________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૩
કલશ-૬૯ કહ્યું છે. પરમ નિરપેક્ષ એટલે તેને વ્યવહારની કે વિકલ્પની અપેક્ષા નથી. આહાહા ! પરમ નિરપેક્ષ રત્નત્રયને સેવવાવાળો ભગવાન આત્મા છે. આ મોક્ષનો માર્ગ છે. મોક્ષમાર્ગમાં પરની કોઈ અપેક્ષા છે જ નહીં. મોક્ષમાર્ગ નિરપેક્ષ છે તેવો પાઠ છે. અહીંયા તો કહે છે– નિશ્ચયથી જે દ્રવ્યનો આશ્રય છે તેનો વિકલ્પ છોડવો છે. દ્રવ્ય અને પર્યાય તે બન્નેને સાથે લીધા છે. દ્રવ્ય એટલે નિશ્ચય અને પર્યાય એટલે વ્યવહાર. - આ ત્રણલોકના નાથની દિવ્ય ધ્વનિ છે. જેને ઇન્દો સાંભળતા હોય તે વાણી કેવી હોય ! એક ભવતારી ઇન્દ્રો છે. પતિ અને પત્ની બન્ને એક ભવતારી છે. સૌધર્મ દેવા લોકનો ઇન્દ્ર ત્રણ જ્ઞાનનો ધણી છે. એક એક વૈમાનમાં અસંખ્ય દેવ છે. તો તેવા બત્રીસ લાખ વૈમાન છે. કોઈ વૈમાનમાં થોડી સંખ્યા છે. સૌધર્મ સ્વર્ગમાં અસંખ્ય દેવ વસે છે તેનો સ્વામી શકેન્દ્ર એમ કહે છે કે હું તેનો સ્વામી નહીં. મને જરી રાગ આવ્યો તેનો પણ હું સ્વામી નહીં. હું તો દ્રવ્ય શુદ્ધ, ગુણેશુદ્ધ અને નિર્મળ આનંદની પર્યાય શુદ્ધ તે મારું સ્વ અને તેનો હું સ્વામી છે.
મેરુપર્વત ઉપર સોધર્મ દેવલોક છે. ત્રણ તો જ્ઞાન છે- મતિ, શ્રુત, અવધિ. તે ભગવાનની પાસે મહાવિદેહમાં સાંભળવા જાય છે. એ સમ્મદષ્ટિ એકભવતારી છે. બન્ને એક ભવે મોક્ષે જવાના છે. ભગવાને કહ્યું છે- તેમનું નક્કી થઈ ગયું છે. તે પણ વાણી સાંભળવા જાય છે ભાઈ ! એ ધર્મકથા કેવી હશે?
શ્રોતા:- મૃત્યુલોકની આ દિવ્યધ્વનિ છે.
ઉત્તર:- અહીંયા અસંખ્ય દેવ દિવ્ય ધ્વનિ સાંભળવા આવે છે. મૃત્યુલોક તો મનુષ્યની અપેક્ષાએ છે, બાકી અહીં તો અમૃતલોક છે. ભગવાન તો અમૃતલોકમાં બિરાજે છે. એ અમૃતલોકની પાસે આવે છે. અહીંયા તો દેહનો અને રાગનો તો નાશ છે. રાગનો નાશ કરવો તે પણ આત્માના સ્વભાવમાં નથી. એ તો આપણે ત્યાગ- ઉપાદાન શૂન્યત્વ શક્તિમાં આવી ગયું. ભાઈ ! પરદ્રવ્યનું ગ્રહણ ને ત્યાગ તો સ્વરૂપમાં છે જ નહીં. રાગનું ગ્રહણ- ત્યાગ પણ સ્વરૂપમાં છે નહીં– શ્રી સમયસાર ૩૪ ગાથામાં કહ્યું છે. આત્મા રાગનો ત્યાગ કરનારો છે તે નામ માત્ર કથન છે.
અહીંયા તો બહારનો ત્યાગ કરે તે ત્યાગી લ્યો! અમે સ્ત્રી છોડી દીધી! દુકાન છોડી દીધી; આ શું છે પ્રભુ?
અહીંયા તો પરમાત્મા એમ કહે છે કે પ્રભુ! તારી ચીજમાં એક ત્યાગ-ઉપાદાન શૂન્યત્વ શક્તિ છે. ત્યાગ નામ છોડવું અને ઉપાદાન એટલે ગ્રહણ. એ ત્યાગ-ઉપાદાન શૂન્યત્વ શક્તિ તારો સ્વભાવ છે. રાગનું ગ્રહણ અને રાગનો ત્યાગ એ તારો સ્વભાવ નથી. તો પછી પરવસ્તુનો ત્યાગ કર્યો અને અમે ત્યાગી થઈ ગયા એ મિથ્યાજ્ઞાન છે પ્રભુ! આહાહા! ચૈતન્ય ભગવાન અંદર બિરાજે છે તેમાં એક એવી શક્તિ છે જેમાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com