________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૬
કલશામૃત ભાગ-૩ આહાહા! ભગવાન આત્મા પોતાના શુદ્ધ આનંદ ને જ્ઞાન સ્વભાવથી જાણવામાં આવે છે. રાગથી, વિકલ્પના પક્ષથી ને વ્યવહારથી તો જાણવામાં આવતો પણ નથી. આહાહા! આવી વાત છે. એકાંત લાગે તો શું થાય? એકાંત છે. એકાંત છે. વ્રત- તપકાય કલેષ કરે છે એને તો તમે કહેતા નથી એને તો તમે ઉડાડી દ્યો છો... તે એમ કહે છે. ભગવાન સાંભળ તો પ્રભુ! તારી ચીજમાં વિકલ્પ છે જ નહીં ને! વિકલ્પ નથી તો પછી તે વિકલ્પથી લાભ થશે? વિકલ્પથી લાભ થશે તો તેનો અર્થ એ થયો કે- વિકલ્પ આત્માનું સ્વરૂપ છે. જો વિકલ્પથી લાભ થશે તો વિકલ્પ પોતાનું સ્વરૂપ થઈ ગયું. લાભ તો પોતાના સ્વરૂપથી થાય છે.
પ્રથમ તે પોતાની શ્રદ્ધામાં નિર્ધાર તો કરે કે- આત્મા તો વિકલ્પરહિત છે. પછી તત્ત્વનું વેદન- આનંદનું વેદન આવે છે. ત્યારે સમ્યગ્દર્શન થાય છે. ચારિત્ર તો હજુ ક્યાંય રહ્યું પ્રભુ! આ તો અલૌકિક વાતું છે.
અહીં તો સમ્યગ્દર્શન- તત્ત્વવેદીની વાત ચાલે છે. તેને પ્રત્યક્ષપણે સ્વાદ આવે છે. મોક્ષમાર્ગ પ્રકાશકમાં રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં આવે છે કે- સવિકલ્પ દ્વારા નિર્વિકલ્પ થાય છે. તેને વિકલ્પ આવ્યો છે. શુદ્ધ છું, બુદ્ધ છું એવા વિકલ્પ પછી .. વિકલ્પને છોડીને નિર્વિકલ્પ થાય છે. આ રીતે સવિકલ્પ દ્વારા નિર્વિકલ્પ તેવો તેનો અર્થ છે. અહીં બધી ખબર છે.
સવિકલ્પ દ્વારા નિર્વિકલ્પ તેનો અર્થ શું? સમ્યગ્દષ્ટિ જીવ જ્યારે ધ્યાનમાં સ્થિત થાય છે ત્યારે પહેલાં આવો વિકલ્પ આવે છે- હું શુદ્ધ છું, અબદ્ધ છું, પૂર્ણ છું.. બસ એટલું. પછી હું પરમાત્મા છું તે વિકલ્પ છે. તે વિકલ્પ છોડીને, પોતાનો નિર્વિકલ્પ અનુભવ કરે છે. વિકલ્પ છોડીને અનુભવ કર્યો તેથી તેને વિકલ્પ દ્વારા નિર્વિકલ્પ કહેવામાં આવે છે. આ તો ઘણી વખત બતાવ્યું છે. આ ૪૩ વર્ષથી ચાલે છે. અહીં તો એક એક શબ્દનો અર્થ ચાલી ગયો છે.
શ્રોતાઃ- દ્વારનો અર્થ તો દરવાજો હોય છે ને?
ઉત્તરઃ- તેને છોડીને અંદર જાય ત્યારે તેને દરવાજો કહેવામાં આવે છે. દરવાજામાં ઉભા રહેવાથી તેને દરવાજો ક્યાં છે? દરવાજાને છોડીને અંદરમાં જાય છે, વિકલ્પને છોડીને નિર્વિકલ્પ ભગવાન આત્મામાં જાય છે ત્યારે તેને તત્ત્વવેદી સમ્યગ્દષ્ટિ કહેવામાં આવે છે.
આહાહા ! આમાં આ પૈસાવાળાનું કાંઈ કામ આવતું નથી. આ કરોડપતિ શેઠિયા બેઠા છે. તે કરોડપતિ છે. ધૂળમાં શું છે? તે તો જડ-માટી- ધૂળ છે.
અહીં તો કહે છે હું મૂંઢ નથી અમૂંઢ છું તેવો વિકલ્પ પણ પોતાનો નથી. આહાહા! અનંત જન્મ મરણના છેદ કરવાનો ઉપાય તો આ છે નાથ ! ભવ છેદ વિના ભવ મટવાના નથી... અને ભવછેદ ક્યારે થાય છે? જેમાં ભવને ભવના ભાવનો અભાવ છે તેવા
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com