________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
કલામૃત ભાગ-૩
બપોરે ચાલે છે ને ! અભેદનો પક્ષ પણ વિકલ્પ છે. હું અભેદ છું એવો વિકલ્પનો પક્ષ પણ દુઃખરૂપ છે. આહાહા ! અભેદના પક્ષનો વિકલ્પ દુઃખરૂપ છે તેથી દુ:ખ કા૨ણ અને અભેદ દૃષ્ટિ કાર્ય તેમ છે નહીં. અને તે દુઃખનું કારણ પણ આત્મા નથી. ભગવાન આત્મા તો શુદ્ધ જ્ઞાનાનંદ સ્વરૂપ છે. દુઃખ નામ આસવ, દયા- દાન- વ્રત- ભક્તિના પરિણામ એ આસ્રવનું કારણ ભગવાન આત્મા નથી.
૧૨૦
બહા૨માં અત્યારે તોફાન ચાલે છે. વ્યવહારથી થાય છે... વ્યવહારથી થાય છે. અહીં કહે છે કે- વ્યવહાર અસત્યાર્થ છે, નિશ્ચય જ સત્યાર્થ છે. વ્યવહા૨ને હેતુ કા૨ણ કહ્યો પણ તે... અસત્યાર્થ છે. આ તો જેને પોતાનું કાર્ય કરવું હોય તેની વાત છે. દુનિયામાં પંડિતાઈ બતાવીને વ્યવહા૨ને સિદ્ધ કરવો કે- વ્યવહારથી થાય છે. ભાઈ ! વ્યવહા૨થી કથન કર્યું છે પરંતુ વ્યવહા૨થી થાય છે તેમ છે જ નહીં.
શ્રોતાઃ- વ્યવહા૨ના અભાવથી થાય છે.
ઉત્તર:- હા, અભાવ છે, ભાવરૂપ જે કા૨ણ પરમાત્મા ત્રિકાળી ભગવાન જે પૂર્ણાનંદ સ્વરૂપ છે તે કારણ ૫રમાત્મા પર્યાયનું કા૨ણ છે અને પર્યાય કાર્ય છે એ પણ વ્યવહા૨ છે. કેમ કે નિર્મળ પર્યાય છે તે પોતાનું સ્વયં કારણ છે અને તે સ્વયં કાર્ય છે. નિર્મળ સમ્યગ્દર્શનની પર્યાય અભેદના આશ્રયથી, અભેદના લક્ષથી થાય છે, છતાં એ પર્યાયનું કા૨ણ અભેદનું લક્ષ કર્યું તે કા૨ણ નથી. એ નિર્મળ સમ્યગ્દર્શન પર્યાય તે પોતાનું કા૨ણ અને પોતાનું કાર્ય છે.
,
નીવો
સમયસાર ૧૧ ગાથામાં કહયું છે કે “ ભૂવત્વમસ્તિવો વનુ સન્માવિકી દવવિ ભગવાન સત્યાર્થ, ભૂતાર્થ, ૫૨માર્થ પારિણામિક ત્રિકાળ જ્ઞાયકભાવ છે... તેનો આશ્રય કરવાથી સમ્યગ્દર્શન થાય છે. અગિયાર ગાથામાં આવ્યું ને કે ‘ભૂવત્વમસ્તિવો ચત્તુ’ તે અપેક્ષિત વાત છે. બાકી નિશ્ચયથી તો સમ્યગ્દર્શનની પર્યાય પોતાનું કા૨ણ અને પોતાનું કાર્ય છે. પર્યાયમાં જ બધું કર્તા, કરણ, કાર્ય, સંપ્રદાન, અપાદાન, અધિકરણ બધું પર્યાયમાં છે.
શ્રોતા:- આશ્રયનો મતલબ શું થયો ?
ઉત્ત૨:- આશ્રયનો મતલબ સ્વમાં લક્ષ જવું. બસ એટલું, બાકી (દ્રવ્ય ) આશ્રય દેતું નથી.
શ્રોતા:- આશ્રયનો મતલબ સન્મુખતા.
ઉત્ત૨:- અંદર ગયો, અંદરમાં લક્ષ ગયું બસ એટલું. એ પણ એક અપેક્ષાએ આશ્રય કહ્યો છે. બાકી એ પણ પર્યાયના સામર્થ્યથી ત્યાં લક્ષ ગયું છે. દ્રવ્યના સામર્થ્યથી પર્યાયનું લક્ષ તે તરફ ગયું છે તેમ નથી. સમજમાં આવ્યું ?
શું કહ્યું ? પર્યાય પોતાનું સ્વતંત્ર સામર્થ્ય રાખે છે. આખા દ્રવ્યનું જ્ઞાન થવામાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com