________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કલશ-૬૯
૧૦૫ છે તે સામાન્ય એકરૂપ, અભેદ, સદેશ, ધ્રુવ છે. તેવા એકરૂપ સત્ત્વમાં ત્રણ પ્રકારના વિચાર કરવા તે દુઃખ છે. ગજબ વાત છે.
તે વિકલ્પ થતાં મન આકુળ થાય છે, આકુળતા દુઃખ છે;” એક સત્ત્વનો ત્રણ પ્રકારે વિચાર કરવો તે વિકલ્પ દુઃખરૂપ છે. આહા! આવો માર્ગ છે. હવે આમાં વાદવિવાદને ઝગડા કરે ! “સગુરુ કહે સહજ કા ધંધા, વાદવિવાદ કરે સો અંધા.” આ વાદવિવાદમાં ક્યાં પડ્યો! વિકલ્પને ભિન્ન સાધન કહ્યું ત્યાં બીજી શું વાત કરે ? અહીંયા તો વિકલ્પને પણ દુઃખરૂપ કહ્યું. એક સત્ત્વરૂપમાં ત્રણ પ્રકારના વિચાર કરવા તે ભેદ છે- રાગ છે- આકુળતા છે ને દુઃખ છે.
શ્રોતા:- પંચાસ્તિકાયમાં તો આમ નથી લખ્યું.
ઉત્તરઃ- ત્યાં તો નિમિત્તનું જ્ઞાન કરાવ્યું છે. પોતાના સ્વરૂપને નિર્વિકલ્પ સાધનથી પ્રાપ્ત કર્યું તે કાળમાં રાગની મંદતા કેવી છે? નિમિત્ત કેવું છે? તેનું જ્ઞાન કરીને સાધનનો આરોપ આપ્યો છે. વિકલ્પ સાધન છે જ નહીં આહા! આવી દલીલ છે. પંચાસ્તિકાયમાં ભિન્ન સાધન- સાધ્ય કહ્યું.
અહીંયા તો પરમાત્મા સંતો એમ કહે છે. જંગલમાં વીતરાગી મુનિઓ સિદ્ધ સાથે વાતો કરવાવાળા કહે છે– પ્રભુ! તમે સિદ્ધ છો તો અમે પણ સિદ્ધ છીએ. નાટક સમયસારમાં આવે છે ને..!
“ચેતનરૂપ અનુપ અમૂરતિ, સિદ્ધ સમાન સદા પદ મેરો, મોહ મહાતમ આતમ અંગ, કિયો પરસંગ મહા તમ ઘેરો ગ્યાનકલા ઉપજી અબ મોકે, કીહોં ગુન નાટક આગમ કેરી
જાસુપ્રસાદ સધે શિવમારગ, વેગિ મિટે ભગવાસ બસેરો.” પરના સંગને લઈને મોહ અંધકાર ઉભો કર્યો છે.
આ હાડકાં- ચામડાં ને માંસ છે. સડેલાં ચામડામાં મેસુબને વિંટવો. તેના જેવું છે. મેસુબ સમજો છો? એક શેર ચણાના લોટમાં ચાર શેર ઘી પાયને બનાવે તેને મેસુબ કહે છે. અને એક શેર ઘઉંના આટામાં ચાર શેર ઘી પાય તેને શક્કરપારા કહે છે. અમે તો બધું દેખ્યું છે. પહેલાં વીસ વર્ષ પહેલાં ખાધા પણ છે. હવે તો બધું બંધ છે. હવે તો ચાર રોટલી.. લઈએ છીએ.
આહાહા! કહે છે કે આ મેસુબને છોડીને એટલે આત્માને છોડીને દુઃખના કલેશને ભોગવે છે. આત્મા મેસુબ- સક્કરપારા સમાન છે. સકર એટલે મીઠાશનો પિંડ છે. સમરકંદ છે તેની ઉપરની છાલ ન દેખો તો તે સાકરનો પિંડ છે. એ માટે સકરકંદ કહ્યું છે. આપણે શક્કરિયા કહે છે. ઉપરની લાલ છાલ એને નજરમાંથી છોડી દ્યો તો તે સાકરની મીઠાશનો પિંડ છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com