________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
કલશ-૭૩
૧૧૭
સ્વભાવનો અનુભવ કરવાથી ભવછેદ થાય છે. બાકી બધી વાતું છે. સમજમાં આવ્યું ? અહીંયા કહ્યું- જીવ રાગી છે તો તે વ્યવહારનયનો પક્ષ છે. નિશ્ચયનયના પક્ષમાં હું રાગી નથી.. તે પણ એક વિકલ્પ કલ્પના છે. તેને છોડીને તત્ત્વવેદી વિકલ્પથી ચ્યુત ( રહિત ) થાય છે. આહાહા ! અને પોતાના સ્વરૂપનું વેદન કરે છે.. તેમાં વિકલ્પનો સહારો નથી.. વિકલ્પને અવકાશ નથી. વિકલ્પ છે તે ચૈતન્ય વસ્તુમાં મગ્ન નથી. આહાહા ! તેને પક્ષપાત રહિત, ચિદાનંદ સહિતનું વેદન કહેવામાં આવે છે. આવો માર્ગ છે.
કલશ
૭૩ : ઉ૫૨ પ્રવચન
કળશ-૭૩માં ‘ ઘુસ્ય દષ્ટા’ જીવ દ્વેષી છે તે વ્યવહારનયનો પક્ષ છે, એક કહે છે- હું દ્વેષી નથી તે નિશ્ચયનયનો પક્ષ છે, તે પણ વિકલ્પ છે- પક્ષપાત છે. એકરૂપ ચીજમાં અનેક કલ્પના ઉઠાવવી તે પક્ષપાત છે. આહાહા ! તેને છોડીને તત્ત્વવેદી દષ્ટ નહીં એવા વિકલ્પથી પણ ચ્યુત (રહિત ) થઈ જાય છે.
(૮
પુત્સ્ય ।” વ્યવહારનયને માનનારા માને છે કે હું રાગનો કર્તા છું. વ્યવહારનયના પક્ષવાળા એમ માને છે કે- હું રાગનો- વિકલ્પનો કર્તા છું. “ ન તથા પરલ્ક્ય ” નિશ્ચયનયનો પક્ષ છે કે- હું રાગનો કર્તા નથી. રાગનો કર્તા નથી એ વાત સાચી છે પણ રાગનો કર્તા નથી એવો વિકલ્પ ઊઠાવવો તે પક્ષપાત છે. આહાહા ! વસ્તુ પક્ષાતિક્રાંત છે. પક્ષથી અતિક્રાન્ત અંદરમાં ભિન્નપણે વસ્તુ પડી છે. આહાહા ! અરે ! આવી વાત સાંભળવા ન મળે તે કે' દિ વિચારે અને કે' દિ પ્રયોગ કરે અને કે' દિ અનુભવ કરે. આહાહા ! કરવાનું તો આ છે. બાકી તો બધી વાતો છે.
66
‘પુત્સ્ય મોગ” હું રાગનો ભોક્તા છું એવો વ્યવહારનયનો પક્ષ છે. એ તો આપણે અભોક્તા શક્તિમાં આવી ગયું. આત્મા રાગનો ભોક્તા નથી એવી અભોક્તા શક્તિ છે. અકર્તા શક્તિ આવી ગઈ. આત્મા રાગનો કર્તા છે એવું છે નહીં. તેમાં એમ આવ્યું કે- કર્મના નિમિત્તથી ઉત્પન્ન થયેલા રાગાદિ તેનાથી ઉ૫૨મ અર્થાત્ નિવૃત સ્વરૂપ છે. અકર્તાપણું તે આત્માનો સ્વભાવ છે. આહાહા ! વ્યવહાર રત્નત્રયનો વિકલ્પ છે તેનો પણ આત્મા કર્તા નથી. દેવગુરુશાસ્ત્રની શ્રદ્ધાનો રાગ, એના કરતાં પણ આત્માની શાસ્ત્રને ભણવા તરફ જે બુદ્ધિ જાય છે તે બુદ્ધિ વ્યભિચારિણી છે.
શ્રોતા:- શાસ્ત્ર ભણવાના તો કલાસ ચાલે છે ને ?
-
ઉત્ત૨:- એવો વિકલ્પ હો ! પણ તે વ્યભિચાર છે. તે કલાસમાં શીખવાડયું આ છે. વઢવાણના એ ભાઈ આવ્યા હતા. તેમને કોઈએ પૂછ્યું કે- તમે નિમિત્તને માનતા નથી તો પછી વારંવા૨ સોનગઢ કેમ જાવ છો ? નિમિત્ત પાસે જાવ છો અને નિમિત્તથી થતું નથી ? આવો પ્રશ્ન કર્યો. વઢવાણવાળા ભાઈએ જવાબ આપ્યો કે– અમે ત્યાં જાઈએ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com