________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
કલશ-૭૦
પ્રભુ ! કલંક છે. ચેતનને કલંક લગાડો છો. સમજમાં આવ્યું ?
,,
તત્ત્વવેદી પક્ષપાતથી રહિત છે. “ દ્યુતપક્ષપાત: ” વિકલ્પથી ભ્રષ્ટ થયો છે. આહાહા ! ભગવાન અનંત આનંદ સ્વરૂપ પ્રભુ ! તેના તત્ત્વનો વેઠવાવાળો સમ્યગ્દષ્ટિ જીવ. આહાહા ! પોતાના ચૈતન્યના આનંદને વેદવાવાળો હોવા છતાં હું અબદ્ધ છું તેવા પક્ષથી તે ત્યાં ભ્રષ્ટ થઈ ગયો છે. આહાહા ! દિગમ્બર સંતોની વાણી રામબાણ છે. એકએક શબ્દમાં અંદ૨ ૫૨માત્મા ભર્યો છે. શબ્દ તો વાચક છે, વાચ્ય ૫રમાત્માને બતાવે છે.
૧૧૩
આહાહા ! અરે ! ભગવાન.. તું તો ૫૨માત્મ સ્વરૂપ છે ને નાથ ! હું પરમાત્મા છું તેવો વિકલ્પ પણ તારા સ્વભાવમાં પ્રવેશ કરવામાં રોકે છે. સમજમાં આવ્યું ?
“ ભાવાર્થ આમ છે કે- એક વસ્તુની અનેકરૂપ કલ્પના કરવામાં આવે છે તેનું નામ પક્ષપાત કહેવાય છે,” પક્ષપાતની વ્યાખ્યા કરી, તું તો એકરૂપ, ચૈતન્યરૂપ, આનંદરૂપ ધ્રુવસ્વરૂપ એકરૂપ ચીજમાં અનેક કલ્પના કરવી તેનું નામ પક્ષપાત છે. ‘હું બદ્ધ છું કે હું અબદ્ધ છું' એકરૂપ વસ્તુમાં આવો વિકલ્પ ઊઠાવવો તે પક્ષપાત છે. આહાહા ! આવો માર્ગ છે. ભગવાન ચૈતન્ય સ્વભાવ અંદર એકરૂપે બિરાજમાન છે, તેમાં અનેક કલ્પના ઊઠાવવી તે પક્ષપાત છે. જ્યારે વસ્તુ પક્ષપાતથી રહિત છે.
“તેથી વસ્તુમાત્રનો સ્વાદ આવતાં કલ્પનાબુદ્ધિ સહજ જ મટે છે.” જેમાં અનંતગુણ રહ્યાં છે- વસ્યાં છે તે વસ્તુ છે. વસ્તુની અંદર તે વસ્યા છે. અનંતગુણ વસ્તુમાં રહ્યા છે.. તેમાંથી આનંદનો સ્વાદ આવતાં કલ્પનાબુદ્ધિ મટે છે.
વસ્તુમાત્રનો સ્વાદ આવતાં અર્થાત્ પોતાની ચીજમાં પ્રવેશ કરવાથી. પ્રવેશનો અર્થ- પર્યાયને તે સન્મુખ ઝુકાવવાથી. પ્રવેશનો અર્થ એવો નથી કે– પર્યાય દ્રવ્યમાં પ્રવેશ કરે છે. આહાહા ! સમજમાં આવ્યું? પર્યાય દ્રવ્યમાં પ્રવેશ કરતી નથી.. પરંતુ પર્યાયમાં દ્રવ્યની પૂરી શક્તિનું સામર્થ્ય વેદનમાં, શ્રદ્ધામાં જ્ઞાનની પર્યાયમાં આખી ચીજ આવે છે. એ વસ્તુ અનુભવમાં આવતાં કલ્પનાબુદ્ધિ સહજ જ મટે છે. સહજ જ મટી જાય છે, મટાડવી પડતી નથી.. એમ કહે છે. જ્યાં દૃષ્ટિ અંતર્મુખ થઈ, ત્યાં અબદ્ધ આદિનો જે વિકલ્પ હતો તે બધા છૂટી જાય છે. આહાહા ! આ સહજનો ધંધો છે...
k
બના૨સીદાસજીમાં છે.. “ સદ્ગુરુ કહે સહજકા ધંધા, વાદ વિવાદ કરે સો અંધા.” તે કહે- વાદવિવાદ કરો.. ચર્ચા કરો ! અરે.. પ્રભુ ! ચર્ચા કોની સાથે કરે નાથ ! પ્રભુ.. તું તો ભગવાન છો ને નાથ ! આહાહા ! એક સમયની પર્યાયમાં ભૂલ છે- મિથ્યાત્વ છે. ત્રિકાળી ભગવાનનું સ્વરૂપ, પૂર્ણાનંદનો નાથ તો ભૂલ રહિત છે. તેની ત્રિકાળ જે ચીજ છે તે તો ભૂલરહિત છે. એક સમયની પર્યાયમાં ભૂલ છે. પ્રભુ ! તું ભગવાન થઈને આ ભૂલને ભાંગી દે.. છોડી દે !
શ્રોતા:- વિરોધીને આપ ભગવાન કહો છો ?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com