________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૮
કલશાકૃત ભાગ-૩ છે- માન માટે, આબરૂ માટે, કીર્તિ માટે.. છે. મિથ્યાદેષ્ટિની દૃષ્ટિમાં પુણ્યથી ધર્મ થાય છે, પર્યાય જેટલો આત્મા, હું પરની ક્રિયા કરી શકું છું, પરથી મને લાભ મળે છે તેવી દષ્ટિ મિથ્યાષ્ટિની છે.
“તેથી સૂત્ર સિદ્ધાંતના પાઠરૂપ છે. અથવા વ્રત-તપશ્ચરણરૂપ છે અથવા દાન, પૂજા, દયા, શીલરૂપ છે અથવા ભોગાભિલાષરૂપ છે અથવા ક્રોધ, માન, માયા, લોભરૂપ છે, - આવા સઘળા પરિણામ અજ્ઞાનજાતિના છે.”
આહાહા! અજ્ઞાનજાતિના કેમ છે? કેમ કે તે પરિણામમાં પોતાપણું માનીને રોકાઈ ગયો છે. પરિણામથી ભિન્ન મારી ચીજ છે, હું આત્મા છું અને તેનાથી મને લાભ થાય છે તેમ ન માનતા, રાગથી મને લાભ થાય છે તે અજ્ઞાનજાતિના પરિણામ છે. મોક્ષમાર્ગ પ્રકાશમાં આવ્યું છે કે- શ્રોતાની સંખ્યા ઘણી દેખાય તો પોતે રાજી થાય છે તે ભાવ અજ્ઞાન અને મિથ્યા છે. આ તો વીતરાગ માર્ગ છે. સમજાય છે કાંઈ
આવા સઘળા પરિણામ અજ્ઞાનજાતિના છે, કેમ કે બંધનું કારણ છે, સંવરનિર્જરાનું કારણ નથી; - દ્રવ્યનો એવો જ પરિણમન વિશેષ છે.”
મિથ્યાષ્ટિની શ્રદ્ધા મિથ્યા છે. તેથી તેની પ્રરૂપણા મિથ્યા જૂઠી છે. વ્રત કરવાથી કલ્યાણ થશે, તપ કરવાથી કલ્યાણ થશે, દાનથી, બ્રહ્મચર્ય પાળવાથી, તપ કરવાથી, અપવાસ આદિ કરવાથી આ શુભરાગ છે તેનાથી કલ્યાણ થાય છે તે દૃષ્ટિ મિથ્યા છે. એ કારણે તેના અજ્ઞાનજાતિના બધા પરિણામ બંધનું કારણ છે. તે સંવર- નિર્જરાનું બિલકુલ કારણ નથી. અજ્ઞાની વ્રત પાળે, પંચમહાવ્રત અઠાવીસ મૂળગુણ પાળે તે બધા આસ્રવ છે. બંધનું કારણ છે. આ વાત લોકોને આકરી પડે છે. વ્રત- તપ કરે એ સાધન છે. એ સાધનથી સાધ્ય ઉત્પન્ન થાય છે– એમ તેઓ કહે છે.
પંચાસ્તિકાયમાં ભિન્ન સાધન સાધ્ય લખ્યું છે તે તો બીજી અપેક્ષાએ કહ્યું છે. બાકી સાધ્ય તો નિશ્ચય છે. એ સાધનનો રાગમાં આરોપ આપીને ભિન્ન સાધન-સાધ્ય કહ્યું છે. રાગ સાધન છે જ નહીં. તેને આરોપ આપીને સાધન કહ્યું છે. અરે ! આમાં ક્યાં નજર પહોંચે?
દ્રવ્યનો એવો જ પરિણામ વિશેષ છે.” જુઓ! તેમાં પણ એમ આવ્યું કેભોગવિલાસ આદિના, વ્રતાદિના પરિણામ જ્ઞાનજાતિના છે- કેમ કે દ્રવ્ય વિશેષ શુદ્ધ પરિણામને કારણે તે જ્ઞાનજાતિના છે. જેને અશુદ્ધ પરિણામ છે તેને દૃષ્ટિની ખબર નથી અને ચીજની ખબર નથી. તેને તો એકલા દાન, વ્રત, તપ સાધન લાગે છે. ભગવાન ! આ તો હિતનો માર્ગ છે. આમાં કોઈને ખુશી થાય કોઈને ના ખુશી થાય એવી વાત અહીં છે નહીં.
આત્મા રાજી કેવી રીતે થાય? આત્માની શુદ્ધદષ્ટિ કરે તો આનંદ આવે છે તો રાજી થાય. પરને રાજી કરવા તેમાં તારું શું ભલું છે?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com