________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કલશ-૬૯
૯૧ અહીંયા કહે છે કે – અતીન્દ્રિય સુખનો આસ્વાદ કરે છે– પીવે છે. જુઓ ! આનું નામ સમ્યગ્દર્શન અને તેનું નામ અનુભૂતિ છે. અતીન્દ્રિય આનંદનો સ્વાદ તેનું નામ ધર્મ- મોક્ષનો માર્ગ છે. તેનું નામ પર્યાયમાં સુખ સાગરનું ઉછળવું છે. બપોરે શક્તિ ચાલે છે તેમાં આવે છે કે- જ્ઞાનની પર્યાય જ્યારે સમ્યક ઉત્પન્ન થઈ તેની સાથે અનંતી પર્યાય ઉછળે છે. ઉછળે છે અર્થાત્ ઉદય પામે છે. અર્થાત્ પ્રગટ થાય છે. માર્ગ આવો છે. લોકોને જરી વિરુદ્ધ લાગે. તેને એમ થાય કે- આ વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય થશે. નહીં તો એકાંત છે.
આહાહા ! વાસ્તુ કરે છે તો ત્યાં કોઈ મકાન હોય તેનું વાસ્તુ કરે છે કે નહીં? જંગલમાં કરે છે? કોઈ એમ ને એમ ખાલી કરે છે? એમ તારી વસ્તુમાં વસવું તે વાસ્તુ છે. વસ્તુ તેને કહીએ કે જેમાં અનંત શક્તિઓ વસેલી છે. ગોમ્મદસારમાં આવો શબ્દ લીધો છે કે- આત્મ વસ્તુ. વસ્તુ... , વસ્તુ તેને કહીએ કે જેમાં અનંતગુણ ને અનંત શક્તિ વસેલી- રહેલી છે. માટે તે વસ્તુ છે. એ વસ્તુમાં વાસ કરવો તે વાસ્તુ. શું કહે છે? મકાનનું વાસ્તુ, એમ આ વાસ્તુ છે. આહાહા ! તારી ચીજમાં વાસ્તુ કરને નાથ! તારી ચીજ પ્રભુ પડી છે ને આનંદનો નાથ! તારી દૃષ્ટિનો પલટો ખાવાની આટલી વાત છે. એક સમયાન્તરની વાત છે. જે દષ્ટિ પર ઉપર છે તે એક સમયમાં ગુંલાટ ખાય છે. કાર્ય એક સમયાન્તરમાં થાય છે. ભૂલ એક સમયની છે અને પર્યાય એક સમયની છે. ભગવાન ચૈતન્ય સાગર એ તો પવિત્ર પિંડ છે પ્રભુ! સમજમાં આવ્યું?
અહીં કહે છે (પિત્તિ) આસ્વાદ કરે છે. શું કરીને? “નયપક્ષપાતું ગુરુત્વા” દ્રવ્ય- પર્યાયરૂપ વિકલ્પબુદ્ધિ તેના એક પક્ષરૂપ અંગીકારને છોડીને.”
શું કહે છે? બે વાત કરી- દ્રવ્ય ને પર્યાય. હું બદ્ધ છું, હું અશુદ્ધ છું, હું અનેક છું, હું વેદન લાયક નથી, હું જાણવાલાયક નથી એવી પર્યાય બુદ્ધિ તેનો વિકલ્પ છોડીને, વ્યવહાર તેનો નિષેધ કરતા આવ્યા છીએ. તેનાથી આગળ અહીંયા તો – હું શુદ્ધ છું, હું બુદ્ધ છું, હું અબદ્ધ છું, હું પ્રત્યક્ષ થવા લાયક છું, મારી ચીજ પ્રત્યક્ષ થવા લાયક છે તેવા વિકલ્પનો નિષેધ કરીને. હું પ્રત્યક્ષ થવા લાયક નથી તે તો પર્યાય બુદ્ધિ અને વ્યવહાર છે તેનો તો નિષેધ કરીને અહીં આવ્યા છીએ.
અહીં તો હું શુદ્ધ છું, પ્રત્યક્ષ થવા લાયક છું, હું અબદ્ધ છું, હું શુદ્ધ ચિલ્વન , હું એકરૂપ છું, હું જાણવાલાયક છું, હું વેદવા લાયક છું, હું પ્રત્યક્ષ થવા લાયક છું તેવો વિકલ્પ પણ છોડી દે! સમજમાં આવ્યું.
ભગવાન આત્માની અંદરમાં નિવાસ કરવો હોય, વસ્તુની પ્રાપ્તિ કરવી હોય તો. વ્યવહારનયના જેટલા કથન છે તેને તો અમે પહેલેથી નિષેધ કરતા આવ્યા છીએ. નિશ્ચય- વ્યવહારની સાથમાં આ નિશ્ચયનો બોલ આવ્યો. હું શુદ્ધ છું, અખંડ છું, અભેદ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com