________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૬
કલશામૃત ભાગ-૩ એમ પુણ્ય ને પાપના વિકલ્પ, ત્રણ ગુણના વિકલ્પ કે- આ ઉત્પાદ- વ્યય ને ધ્રુવ તે વિકલ્પ છોડી હૈ તો અતીન્દ્રિય આનંદકંદ આત્મા છે. સમજમાં આવ્યું?
પ્રશ્ન – જ્ઞાન કળા કેવી રીતે? ઉત્તરઃ- પોતાના સ્વરૂપનો અનુભવ થવો તે જ્ઞાનકળા છે. પ્રશ્ન:- કળાનો મતલબ?
ઉત્તરઃ- કળા તે પર્યાય છે. કેવળજ્ઞાન પૂર્ણ કળા છે. (મતિઋત) અલ્પ કળા છે. કેવળજ્ઞાનની સાથે મતિ શ્રુતજ્ઞાનની કલા ખેલ-રમત કરે છે. મતિ-શ્રુતજ્ઞાન જ્યારે અંતર્મુખ થઈ સમ્યજ્ઞાન થયું તે કેવળજ્ઞાન કળા સાથે ખેલ કરે છે. એ મતિ શ્રુતજ્ઞાનની કળા, કેવળ જ્ઞાનની કળાને બોલાવે છે. આવો.. આવો. આવો. અલ્પકાળમાં આવો. ધવલમાં પાઠ છે કે- મતિશ્રુતજ્ઞાન કેવળજ્ઞાનને જલ્દી બોલાવે છે.
પ્રશ્ન:- જલ્દી બોલાવે તો જલ્દી આવી જાય?
ઉત્તરઃ- હા, જલ્દી આવશે. થોડા મહિના, થોડા વખતમાં આવશે. કેવળજ્ઞાન પામવાનો ટાઈમ થોડો જ છે. બે-ચાર ભવમાં તો કેવળજ્ઞાન- લેવાની તૈયારી છે. બીજ ઊગી તો પૂનમ ૧૩ મે દિવસે થશે તેમ કેવળજ્ઞાનમાં તેર દિવસનો ફેર છે. કાંઈ મહિનામહિના, વર્ષનો ફેર હોય? બીજ અને પૂનમનો આંતરો કેટલો? તેર દિવસનો ફેર છે. ખરેખર તો બાર દિવસનો ફેર છે, તેરમે દિવસે તો કેવળજ્ઞાન થાય છે.
અહીંયા કહે છે કે- પોતાના દ્રવ્ય- ગુણ- પર્યાય ત્રણના વિકલ્પ છોડીને, પોતાના આત્માનો અનુભવ કરવો તે સમ્યજ્ઞાનરૂપી બીજ ઊગી છે. જે મતિ અને શ્રુતજ્ઞાનની કળા જાગી છે તે હવે કેવળજ્ઞાનને બોલાવે છે. આવ! અલ્પકાળમાં આવ કેવળજ્ઞાન !
સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષામાં આવે છે કે- બીજ ઊગી, સમ્યજ્ઞાન થયું; પણ. તે કેવળજ્ઞાનની અપેક્ષાએ તે પોતાને પામર માને છે. પર્યાયમાં પામરતા હો ! દ્રવ્ય તો પ્રભુ છે. એ પામરની પર્યાય પૂર્ણ પ્રભુની પર્યાયને પોકાર કરે છે... ભાઈ ! આવો આવો. આ માર્ગ છે અને એ માર્ગેથી સિદ્ધપુર જવું છે. આ વાડમાંથી જવું છે કે આ ખેતરમાંથી જવું છે? સિદ્ધપુરમાં હોં!
શ્રોતા – શ્લોકમાં સિદ્ધપુર શબ્દ આવે છે.
ઉત્તર:- આવે છે! સિદ્ધપુર જવું હોય તો આ થોરની વાડ છે અને એ બેની વચ્ચમાંથી ખેતર માર્ગ જાય છે. એમ મતિ ને શ્રુત પોકાર કરે છે. આવ મારી પાસે.., કેવળજ્ઞાનનો પંથ છે મારી પાસે. આ વાત સમયસારમાં ૧૧૨ કળશમાં આવે છે“જ્ઞાનકળા એ કેવળજ્ઞાનની સાથે ક્રીડા કરે છે. મતિ- શ્રુત કેવળજ્ઞાન સાથે રમે છે.” આવું શાસ્ત્રોમાં ભર્યું પડયું છે.
અહીંયા કહે છે– પ્રભુ! એકવાર સાંભળ તો નાથ ! તારી ચીજ તો અંદરમાં એકરૂપ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com