________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦૮
કલશામૃત ભાગ-૩ પરિણામ, અઠ્ઠાવીસ મૂળગુણ, વ્યવહાર સમિતિ- ગુપ્તિ તે બધા રાગ અને દુઃખ છે. સમજમાં આવ્યું?
તેથી વસ્તુમાત્ર અનુભવતાં વિકલ્પ મટે છે, વિકલ્પ મટતાં આકુળતા મટે છે,” તેથી વસ્તુમાત્રને અનુભવવાથી વિકલ્પ મટે છે. ત્રણ પ્રકારના વિકલ્પ પણ મટે છે. અંતર સ્વરૂપનો અનુભવ કરવાથી એ વિકલ્પ મટે છે. બીજો કોઈ ઉપાય છે નહીં. આ પ્રશ્ન થયો” તો; રાગ કેમ ઘટે? પ્રતિબંધ કારણ ઘટે તો રાગ ઘટે. અહીંયા તો કહે છે કેઅનુભવ કરવાથી વિકલ્પરાગ ઘટે છે. સમાજમાં આવ્યું? ઉત્તરપ્રદેશમાંથી એક દિગમ્બર ભાઈ આવ્યો હતો તે કહે રાગ કેવી રીતે ઘટે તેવો અધિકાર કોઈ શાસ્ત્રમાં છે જ નહીં. અરે... પ્રભુ! તું આ શું કહે છે? આ છ ઢાળા પુસ્તક ૨00 વર્ષ પહેલા છપાયેલું છે. પહેલાં ટૂંઢારીમાં હતું પછી હિન્દી થયું. નવનીતભાઈએ કહ્યું, મહારાજ! ટૂંઢારી ભાષામાંથી હિન્દી કરવું છે. હિન્દી પં. ફૂલચંદજીએ કર્યું છે. ટૂંઢારી ભાષા ઘણી કડક છે. આ આખી છે ઢાળા નવનીતભાઈને કંઠસ્થ હતી. તેમને છ ઢાળા ઉપર ખૂબ જ પ્રેમ હતો. છ ઢાળાના વ્યાખ્યાન છપાવ્યા અને નવનીતભાઈ તરફથી મફત આપ્યા
છ ઢાળામાં શું આવ્યું? પંચ મહાવ્રત પાળ્યા પણ તેમાં લેશ સુખ ન મળ્યું. પંચ મહાવ્રતના પરિણામ તે બધા વિકલ્પ- રાગ અને દુઃખ છે. એ દુઃખથી આત્મામાં આનંદ પ્રાપ્ત થાય છે? દુઃખ કરતા કરતા સુખ થાય છે? લસણ ખાવાથી કસ્તુરીનો સ્વાદ આવે છે? બાપુ! એ લસણ છે હોં! દુઃખનું વેદન કરવાથી અંદર સમ્યગ્દર્શનનો આનંદ આવે છે? એવું છે?
શ્રોતા- કઠિન છે તેને સરળ બનાવ્યું. ઉત્તરઃ- અંદર પાઠમાં લખ્યું છે ને? જુઓ ! નજર કરો.
આહાહા ! અનુભવ કરતાં વિકલ્પ મટે છે. એ વિકલ્પ કોઈ ક્રિયાકાંડથી મટે છે તેમ નથી. વિકલ્પના મટવાથી આકુળતા મટે છે.
ઉપર કહ્યું તું ને! કે- વિકલ્પ થતાં મન આકુલિત થાય છે અને આકુળતા તે દુઃખ છે. હવે વાત ગુંલાટ ખાય છે. શું ગુંલાટ ખાય છે? આકુળતા અનુભવ કરવાથી મટે છે.
વિકલ્પ મટતાં આકુળતા મટે છે, આકુળતા મટતાં દુ:ખ મટે છે. તેથી અનુભવશીલ જીવ પરમ સુખી છે.”
સુખિયા જગતમેં સંત દુરિજન દુઃખિયા રે.” ભગવાન આત્માનો અનુભવશીલ જગતમાં સુખી છે. બાકી આ રાજા, મહારાજા, કરોડપતિ તે બધા ભિખારા દુઃખી છે. શાસ્ત્રમાં “વરાંકા' શબ્દ પડયો છે. વરાંકા- ભિખારી- રાંકા છે. રાંકા અર્થાત્ સ્વરૂપ લક્ષ્મીની જેને ખબર નથી તે. (અજ્ઞાની માગે છે ) આ લાવ. , આ લાવ , આ લાવ.., લાવ, લાવ, લાવ, લાવની અગ્નિમાં બળે છે. અંદરમાં અનંત ખજાના ભર્યા છે. અનંત આનંદ, અનંતજ્ઞાન, અનંતશાંતિ, અનંત સ્વચ્છતા, આદિ શક્તિઓ છે એ તો અપરિમિત
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com