________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
કલશ-૭૦
૧૦૯
જ
t
છે. શક્તિને પરિમિત નામ મર્યાદા નથી હોતી. એવી શક્તિઓનો ભંડાર ભગવાન છે તેનો અનુભવ થવાથી વિકલ્પ મટે છે. વિકલ્પ મટાડવાનો કોઈ બીજો ઉપાય છે જ નહીં. “તેથી અનુભવશીલ ” અહીં અનુભવશીલ શબ્દ વાપર્યો છે. અનુભવ જેનો સ્વભાવ છે. આહાહા ! પોતાના આનંદનો અનુભવશીલ જીવ પરમ સુખી છે. તે ૫૨મ સુખી છે બાકી બધા દુઃખી પ્રાણી છે. એક સ્વરૂપનો ત્રણ પ્રકારે વિચા૨ ક૨વો તે દુઃખી છે. એક સ્વરૂપનો ત્રણ પ્રકારે વિચાર કરવો તે દુઃખ છે. તો પછી (બહા૨નું ) શરીર મારું, પૈસા મારા, ધૂળ મારી, સ્ત્રી મારી, મકાન મારું, આબરુ મારી તે મહાદુ:ખી છે. મ... હા... દુઃખી છે.
આ ભાઈ ત્યાં હોંગકોંગમાં પૈસા બહુ પેદા કરે છે. સત્ત સાહિત્યમાં તેમણે એક લાખ રૂપિયા આપ્યા. હમણા આ ૩૨૦ ગાથા ચાલતી હતી.. તે છપાવવા વીસ હજાર આપ્યા. ત્યાં ઘણા પૈસા પેદા કરે છે – પાપથી.
શ્રોતાઃ- પૈસા તો આપની પાસે ઘણાં છે. ઉત્ત૨:- રૂપિયા છે.. તે આત્માના છે ?
* * *
કલશ
-
૭૦ : ઉ૫૨ પ્રવચન
“(વિત્તિ) ચૈતન્યમાત્ર વસ્તુમાં દ્રવ્યાર્થિક- પર્યાયાર્થિક બે નયોના, ” જે ઉ૫૨માં દ્રવ્ય ને પર્યાય બે હતું તે. ઉ૫૨ દ્રવ્ય- ગુણ ને પર્યાય હતું. ઉ૫૨માં દ્રવ્ય ને પર્યાય હતું, અહીં દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક એ નયો છે. નય શબ્દ છે ત્યાં દ્રવ્યાર્થિક ને પર્યાયાર્થિકની વાત કરી.. તેનો અહીંયા ખુલાસો કરે છે.
4
“ ચૈતન્યમાત્ર વસ્તુમાં દ્રવ્યાર્થિક- પર્યાયાર્થિક- બે નયોના આમ બંન્ને પક્ષપાત
દ્ર
છે. “ પુસ્ય બદ્ધ: તથા અપરસ્ય ન”, અશુદ્ધ પર્યાયમાત્ર ગ્રાહક જ્ઞાનનો પક્ષ કરતાં જીવ દ્રવ્ય બંધાયું છે; ” વ્યવહારનયનો પક્ષ કરતાં જીવ બંધાયેલો છે. કર્મનો સંબંધ નિમિત્તરૂપ હતો તેને વ્યવહારનય કહ્યો. અશુદ્ધ પર્યાયમાત્ર ગ્રાહક જ્ઞાનનો પક્ષ કરતાં જીવ બદ્ધ છે તે વ્યવહા૨ નય છે.
ભાવાર્થ આમ છે કે- “ જીવદ્રવ્ય અનાદિથી કર્મ સંયોગ સાથે એક પર્યાયરૂપ ચાલ્યું આવ્યું છે,” કર્મના- નિમિત્તના સંબંધથી વિભાવ પર્યાય ચાલી આવે છે તે વ્યવહા૨થી ચાલી આવે છે. “વિભાવરૂપ પરિણમ્યું છે- ” જુઓ ! પાઠમાં છે ? વિકા૨રૂપ જ્ પરિણમ્યો છે. વિકા૨રૂપ નથી થયો તેમ નથી હોં ! પર્યાયમાં વિકાર હો ! દ્રવ્યમાં વિકાર નથી. પર્યાય વિકારરૂપ છે તો શું દ્રવ્ય વિકા૨રૂપ થઈ જાય છે.. તેમ નથી તે જ પ્રશ્ન ચાલ્યોને ! પર્યાય અશુદ્ધ છે તો દ્રવ્ય અશુદ્ધ થઈ જાય છે. પ્રવચનસારની સાતમી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com