________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
કલશામૃત ભાગ-૩ આહાહા! પર્યાયમાત્ર અસત્યાર્થ છે એટલે ગૌણ કરીને તેને વ્યવહાર કહીને અસત્ય કહ્યું છે. અને ત્રિકાળને મુખ્ય કરીને, નિશ્ચય કરીને ભૂતાર્થ અને સત્યાર્થ કહ્યું છે. ત્યાં તો ભૂતાર્થને જ નય કહ્યું છે. વસ્તુ છે તે જ શુદ્ધનય છે.
નિર્વિકલ્પ નિશ્ચયનય અને તેનો વિષય ત્રિકાળી એવો ભેદ ન કરીને, ભૂતાર્થ સત્યાર્થ વસ્તુ જે ત્રિકાળી આત્મા, અમૃતનો પૂર્ણ સાગર તેને અમે શુદ્ઘનય કહીએ છીએ. અગિયાર ગાથામાં ત્રીજા પદમાં એમ લીધું કે- ‘ભૂવત્થઽસ્સિો વસ્તુ”, જે સત્યાર્થ વસ્તુ છે તે ત્રિકાળ છે તેનો આશ્રય ક૨વાથી સમ્યગ્દર્શન થાય છે. સમ્યગ્દર્શન એ તો ધર્મની પહેલી સીઢી. છ ઢાળામાં આવે છે ને ! “ મોક્ષ મહેલની પ્રથમ સીઢી. અરે ! મૂળ વાતની ખબર ન પડે અને પાગલ બીજી મોટી વાતો કરે. વ્રત ને તપ ને.. વગેરે. બાપુ ! વ્રત ને તપ શેનાં !
અહીંયા તો ૫૨માત્મા એમ કહે છે- તારી ચીજ અભેદ, શુદ્ધ, એકરૂપ છે. તેના આશ્રયથી સમ્યગ્દર્શન થાય છે. અને તેના ઉગ્ર આશ્રયથી ચારિત્ર થાય છે. અને તેના ઉગ્ર આશ્રયથી કેવળજ્ઞાન થાય છે. વ્યવહા૨થી થાય છે તેવી ક્યાંય વાત છે નહીં.
૯૬
99
અહીંયા કહે છે કે– જ્યાં આગળ નિશ્ચયના આશ્રયથી મુક્તિ કહી તે તો નિશ્ચયનો પક્ષ છે. હું શુદ્ધ છું, અભેદ છું, અખંડ છું એવી વિકલ્પની ભૂમિકામાં- રાગની ભૂમિકામાં રોકાય જાય છે.. તે દુઃખરૂપ છે.
શ્રોતા:- વિકલ્પમાં રહેવાનો નિષેધ છે...!
ઉત્ત૨:- ત્યાં તો એમ કહ્યું છે કે- તું અહીંયા સુધી આવ્યો તેથી શું ? એવો પાઠ છે. આત્મા વ્યવહા૨ે બદ્ધ છે અને નિશ્ચયે અબદ્ધ છે એવો વિકલ્પ થયો તેનાથી શું ? તેથી શું ? તમારે હિન્દીમાં શું કહેવાય ? ઈસસે ક્યા ? સંસ્કૃતમાં છે ‘તત્ સ્િ’I
અહીંયા કહે છે કે– પ્રભુ ! તું અભેદ, એક અને શુદ્ધ ત્યાં સુધી વિકલ્પમાં આવ્યો... પરંતુ તેથી શું ? તેનાથી તને શું લાભ છે ? વ્યવહારનય એમ કહે કે- ભગવાન આત્મા પર્યાયવાળો છે, રાગવાળો છે તેનો તો અમે નિષેધ કરતા આવ્યા છીએ. પરંતુ નિશ્ચયમાં જે અભેદ આત્મા છે, એકરૂપ છે, શુદ્ધ છે; આવો આત્મા છે ખરો, પણ.. તેનો વિકલ્પ કરે છે કે- હું આવો છું.. ને.. આવો છું.. તેનાથી તને શું લાભ થયો ?
આવી વાત છે ભાઈ ! પૈસાથી લાભ નહીં, દીકરાથી લાભ નહીં, પાપથી લાભ નહીં, પુણ્યથી લાભ નહીં, ગુણભેદના વિકલ્પથી લાભ નહીં.
પ્રશ્ન:- શું લાભ છે જ નહીં ?
ઉત્ત૨:- લાભ છે જ નહીં, દુઃખ છે. દુ:ખનો લાભ છે. અને ભગવાન દુઃખ સ્વરૂપ તો છે નહીં.
પ્રશ્ન:- લોકોને સંભળાવવામાં દુઃખ ?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com