________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧૪
કલશામૃત ભાગ-૩ ઉત્તર:- વિરોધી કોણ છે? વિરોધી તે ભગવાન છે શ્રોતા- એક સમયની ભૂલ છે તે ચર્ચા કરી ને મટાડી દ્યો આપ!
ઉત્તર- પંડિતજી. ઠીક કહે છે. કોની સાથે ચર્ચા કરે ભાઈ ! ચર્ચા કરવાવાળા તો પહેલેથી કે' છે કે- તમે ખોટા છો અને અમે સાચા છીએ. અને ચર્ચા પણ તેમને કરવી છે ગઈકાલે કહ્યું'તું નેજીવાપ્રતાપ કરોડપતિ તેનો ભત્રીજો છે તે શ્વેતામ્બર સાધુ છે. તે મારી પાસે લીંબડીમાં બે- ચાર શેઠિયાને લઈને આવ્યા. શેઠિયા બધા નરમ હતા બિચારા. તે કહે અમે ચર્ચા કરવા આવ્યા છીએ કે આપણે ચર્ચા કરીએ. મેં કહ્યું, અમે કોઈની સાથે ચર્ચા કરતા નથી. તો તેણે કહ્યું કે- બહારમાં આપની આબરૂ એટલી છે અને આપ ચર્ચાની ના પાડો છો તો આપની (પ્રતિષ્ઠાનું) શું થશે? હો હો... થઈ જશે! (આબરૂ) હો હો.. અમારે શું? દુનિયા માને કે- ચર્ચા કરતાં નથી આવડતી તો બરાબર? પછી તે બોલ્યા કે- તમે સિંહ છો તો અમે પણ સિંહના બચ્ચા છીએ. ભાઈ ! અમે તો અમને સિહ નથી કહેતા. અમે તો સિંહ પણ નથી અને માણસ પણ નથી.
તેને એમ કે- તમે સિંહ છો તો અમે સિંહના બચ્ચા છીએ. અમે પણ કાંઈક છીએ (એમ માનતા હતા) અમે તો કહેલું કે- વાદવિવાદ અમને પસંદ નથી. પછી તેમણે કહ્યું કે- આ ચશ્માથી જોવામાં આવે છે ને? અમે કહ્યું, ચર્ચા થઈ ગઈ ભાઈ ! ચશ્મા તો જડ છે તેનાથી દેખવામાં આવે છે કે- પોતાની જ્ઞાનની પર્યાયથી દેખવામાં આવે છે. ચશ્મા તો જડ- અજીવ છે. પોતાની પર્યાયમાં તો તેનો અભાવ છે. જ્ઞાનની પર્યાયમાં ચશ્માનો તો અભાવ છે. તો પછી ચશ્માથી દેખે છે? જાવ ! ચર્ચા થઈ ગઈ. અહીંયા તો ત્યાં સુધી કહે છે કે- “હું અબદ્ધ છું.” ગાથા-૧૫માં આવે છે
" जो पस्सदि अप्पाणं अबद्धपुढें अणण्णमविसेसं।
अपदेससंतमज्झं पस्सदि जिणसासणं सव्वं ।।” જેણે ભગવાન આત્માને અબદ્ધ દેખ્યો, સામાન્ય દેખ્યો, કષાયના વિકલ્પથીદુઃખથી ભિન્ન દેખ્યો તેણે જૈનશાસન દેખ્યું. “અપસíતમ” ચારે અનુયોગમાંશાસ્ત્રમાં પણ આત્મા અબદ્ધ છે તેમ કહ્યું છે. દ્રવ્યશ્રતમાં પણ અબદ્ધ અને ભાવકૃતમાં પણ અબદ્ધ જાણવામાં આવ્યો છે. જે આ અબદ્ધ જાણવામાં આવ્યો તે વસ્તુની સ્થિતિ છે. પરંતુ હું અબદ્ધ છું એવો પક્ષ કરીને ત્યાં રોકાઈ જાય તો તત્ત્વનું વેદન ન થાય. ચૈતન્યના આનંદનો સ્વાદ જ આવવો જોઈએ તે સ્વાદ નહીં આવે પ્રભુ! કેમ કે વિકલ્પ છે તે આકુળતા છે.
આહાહા! ગજબ છે નેઃ દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ, પાંચમહાવ્રત, શાસ્ત્રનું ભણવું આદિનો રાગ એ તો આકુળતા ને દુઃખ છે. અહીંયા તો હું અબદ્ધ છું તે નાસ્તિથી કહ્યું , અસ્તિથી કહીએ તો ભગવાન આત્મા મુક્ત સ્વરૂપ જ છે. દ્રવ્ય તો મુક્ત સ્વરૂપ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com