________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૯૮
કલશામૃત ભાગ-૩ આવું છું? આ અવસર મળ્યો છે. શ્રી પ્રવચનસાર શાસ્ત્રમાં છેલ્લો શ્લોક છે તેમાં લખે છે- “આ જ કર”. એવો પાઠ છે. અમૃતચંદ્ર કહે છે- આ જ કર. વાયદા- વાફર ન કર. વાફર એટલે અજ્ઞાની વાયદા કરે છે. હમણાં નહીં, હમણાં નહીં. હમણાં છોકરાનું સંબંધ કરવું છે, છોકરીને ઠેકાણે પાડવી છે, વેપાર વ્યવસ્થા સરખી કરવી છે. તેથી હમણાં નહીં. હમણાં નહીં તો પછી હમણાં ક્યારે આવશે?
તે વાત તો સાંભળી હશે! વાણિયાને ત્યાં ભોજન હતું તેથી તેમાં લખ્યું કે“આજ વાણિયા જમે ને કાલ બારોટ જમે.” બીજે દિવસે બારોટ આવ્યા જમવા તો વાણિયો કહે કાલે બારોટ જમે. તારી કાલ આવશે નહીં અને બારોટ જમશે નહીં.
તેમ એ- હમણાં નહીં, હમણાં નહીં, જેને હમણાં આવે નહીં તેને ક્યારેય હમણાં આવતું નથી.
શ્રોતા:- એને મુશ્કેલી ઘણી હોય!
ઉત્તર- મુશ્કેલી શું? ધૂળમાં, મરે છે ત્યારે મુશ્કેલી છે? ખોજા હોય, મુસલમાન હોય તે વાણિયા છે કે નહીં. જે વેપાર કરે તે વેપારી. તે એમ કહે- હમણાં તો મરવાની પણ ફુરસદ નથી. મૃત્યુની ફુરસદ નથી. અરે એ ક્યાં જશે? લોકમાં એમ કહે છે ને! મરવાની ફૂરસદ નથી. આહાહા ! પાગલના ગામ કોઈ જુદા હોય છે?
અહીંયાં કહે છે પ્રભુ એક વખત સાંભળ તો ખરો નાથ! તારા ઘરમાં જવું હોય તો અબધ્ધના પક્ષનો પક્ષ છોડવો પડશે ભાઈ ! નિમિત્તને તો છોડવાનું છે જ નહીં, વ્યવહાર તો ઠીક છોડવો પડે, પરંતુ હું શુદ્ધ છું, હું અખંડ છું. એ નિશ્ચયનયનો વિકલ્પ છોડવો પડશે. અસંગનો મન સાથે સંગ કરી અને વિકલ્પ ઊઠાવ્યો તે વિકલ્પ પણ છોડવો પડશે.
(નય) દ્રવ્ય- પર્યાયરૂપ વિકલ્પબુદ્ધિ તેના એક પક્ષરૂપ અંગીકારને છોડીને.” બન્નેની વિકલ્પ બુદ્ધિમાં નિશ્ચયની વિકલ્પ બુદ્ધિ અને પર્યાયની વિકલ્પ બુદ્ધિ એમ લેવું. બે માંથી તે એક પક્ષને અંગીકાર કરે છે.. પછી તે વ્યવહારનો પક્ષ હો કે પછી નિશ્ચયનો પક્ષ હો! તેને છોડીને.
આહાહા ! એ વિકલ્પની જે વૃત્તિ ઊઠે છે તે દુઃખરૂપ છે. શુભ- અશુભ ભાવ તો દુઃખ છે જ. પોતાનો આત્મા અબદ્ધ પૃષ્ટ અને પ્રત્યક્ષ થવા લાયક છે. છે તો એવો ! એ તો આપણે અહીંયા શક્તિમાં આવી ગયુંને ! ૪૭ શક્તિમાં બાર નંબરની પ્રકાશ શક્તિ છે. પ્રકાશ શક્તિનો અર્થ એ છે કે પોતાનું સ્વરૂપ પ્રત્યક્ષપણે સ્વસંવેદનમાં આવે તે પ્રકાશ શક્તિનું કાર્ય છે. મતિ- શ્રુતજ્ઞાનમાં પણ આત્મા પ્રત્યક્ષ થઈ જાય એવો તેનો સ્વભાવ છે. આત્મા પરોક્ષ રહે તેવો તેનો સ્વભાવ જ નથી. સ્વભાવની ખબર નથી એટલે તેને પરોક્ષ રહ્યો છે.
આત્મ સ્વભાવમાં પ્રકાશશક્તિ નામનો ગુણ છે. તેથી તે પ્રકાશરૂપ- સ્વસંવેદનરૂપ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com