________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કલશ-૬૯
૧O૭ સત્ત્વ, આખું તત્ત્વ એકલું પડયું છે. અંદરમાં અતીતિન્દ્રય આનંદ, અતીન્દ્રિયજ્ઞાન, અતીન્દ્રિય શ્રદ્ધા, શાંતિ સ્વચ્છતા, અનંત ઈશ્વરતા એવી એકરૂપ તારી ચીજ છે. અનંત (ગુણ) એ પણ લક્ષમાં લેવા લાયક નથી. અભેદ, અખંડ, આનંદ પ્રભુ! તેનો આશ્રય કરવો, તેમાં ત્રણ પ્રકારનો વિચાર કરવો એ વિકલ્પ છે. તે વિકલ્પ થતાં મન આકુળ થાય છે.” મનમાં આકુળતા આવે છે. ગજબ વાત છે ભાઈ!
પોતાના એકરૂપ દ્રવ્યમાં ત્રણરૂપને વિચારવાથી પ્રભુ તને દુઃખ થશે. દુઃખ એ સ્વરૂપનું સાધન નથી. આહાહા! વ્રત- તપ- પૂજા- ભક્તિ, પ્રભુ! એ સાધન નહીં.
પ્રશ્ન:- શરીરને કષ્ટ આપવું તે સાધન નહીં?
ઉત્તર- ભગવાન! કષ્ટ એ તો દુઃખ છે. કષ્ટ તો કલેશ છે- તે આર્તધ્યાન છે. આર્તધ્યાનથી આત્માનું ધ્યાન થાય છે?
પ્રશ્ન:- તો પછી કષ્ટ સહ્યા વિના સાધ્યની સિદ્ધિ થાય છે.
ઉત્તર:- હા, કષ્ટ વિના. આહા ! કષ્ટ એટલે કસના. અંદર પુરુષાર્થથી આનંદમાં એકાગ્ર થવું તેને એક અપેક્ષાએ કષ્ટ કહેવામાં આવે છે. એમ કે- સુખ સેવ્યું સાથે જે આત્મજ્ઞાન પ્રગટ થયું ત્યાં પરિષહ સહન કરવાની તાકાત પ્રગટ ન કરી તો.. જે પરિષહુ આવે છે તે બધા શ્રુત થઈ જશે. “કષ્ટ કરો એટલે કષ્ટ સહન કરવાની તાકાત પ્રગટ કરો. આવું સમાધિ શતકમાં આવ્યું છે.
સમાધિ શતક આદિ દિગમ્બર શાસ્ત્રોમાં ભંડાર ભર્યા છે. અરે ! એ માર્ગની વાત ક્યાંય છે જ નહીં. આવી વાત બહાર આવી તો લોકો ભડકયા કે- અરે ! આ તો એકાન્ત છે. પ્રભુ! એકાન્ત જ છે. કેમ કે સમ્યગ્દર્શન પોતાના દ્રવ્યના આશ્રયથી જ એકાન્ત પ્રગટ થાય છે. શ્રીમદ્જીએ પણ કહ્યું છે કે- “અનેકાન્ત પણ સમ્યકએકાન્ત એવા નિજ પદની પ્રાપ્તિ સિવાય અન્ય હેતુએ ઉપકારી નથી.” સમ્યફ એકાન્ત એટલે સ્વભાવની તરફ દૃષ્ટિ કરવી એ સમ્યકએકાન્ત છે. સમ્યક્રએકાંત થયું તો તેને અનેકાન્તનું સાચું જ્ઞાન થાય છે. પર્યાયમાં મૂઢતા છે અને પર્યાયમાં સાચું જ્ઞાન થાય છે. પોતાનું જ્ઞાન-એકાન્ત દૃષ્ટિના ( વિષયમાં લાગ્યું) તેને અનેકાન્તનું યથાર્થ જ્ઞાનું થાય છે. આવી વાત છે. સમાજમાં આવ્યું? તે વિકલ્પ થતાં મન આકુળ થાય છે, આકુળતા દુઃખ છે;” છ ઢાળામાં આવે છે.
“મુનિવ્રત ધાર અનંત બાર, ગ્રીવક ઉપજાય,
પૈ નિજ આતમજ્ઞાન વિના, સુખ લેશ ન પાયૌ.” પંચમહાવ્રત, અઠ્ઠાવીસમૂળગુણ એ બધા દુઃખ છે. “આતમજ્ઞાન વિના સુખ લેશ ન પાયો.” વ્રતાદિમાં આત્માનો આનંદ આવ્યો નહીં. (પંચમહાવ્રત) એ તો દુઃખ છે. દુઃખ કહ્યું ને? એકમાં ત્રણનો વિચાર કરવો તે આકુળતા- દુઃખ છે. પંચમહાવ્રતના
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com