________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧OO
કલશાકૃત ભાગ-૩ છે? ૪૩-૪૩ વર્ષ થયા ધારાવાહિક વાત ચાલી આવે છે, તેથી સમજવાનું (કૌતુહલ થયું છે.)
અહીંયા કહે છે કે- અનેકરૂપ વિચાર તેનાથી રહિત થયો. વિચારથી રહિત થયો એટલે વિકલ્પથી રહિત થયો છે તો શું થાય છે તે આગળ કહેશે. પ્રવચન નં. ૮૨
તા. ૩૧-૮-'૭૭ કર્તાકર્મ અધિકારનો ૬૯ કળશ ચાલે છે.
કેવા છે તે જીવ”, આપણે અહીં સુધી આવ્યા છીએ. ફરીથી થોડું લઈએ. જે કોઈ જીવ નિરંતર શુદ્ધ ચૈતન્યમાત્ર વસ્તુમાં તન્મય થયા છે. આહાહા!
આત્મા આનંદ સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ છે તેમાં જે કોઈ જીવ તન્મય થયા છે. સ્વરૂપ સન્મુખ થઈને સ્વરૂપમાં તન્મય થયા છે અર્થાત્ તે મય થયા છે. આત્મા આનંદ સ્વરૂપ છે તો પર્યાય આનંદમયમાં તન્મય થઈ છે; “નિવસત્તિ તિકતે” એટલે તે પોતાના ઘરમાં રહે છે.
જેમ કોઈ બહારચલો હોય અને તે વ્યભિચારમાં ચડી ગયો હોય તેમ જે પરિણતિ આત્માનું ઘર છોડીને પુણ્ય- પાપના વિકલ્પમાં જાય છે તે વ્યભિચાર છે. તેને છોડીને નિજઘરમાં જાય છે... “નિવસન્તિ” એવા થઈને રહે છે.
ચૈતન્યઘન આનંદકંદ આત્મા જે એક સમયની પર્યાયથી પણ પાર એવી ચીજ છે તેમાં પર્યાયને તન્મય કરે છે– અર્થાત્ તે પોતાનામાં વસે છે. તે જીવ અતીન્દ્રિય સુખનો આસ્વાદ કરે છે. આ તો સારામાં સાર વાત છે.
આહા ! અતીન્દ્રિય ભગવાન આત્મા અને અતીન્દ્રિયજ્ઞાન, અતીન્દ્રિય આનંદ એ તરફના ઝુકાવથી તે પોતાનામાં અતીન્દ્રિયજ્ઞાન ને અતીન્દ્રિય આનંદનો સ્વાદ લ્ય છે. તેનું નામ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સ્વરૂપાચરણ છે. દયા- દાન- વ્રત આદિના વિકલ્પ એ સ્વરૂપનું આચરણ નહીં, તે વિભાવ આચરણ છે. આત્મા જ્ઞાન ને આનંદ સ્વરૂપ છે તેનું આચરણ. સમ્યગ્દર્શન જ્ઞાન સહિતનું આચરણ એ મોક્ષનો માર્ગ છે. આવો માર્ગ છે.
“આસ્વાદ કરે છે શું કરીને? “નયપક્ષપાત મુજ્હા” દ્રવ્ય-પર્યાયરૂપ વિકલ્પ બુદ્ધિ તેના એક પક્ષરૂપ અંગીકારને છોડીને.”
આહાહા ! આ છેલ્લી વાત છે. દ્રવ્યાર્થિકનયનો વિષય જે શુદ્ધ ચૈતન્ય અખંડ અભેદ તેનો વિકલ્પ એ દ્રવ્યાર્થિકનયનો પક્ષપાત છે. વિકલ્પ હોં! સમજમાં આવ્યું? આમાં દ્રવ્ય- પર્યાય બન્ને લીધા છે. એક સમયની પર્યાય અર્થાત્ તેની રાગ બુદ્ધિ એ પણ વ્યવહારનયનો વિકલ્પ છે. દ્રવ્યાર્થિકનયનો વિકલ્પ એ કે- હું શુદ્ધ છું, અભેદ છું, અખંડ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com