________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૬૯
૯૭ ઉત્તર:- આહાહા! ભગવાન ! સાંભળવાનો પણ વિકલ્પ છે, કહેવામાં પણ વિકલ્પ તો છે, વાણી તો વાણીને કારણે નીકળે છે. કહેવામાં પણ વિકલ્પ તો છે. પણ એ વિકલ્પથી ભગવાન ભિન્ન છે. આત્માના ભાન થયા પછી વિકલ્પ આવે છે તેનો જ્ઞાતાદેખા છે. ગઈકાલે “જ્ઞાતાદૃષ્ટા” આવ્યું હતું ને? અકર્તા શક્તિમાં આવ્યું તું.
ધર્મી જીવ રાગનો અકર્તા છે. કેમ કે જ્ઞાયક સ્વભાવ ઉપર દૃષ્ટિ છે ને! તેથી તે જ્ઞાતાદેષ્ટા થયો છે. હવે જ્ઞાનીને રાગ આવે છે ત્યારે રાગ સંબંધી જ્ઞાન પોતાનું પોતાથી ઉત્પન્ન થાય છે... તેવો જ્ઞાતાદેષ્ટા છે.
કહ્યું એ? અહીંયા રાગ આવ્યો માટે રાગ સંબંધી જ્ઞાન થયું એમ છે જ નહીં. તે સમયે જાણેલો પ્રયોજનવાન પોતાની પર્યાયમાં, પોતાના કારણથી અપર પ્રકાશક પર્યાય ઉત્પન્ન થાય છે. તેમાં રાગને જાણ્યો તેવો વ્યવહાર કહેવામાં આવે છે. આહાહા ! રાગનો કર્તા તો નહીં પરંતુ રાગને જાણવું એ પણ સદ્ભુત ઉપચાર વ્યવહારનય છે. રાગને છોડીને પોતાની પર્યાયને જાણવી તે પણ વ્યવહાર- ભેદ છે.
આ આપણે આવી ગયું છે. સર્વવિશુદ્ધ જ્ઞાન અધિકારમાં પોતાનો આત્મા પોતાને જાણે છે એમ કહેવું તે પણ ભેદ છે. આત્મા આત્માને જાણે છે બસ.
પ્રશ્ન:- આપે જે તત્વ ઉમે કહ્યું તે કઈ ગાથામાં છે?
ઉત્તર:- ૧૪૧ પૂર્ણ થઈ ગઈ પછી ૧૪૨માં આ આવ્યું. “ત: fમ્' અમૃતચંદ્ર આચાર્ય કહે છે અહીં સુધી આવ્યો તેથી શું? તારામાં શું થયું? એ ૧૪૨માં મથાળામાં કહ્યું. અહીંયા આપણે ચાલે છે ૧૪૨ ગાથાનો કળશ.“યવ મુવા નયપક્ષપાત” એ કળશમાં કહે છે કે- હું અબદ્ધ છું, અશુદ્ધ છું એ તો છૂટી ગયું, દયા-દાન, વ્રત-ભક્તિના પરિણામ રાગ હતો તે છૂટી ગયો. હવે તે અહીંયા સુધી આવ્યો કે- હું અભેદ છું, એક છું, શુદ્ધ છું તેવા વિકલ્પમાં આવ્યો તેથી શું? ભાઈ ! તારા આત્માને એનાથી શું લાભ થયો? આવી વાત છે.
આહાહા ! શું કહે છે તે જુઓ! અહીંયા વાત ચાલે છે- નયપક્ષપાતથી રહિત કેમ થવું? નિશ્ચયનયના પક્ષમાં આવ્યો કે હું શુદ્ધ છું, અબદ્ધ છું; એવા નિશ્ચયના પક્ષમાં આવ્યો તો પણ શું? પક્ષમાં આવ્યો તેમાં શું થયું? વસ્તુ તો પક્ષીતિક્રાંત છે. આ તો માખણ છે. આ તો પરિચય કરે ત્યારે સમજાય એવી વાત છે.
પ્રશ્ન:- પરિચય કરવાનો ઉપાય શું? ઉત્તર:- પૈસાથી નિવૃતિ લેવી. કેમ ભાઈ ! પ્રશ્ન:- ક્યારે લેવી?
ઉત્તર:- અત્યારે લેવી. જ્યારે મરણ આવે છે તે પૂછીને આવે છે? મરણ કહે છે કેહું અત્યારે આવું છું? મરણ એક વખત આવે છે કે બે વખત? તે પહેલેથી કહે છે કે હું
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com