________________
૧૧૯
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કલશ-૭૮ પાલેજમાં દુકાન હતી. પછી ગામમાં શ્વેતામ્બર- સ્થાનકવાસીના સાધુ આવે અને ચોમાસુ કરે. અમે તેમની આસપાસમાં રહી તેમનું ધ્યાન રાખીએ. ત્યાં સાધુ આવ્યા... અમે સાધુને લેવા જતા હતા તો કહ્યું કે- સાધુનું ધ્યાન રાખજો. પણ એ તો રાગ હતો.
ત્યારે ડાહ્યાભાઈ ધોલકાનું નાટક હતું મોટું આઠ દિવસમાં બે વખત નાટક કરે. એક રાતના ૧૫00 રૂપિયા તે વખતે ૬૪ની સાલમાં લ્ય. એ ડાહ્યાભાઈનો દેહ છૂટવાનો કાળ હતો ત્યારે તે એવું બોલ્યા કે- ડાહ્યા તારું ડહાપણ શું કામ આવ્યું? આ નાટક બનાવ્યા.. આ બનાવ્યું ડાહ્યા થઈને પરંતુ ડાહ્યા તારું ડહાપણ એટલે હુશિયારી ક્યારે કામ આવે? અત્યારે શાંતિથી મરણ કર. પ્રવચન નં. ૮૪
તા. ૨-૯-'૭૭ કલશ - ૭૮: ઉપર પ્રવચન એક પક્ષ એ છે કે- જીવ કારણ છે. પરદ્રવ્યની પર્યાયનું કારણ જીવ છે, અથવા રાગનું કારણ છે તેવું એક વ્યવહારનયના પક્ષનું કથન છે. તેનો તો નિષેધ કરતા જ આવ્યા છીએ. પરંતુ જીવ હેતુ નથી તે નિશ્ચયનયનો પક્ષ છે.
ભગવાન આત્મા પરદ્રવ્યની પર્યાયનું કારણ નથી. વ્યવહારરત્નત્રયના કારણથી પોતાનામાં કાર્ય થયું તેમ તો નથી. ખરેખર તો વ્યવહારરત્નત્રયનું પણ ભગવાન આત્મા કારણ નથી. છ ઢાળામાં તો એમ કહ્યું કે- “હેતુ નિયત કો દોડ્ડ” એટલે કે- તે વ્યવહારથી નિશ્ચયનો હેતુ છે. નિશ્ચયનો હેતુ કહ્યો તે વ્યવહારથી કહ્યો. યર્થાથમાં હેતુ નથી. તે આપણે અકાર્ય કારણ શક્તિમાં આવી ગયું છે.
પ્રશ્ન:- કારણ સો વ્યવહારો !
ઉત્તર- “હેતુ નિયત કો હોઈ ” તે શબ્દ આવ્યો ને! હેતુ એ જ વ્યવહાર છે. નિયત કો હેતુ અર્થાત્ હેતુ તે જ વ્યવહાર છે. સત્યાર્થનો હેતુ વ્યવહાર છે. નિશ્ચય સત્યાર્થ છે તેનો વ્યવહાર હતુ કહેવામાં આવ્યો છે. આ વ્યવહારની કથનશૈલી છે. વસ્તુ સ્થિતિ તો સમયસાર ૭ર ગાથામાં આવી ગઈ છે.
સમયસાર ૭ર ગાથામાં છે કે- શુભભાવ આદિ ભાવ છે તે દુઃખરૂપ છે, તે દુઃખનું કારણ આત્મા નહીં. આહાહા ! સૂક્ષ્મ વાત છે ભાઈ ! ભગવાન પરમાનંદ સ્વરૂપ પ્રભુ છે. દુઃખ નામ આસ્રવ પુષ્ય ને પાપના ભાવ, વ્યવહાર રત્નત્રયના ભાવ તે દુઃખરૂપ છે. ભગવાન દુઃખનું કારણ નથી. અને તે દુઃખનું કાર્ય પણ નથી.
હવે પછીના શ્લોકમાં આવશે કે- સ્વનો આશ્રય કર્યો માટે સમ્યગ્દર્શન- જ્ઞાન પ્રગટ થયા, તેમ પણ છે નહીં. આહાહા ! ઝીણી વાત છે ભાઈ ! ચૈતન્ય સ્વયં સિદ્ધપ્રભુ, અનંત ચૈતન્ય રત્નાકર તેની અભેદ દૃષ્ટિ અનંતકાળમાં ક્યારેય કરી નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com