________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશામૃત ભાગ-૩
અહીં કહ્યું ને કુંભારના પરિણામ તેનું બાહ્ય નિમિત્ત-કારણ છે.. પરંતુ વ્યાપ્યવ્યાપક નહીં. શું કહે છે ? માટીમાંથી ઘડો થાય છે તેમાં ઘડાની અવસ્થા વ્યાપ્ય છે અને માટી વ્યાપક છે. કુંભાર વ્યાપક છે ને ઘડો વ્યાપ્ય છે એમ છે નહીં. વ્યાપ્ય નામ અવસ્થા અને વ્યાપક નામ દ્રવ્ય. તે કાયમ રહેનાર ચીજ છે. વ્યાપક અને ક્ષણિક પર્યાય ઉત્પન્ન થાય છે તે વ્યાપ્ય છે. આહાહા ! ઘડાનું વ્યાપક માટી છે.. અને ઘડો તેની વ્યાપ્ય અવસ્થા છે. કુંભકાર વ્યાપક છે અને માટી-ઘડો અવસ્થા તેનું વ્યાપ્ય છે તેમ છે નહીં.
આત્મા રાગ– દ્વેષનો કર્તા છે અને કર્મ બંધાય છે તે તેની અવસ્થા નામ વ્યાપ્ય છે તેમ નથી. વ્યાપ્ય- વ્યાપક્તા કર્મમાં છે. આત્માએ રાગ કર્યો તે વ્યાપક છે અને કર્મની પર્યાય છે તે વ્યાપ્ય થઈ તેમ છે નહીં. થોડું સૂક્ષ્મ છે પણ જાણવું તો પડશે કે નહીં ?
“તેમ જ્ઞાનાવરણાદિક કર્મપિંડરૂપ પુદ્ગલદ્રવ્ય સ્વયં વ્યાપ્ય- વ્યાપકરૂપ છે. ” લ્યો ! એ કર્મ જ વ્યાપ્ય– વ્યાપક છે. કર્મની અવસ્થા તે વ્યાપ્ય છે અને પુદ્ગલકર્મ જે છે તે વ્યાપક છે. તે કર્મબંધનની પર્યાયમાં આત્મા વ્યાપક છે તેમ છે નહીં.
८०
* * *
(ઉપેન્દ્રવજા )
य एव मुक्त्वा नयपक्षपातं स्वरूपगुप्ता निवसन्ति नित्यम् । विकल्पजालच्युतशान्तचित्तास्त एव साक्षादमृतं पिबन्ति।।२४-६९।।
,,
ખંડાન્વય સહિત અર્થ:- “ચે વ નિત્યમ્ સ્વરૂપગુણા: નિવસન્તિ તે પુવ સાક્ષાત્ અમૃતં પિવન્તિ ” (યે વ ) જે કોઈ જીવ (નિત્યમ્) નિરન્તર (સ્વરુપ) શુદ્ધ ચૈતન્યમાત્ર વસ્તુમાં (નુHT: ) તન્મય થયા છે-(નિવસન્તિ) એવા થઈને રહે છે ( તે વ ) તે જ જીવો ( સાક્ષાત્ અમૃતં) અતીન્દ્રિય સુખનો (પિવૃત્તિ ) આસ્વાદ કરે છે. શું કરીને ? “ નયપક્ષપાતું મુત્ત્તા” (નય) દ્રવ્ય-પર્યાયરૂપ વિકલ્પબુદ્ધિ તેના (પક્ષપાતં) એક પક્ષરૂપ અંગીકા૨ને (મુત્ત્તા) છોડીને. કેવા છે તે જીવ ? વિપજ્ઞાનવ્યુતશાન્તવિજ્ઞા:” (વિપજ્ઞાન) એક સત્ત્વનો અનેકરૂપ વિચાર તેનાથી ( વ્યુત) રહિત થયું છે (શાન્તવિજ્ઞા:) નિર્વિકલ્પ સમાધાનરૂપ મન જેમનું, એવા છે. ભાવાર્થ આમ છે કે-એક સત્ત્વરૂપ વસ્તુ છે તેને, દ્રવ્ય-ગુણપર્યાયરૂપ, ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યરૂપ વિચારતાં વિકલ્પ થાય છે, તે વિકલ્પ થતાં મન આકુળ થાય છે, આકુળતા દુ:ખ છે; તેથી વસ્તુમાત્ર અનુભવતાં વિકલ્પ મટે છે,
''
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com