________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
૮૯
આહાહા ! શુદ્ધ ચૈતન્ય જ્ઞાયક ભગવાન તેમાં જે કોઈ જીવ તન્મય થયા છે એટલે સ્વરૂપમાં એકાગ્ર થયા છે. તન્મયનો અર્થ પર્યાય ને દ્રવ્ય એક થઈ જાય છે તેમ નહીં. તન્મયનો અર્થ પર્યાય એ તરફ ઝૂકી ગઈ છે તે અપેક્ષાએ તન્મય કહેવામાં આવે છે. સમજમાં આવ્યું ?
કલશ-૬૯
કર્તાકર્મના વીસ શ્લોક છે. એમાં પહેલા શ્લોકની વાત છે. જેને સમ્યગ્દર્શન થાય છે તે ક્યારે થાય છે? તે કેવી રીતે થાય છે ? આ પોતાનું સ્વરૂપ જે શુદ્ધ ચૈતન્યધન છે તેમાં ‘નિવસન્તિ ’ વાસ કરે છે. અનાદિકાળથી તેનો પુણ્ય-પાપ આદિમાં નિવાસ હતો, તે પર્યાયબુદ્ધિમાં પુણ્ય-પાપની એક સમયની પર્યાયમાં તન્મય હતો... તે પર્યાયબુદ્ધિવાળો મિથ્યાર્દષ્ટિ હતો. સમજમાં આવ્યું ?
,
,,
પોતાના સ્વરૂપ સન્મુખ થઈને તેનો આશ્રય લઈને જે ચૈતન્યધન – આનંદકંદ એવા ચૈતન્યમાં નિવાસ કરે છે તે જ્ઞાની છે. “ જે કોઈ જીવ શુદ્ધ ચૈતન્યમાત્ર વસ્તુમાં ”, આ સ્વરૂપની વ્યાખ્યા કરી. શુદ્ધ ચૈતન્ય પવિત્ર પિંડ પ્રભુ છે. એક સમયની દશામાં અપવિત્રતા અને સંસાર છે. વસ્તુમાં સંસાર નથી અને અલ્પજ્ઞતા પણ નથી.
વસ્તુ જે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ તે સ્વરૂપની વ્યાખ્યા કરીને ? સ્વરૂપની વ્યાખ્યા શુદ્ધ ચૈતન્ય માત્ર વસ્તુ. સ્વ... રૂપ પોતાની જે શુદ્ધ ચૈતન્યમાત્ર વસ્તુ છે... તેમાં ગુપ્તતન્મય થયા છે. આહાહા ! જે વિકલ્પોને છોડીને પોતાની ચીજમાં જે કોઈ આશ્રય લઈ તન્મય થાય છે તે વસ્તુમાં સ્થિરતાપૂર્વક રહે છે. આનંદકંદ પ્રભુ તેમાં રહે છે. અહીંયા તો એમ કહ્યું છે કે– તેમાં નિરંતર રહે છે. જેને વિકલ્પ તૂટીને સ્વરૂપમાં નિવાસ થયો તો હવે દૃષ્ટિ નિરંતર ત્યાં જ પડી છે.. અને તે આનંદમાં રહે છે. આવો માર્ગ છે સમજમાં આવ્યું ? ‘નિવસન્તિ ” તે જીવ સાક્ષાત અમૃતં ‘પિવન્તિ ' . સાક્ષાત કેમ ? આત્મા અમૃત સ્વરૂપ તો છે જ, જેનું કદી મૃત્યુ નથી, જેનો કદી અભાવ નથી, જેનો કદી નાશ નથી તેવી ચીજ ને અમૃત સ્વરૂપ કહે છે. સમજમાં આવ્યું ?
આવો અમૃત સ્વરૂપ ભગવાન આત્મા અમૃતનું ભોજન કરે છે. આહાહા ! દૃષ્ટિ ત્યાં લાગી છે, પર્યાય અને રાગ ઉપરથી દૃષ્ટિ ઊઠાવી લીધી છે તે નાસ્તિથી કથન છે. બાકી અંત૨માં ગયો તો ઊઠાવી લીધી એમ પણ નથી.. પરંતુ તેમ થઈ જાય છે. વાત સમજમાં આવી ? વાત સુક્ષ્મ છે, પણ છે આ. બાકી બહારમાં લાખ- લાખ દાન ને શિયળ, તપ કરે, ગમે તે કરે, બહા૨માં અનેક પ્રકારના મહોત્સવ મનાવે એ બધી વિકલ્પની જાળ- રાગ છે.
અહીં તો ૫૨માત્મા એમ કહે છે કે- એકવાર પ્રભુ ધ્રુવ ધામમાં નિવાસ તો કર. નિવાસ અર્થાત્ વિશેષ વાસ કરવો. જે કાંઈ શુભરાગ દયા-દાન, વ્રત-ભક્તિ આદિ તેમાં તા૨ો વાસ છે? ( નહીં ) તે તો તારો મિથ્યા ભૂમિકામાં વાસ છે. તારો વાસ ચૈતન્ય
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com