________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧૨
કલશાકૃત ભાગ-૩ અનંતવાર કરી.
અહીંયા તો આચાર્ય મહારાજ એમ ફરમાવે છે કે- પ્રભુ! આંગણામાં આવીને હું અબદ્ધ છું તેવા પક્ષમાં રહી આંગણાને છોડયું નહીં અને અંદરમાં ગયો નહીં તો તને લાભ છે નહીં. આહાહા! આવી વાત છે.
ભગવાન ચૈતન્ય પૂર્ણાનંદ સ્વરૂપ તેના આંગણામાં આવીને – “હું અબદ્ધ છું” તેવા આંગણામાં આવ્યો પણ અંદરમાં પ્રવેશ ન કર્યો. અત્યારે તો બહારની તકરાર ચાલે છે કે- શુભજોગથી ધર્મ થાય છે, શુભજોગ મોક્ષનો માર્ગ છે. એ વાત તો પ્રભુ! ઘણી.. ઘણી. દૂર રહી ગઈ. દયા-દાન-વ્રત-તપ-ભક્તિ-પૂજા આદિ શુભભાવ તે મોક્ષમાર્ગ છે એમ કહેવાવાળા ઘણાં દૂર રહી ગયા.
અહીંયા તો હું અબદ્ધ છું, બદ્ધ નહીં. હું અબદ્ધ છું એવા અબદ્ધની અંદર ન જઈને આંગણામાં- પર્યાયમાં ઉભો રહીને, હું અબદ્ધ છું તેવા નયના વિકલ્પમાં ઉભો છે. પર્યાયમાં ઉભો છો તેનાથી પ્રભુ તને શું લાભ છે?
શ્રોતા:- આવું તો અનંતવાર થયું.
ઉત્તર:- આવું અનંતવાર થયું પ્રભુ! આવો માર્ગ છે તેનો લોકો વિરોધ કરે. આહાહા ! પ્રભુ ! તારો માર્ગ જ આવો છે નાથ ! તારા હિતની વાત કરીએ છીએ તેનો તું વિરોધ કરે છે! તારું હિત તો આ રીતે થાય છે.
શુભ ભાવને તો છોડ, દયા- દાન- વ્રત તે તો ક્યાંય દૂર રહો! પરંતુ હું અબદ્ધ છું એવા વિકલ્પના પક્ષમાં ઉભા રહેવાથી તને સમ્યગ્દર્શન નહીં થાય. આવી વાત છે.... સમજમાં આવ્યું?
અહીં કહે છે- જુઓ! “ય: તત્વવેદી” ચૈતન્યનો અનુભવ કરવાવાળો.” જે કોઈ શુદ્ધ ચેતનામાત્ર જીવના સ્વરૂપનો અનુભવશીલ છે જીવ, “ભુતપક્ષપાત:” તે જીવ પક્ષપાતથી રહિત છે.”
આહાહા! ભગવાન અહીંયા તો શાંતિનો માર્ગ છે. “તત્ત્વવેદી' એટલે ભગવાન ચૈતન્ય તત્ત્વ તેને વેદવાવાળો- અનુભવશીલ જીવ કે જેનો અનુભવશીલ સ્વભાવ થઈ ગયો. આહાહા! આવો તત્ત્વવેદી જીવ- હું અબદ્ધ છું તેવા પક્ષથી ટ્યુત અર્થાત્ રહિત થઈ ગયો છે. અરે! આમાં વાદવિવાદ શું? પ્રભુ! તારી નિર્વિકલ્પ સંપદા અંદરમાં પડી છે ને ! અતીન્દ્રિય આનંદનો કંદ ચૈતન્ય રત્નાકર છો ને! ભગવાન તારામાં તો ચૈતન્યના રત્નો ભર્યા છે... એ રત્નોનો સાગર પ્રભુ તું છો ને! એમાં હુંઅબદ્ધ છું તેવા વિકલ્પને અવકાશ નથી.
બહારમાં તો અત્યારે એવું ચાલે છે કે- શુભજોગ મોક્ષનો માર્ગ છે. છાપામાં એવું આવ્યું છે- શુભજોગ મોક્ષનો માર્ગ છે. પ્રભુ! તું આ શું કરે છે? અમૃતસાગર ભગવાન ચૈતન્ય સ્વભાવથી ભર્યો છે. આહાહા ! શુભજોગ તો ઝેર છે. એ ઝેરને મોક્ષમાર્ગ કહેવો..
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com