ્યેય છું ને હું ધ્યાતા છું એ પણ એક વિકલ્પ છે. આહાહા ! એ તત્ત્વવેદી એમ કહ્યું ને? જેણે પક્ષપાત છોડી દીધો છે તે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com