________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૯૦
કલશામૃત ભાગ-૩ ભૂમિકામાં નથી થયો.
અનાદિથી શુભ અશુભભાવ થયા કરે છે. શુભભાવની મુખ્યતા છે તેમાં ધર્મ માનીને ત્યાં રુચિ કરીને ત્યાં વાસ કરે છે. એકવાર પ્રભુ તારું અમૃતધામ- અમૃતફળ એ તારી ચીજ છે. તે કદી મૃત્યુ પામે નહીં, નાશ પામે નહીં, પલટે નહીં એવી ચીજ છે. આહાહા ! તારી ચીજ અતીન્દ્રિય અમૃત સુખથી ભરેલી છે. અમૃતની વ્યાખ્યા કરીઅતીન્દ્રિય સુખ એ સાક્ષાત અમૃતની વ્યાખ્યા કરી. સાક્ષાત એટલે અતીન્દ્રિય અને અમૃતસુખ.
ભગવાન આત્મા આનંદ સ્વરૂપ, સત્ ચિદાનંદ પ્રભુ, સત્ નામ શાશ્વત જ્ઞાન ને આનંદનો ભંડાર છે. કહ્યું હતું ને- સર્વ શક્તિનો સંગ્રહાલય છે. જેમ ગોદામમાં અનેક પ્રકારનો માલ પડ્યો હોય એમ ભગવાનના ગોદામમાં અનેક પ્રકારની શુદ્ધ શક્તિઓ પડી છે. તેમાં અમૃત નામની સુખ નામની એક શક્તિ છે.
તું પ્રભુ અનાકૂળ આનંદ- સુખ સ્વરૂપ છો. પર્યાયમાં જે રાગ-દ્વેષરૂપ અશુદ્ધતા દેખાય છે તે તારી ચીજ નહીં. એની રુચિથી તારું મૃત્યુ થાય છે. પુણ્ય-પાપ રાગાદિ તેની રુચિને કારણે પોતાના સ્વભાવ પ્રત્યે તેને ક્રોધ આવ્યો, ષ આવ્યો. “વૈષ અરોચક ભાવ”. ભગવાન આનંદની રુચિ નથી એ જ આત્મા પ્રત્યે દ્વેષ નામ ક્રોધ કહેવામાં આવે છે. ઝીણી વાત છે ભગવાન !
અહીંયા કહે છે કે- સાક્ષાત અતીન્દ્રિય સુખને પીવે છે. ધર્માજીવ એ અતીન્દ્રિય આનંદનો સ્વાદ લ્ય છે. જેમ શેરડીનો રસ ગટુગટુ પીવે છે તેમ ધર્મી પોતાના ચૈતન્ય અમૃતસાગરમાં એકાગ્ર થઈને અમૃતના ઘૂંટડા પીવે છે. “પિવન્ત' એમ શબ્દ લીધો છે. શું “fપત્તિ ” ? આનંદની પર્યાય અપૂર્ણ છે તેથી હજુ તૃપ્તિ નથી. પૂર્ણાનંદના નાથની જ્યારે પર્યાયમાં પૂર્ણ તૃપ્તિ થાય છે ત્યારે પૂર્ણ થાય છે.
ન્યાલચંદભાઈએ દ્રવ્યદૃષ્ટિ પ્રકાશમાં- જેમ શેરડીનો રસ પીવે તેમ આનંદની ગટાગટી પીવે છે. તેમ ધર્મી જીવ પોતાના અમૃતસાગરની સન્મુખ થઈને અંતરમાં નિવાસ કરે છે. તો તે અમૃતને પીવે છે. આહાહા ! તેનું નામ ધર્મ છે. સમજમાં આવ્યું?
શ્લોક ૬૮માં કહ્યું કે- અશુદ્ધ ચેતનાના પરિણામ નવા કર્મબંધનમાં નિમિત્ત થાય છે. ત્યાં તો બંધન પોતાથી થાય છે એમ સિદ્ધ કરવું છે. પછી આ સાર લીધો છે.
આજ તો બહેનનો જન્મ દિવસ છે ને! ભાઈ ! એ તો ધર્મરત્ન છે. બહારમાંથી મરી ગયેલા છે. એને કોઈ હીરે વધાવો પરંતુ એને કાંઈ નથી. એ તો મડદાંની જેમ ઉભા હતા.
આહાહાજ્યાં આત્માના આનંદનો સ્વાદ આવ્યો તો પરમાં ઉત્સાહ અને વીર્યની દશા ચાલી જાય છે. જ્યાં આત્માના આનંદનો સ્વાદ આવ્યો ત્યાં પર તરફના ઉત્સાહની વીર્ય દશા છૂટી જાય છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com