________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કલશ-૬૯
૧૦૧ છું એ પણ વિકલ્પ-પક્ષ છે. કાલે કહ્યું હતું- “તત: ”િ તેથી શું? ભાઈ ! અહીંયા સુધી આવ્યો કે- અખંડ, અભેદ, શુદ્ધ, એવો દ્રવ્યાર્થિકનયનો વિકલ્પ- પક્ષમાં આવ્યો તેથી શું લાભ થયો? એ તો દુ:ખનો લાભ છે. આવો માર્ગ છે. અહીંયા તો હજુ નિર્ણયના પણ ઠેકાણા ન હોય ! અને તે અંદરમાં જઈ અનુભવ કેવી રીતે કરે? આવા અનુભવ વિના ધર્મ થતો નથી. શ્રી નાટક સમયસારમાં આવે છે...
“અનુભવ ચિંતામણી રતન અનુભવ હૈ રસકૂપ,
અનુભવ મારગ મોક્ષનો, અનુભવ મોક્ષ સ્વરૂપ.” બે વર્ષનો બાળક છે તે આ લલકારતો હતો. એ છોકરો આવ્યો છે કે નહીં? એવું ધીમેથી મોટા માણસની જેમ બોલતો હતો કીધું ભાઈ....! વાહ !
આહાહા ! પર્યાયના પક્ષનો વિકલ્પ તે તો છોડાવતા જ આવ્યા છીએ. પહેલેથી જ છોડાવ્યો છે કે- વ્યવહાર અભૂતાર્થ છે. અહીંયા તો ભૂતાર્થ જે વસ્તુ છે ત્રિકાળી તેના વિકલ્પનો પક્ષ છોડાવે છે, કેમ કે તે દુઃખરૂપ છે. એ આગળ કહેશે કે તેનો પણ પક્ષ છોડીને..!
આહાહા! આત્માના અતીન્દ્રિય આનંદનો સ્વાદ ત્યે તેનું નામ સમ્યગ્દર્શનસમ્યજ્ઞાન છે. એ મોક્ષ મહેલની ધર્મની પહેલી સીઢી છે- આ વાતની તો ખબર નથી અને વ્રત ને તપ ને નિયમ એ બધા કલેશ છે. નિર્જરા અધિકારમાં આવે છે. કલેશ કરો તો કરો ! આ વ્રત- તપ- ભક્તિ-પૂજા એ ભાવ કલેશ છે– રાગ છે- દુઃખ છે. કલેશ કરો તો કરો પરંતુ પોતાના જ્ઞાન ને આનંદ વિના ધરમ થતો નથી. સમજમાં આવ્યું?
સૌ પહેલાં તે શ્રદ્ધામાં નિર્ણય કરે ! પછી અનુભવ જેવી ચીજ છે એવી અનુ નામ અનુસરીને ભવવું- થવું તે અનુભવ છે. નિમિત્તને અનુસાર થવું તે તો વિચાર- વિકલ્પ છે. ભગવાન આત્માને અનુસરવાથી આનંદનો આસ્વાદ આવે છે. નાટક સમયસારમાં આવે છે.
“શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતામેં કેલિ કરે,
શુદ્ધતામેં મગ્ન રહે, અમૃતધારા વરસે રે.” આહાહા ! શુદ્ધતાના વિચાર ને ધ્યાન, પૂર્ણાનંદના વિચારને ધ્યાન, શુદ્ધતામાં કેલિ કરે એટલે પોતાના શુદ્ધ સ્વભાવમાં રમત માંડે... અંદરમાં આનંદની રમતું માંડે, અને શુદ્ધતામાં મગ્ન રહે અર્થાત્ શુદ્ધ ચૈતન્યધનમાં લીન રહે તેને અમૃતધારા વરસે છે. પર્યાયમાં અમૃતનું વેદન આવે છે. આહાહા ! આવો માર્ગ છે. ભવનો અભાવ કરવાની તો આ ચીજ છે. લોકોને એકાંત લાગે, નિશ્ચયાભાસ લાગે પણ માર્ગ તો આ છે. માનો ન માનો પણ પ્રભુનો માર્ગ આ છે. તમે પોતે પ્રભુ છો હોં!.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com