________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કલશ-૬૯
૯૫ પક્ષીતિક્રાંત છે. એ પક્ષમાં વસ્તુ નથી તેનો એવો અર્થ નથી કે- અભેદ અખંડ વસ્તુ નથી. અભેદને, અખંડના વિકલ્પનો ત્યાગ કર. આનાથી બીજી શુદ્ધ વસ્તુ જુદી છે તેમ નથી. એમ થાય કે (અનુભવમાં) અભેદનો વિકલ્પ પણ નથી રહેતો તેથી વસ્તુ બીજી થઈ ગઈ ? ઝીણી વાત છે.
તમારા આ પૈસા આદિની વાત બીજી છે. પૈસા શું કરે? ધૂળ છે. આ શેઠ પણ ગૃહસ્થને તે પણ ગૃહસ્થ છે. પૈસાવાળાની અપેક્ષાએ ગૃહસ્થ હો ! બાકી ગૃહસ્થ તો તેને કહીએ. ગૂઠું નામ વસ્તુમાં “સ્વ” રહે તેને ગૃહસ્થ કહીએ. આ વાત અધ્યાત્મ પંચસંગ્રહમાં પરમાત્મ પુરાણમાં લખી છે. શાસ્ત્રમાં બધું પડયું છે.
ગૃહસ્થ, બ્રહ્મચારી, વાનપ્રસ્થ અને ત્યાગી એ ચારેયને ગૃહસ્થ ઉપર ઉતાર્યા છે. ગૃહસ્થ કોને કહીએ? ગ્રહ નામ પોતાનું સ્વરૂપ પોતાનાં ઘરમાં “0” એટલે રહેવાવાળો તેને ગૃહસ્થ કહીએ. તમારા બંગલામાં રહેવાવાળાની અહીંયા વાત નથી.
આહાહા ! આરે...આ ટાણા! આવો સમય ક્યારે મળે બાપુ! અરે આ તો ભવભ્રમણથી નીકળવાનો કાળ છે. આ ભવ અને ભવભ્રમણનો અભાવ કરવાનો કાળ છે.
અહીં કહે છે કે- દ્રવ્ય પર્યાયની વિકલ્પ બુદ્ધિ એટલે કે નિશ્ચયનયનો પક્ષ અને વ્યવહારનયનો પક્ષ તેને અહીંયા નય કહે છે. સમયસારમાં ર૭ર ગાથામાં છે કે“નિશ્ચયનયાશ્રિત મુનિવરો પ્રાપ્તિ કરે નિર્વાણની.” ત્યાં વિકલ્પ નથી, ત્યાં તો અભેદને આશ્રયે મુનિવરો મુક્તિને પ્રાપ્ત કરે છે. પરંતુ અહીંયા જે નય છે તે વિકલ્પવાળી નય લેવી છે. અભેદ છું, એક છું, શુદ્ધ છું એ પણ વિકલ્પવાળી નય છે હોં ! અને ર૭રમાં “નિશ્ચયનયાશ્રિત મુનિવરો પ્રાપ્તિ કરે નિર્વાણની,” ત્યાં વિકલ્પ નથી. ત્યાં વિષય વસ્તુ જે અભેદ- અખંડ તેનો આશ્રય કરવાથી મુક્તિ થાય છે.
શ્રોતા:- તે નિશ્ચયનયના વિષયભૂત વસ્તુ છે.
ઉત્તર- વસ્તુ છે, વસ્તુ જ એવી છે. એ તો અગિયારમી ગાથામાં કહ્યું કે“વવેદારોડમૂલ્યો મૂલ્યો સિવો હું શુદ્ધખો” ત્યાં નયને નયના વિષયનો ભેદ બતાવ્યો નથી. સમયસારની અગિયાર ગાથા જૈનશાસનનો પ્રાણ છે. વ્યવહાર-પર્યાયમાત્ર અસત્યાર્થ છે. ત્યાં ગૌણ કરીને અસત્યાર્થ કહ્યું છે. પર્યાય નથી તેમ નથી. પર્યાય નથી તો વેદાંત થઈ જાય છે. પર્યાયમાત્ર અભૂતાર્થ નામ અસત્યાર્થ છે. કેમ કે પર્યાયને ગૌણ કહી ને વ્યવહાર કહી ને નથી તેમ કહ્યું છે. પર્યાયનો અભાવ કરીને નથી તેમ નથી કહ્યું.
મૂલ્યો સિવો તુ શુદ્ધખો” એમ કહ્યું ત્યાં સત્યાર્થ વસ્તુ તે જ શુદ્ધનય છે. નહીંતર નય અને નયનો વિષય બે છે.. એ જ્ઞાનનો અંશ છે તેનો વિષય અભેદ, પૂર્ણ છે. પરંતુ અહીંયા કહ્યું કે- “મૂલ્યો ફેસિવો ; શુદ્ધ મો” સત્યાર્થ ત્રિકાળ વસ્તુ છે. તેને જ શુદ્ધનય કહે છે. અહીં તો કહીએ છીએ- વિષય અને વિષયીનો ભેદ નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com