________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૬૭
૭૭ ચોથા અધ્યાયમાં છે.
ત્રણ પ્રકારમાં સ્વરૂપ વિપરીતતા, કારણ વિપરીતતા અને ભેદભેદ વિપરીતતા લીધી છે. મારામાં નીચે લીટી કરી છે. અહીંયા વારંવાર કોણ વાંચે? પહેલાં વાંચેલ હોય. આવૃતિ ફેર છે તેથી પાનું ફેર છે. મારે તો એ કહેવું છે કે
અહીં લીધું ને કે- વ્રત તપશ્ચરણરૂપ દાન- પૂજા- દયા શીલરૂપ શુભભાવોમાં મિથ્યાષ્ટિનું જ્ઞાન વિપરીત છે. તે શાસ્ત્રને સત્ય પણ જાણે, પરંતુ તે પોતાનું પ્રયોજન અયથાર્થ સાધે છે. તેથી તે સમ્યજ્ઞાન કહેવામાં આવતું નથી. આહાહા ! પોતાના જાણપણા દ્વારા માની લ્ય છે. કે મને જાણપણું છે. તેનો આશ્રય લઈ અને બીજાને બતાવવું તે પ્રયોજન સત્ય નથી.
મિથ્યાદેષ્ટિના ત્રણ કારણ લીધા, તેમાં પહેલું કારણ વિપરીતતા લીધું, પછી સ્વરૂપ વિપરીતતા અને ભેદભેદ વિપરીતતા લીધું. આ બધો તેનો જૂઠો નિર્ધાર હોવાથી યથાર્થ જ્ઞાન નથી. “મિથ્યાષ્ટિને જીવાદિ તત્ત્વોના અયથાર્થ જાણવાને મિથ્યાજ્ઞાન ભલે કહો” પણ વ્રત-તપશ્ચરણને યથાર્થ જાણે તેને તો સમ્યકજ્ઞાન કહો? આવો પ્રશ્ન છે તેનું સમાધાન- મિથ્યાદેષ્ટિ જાણે છે ત્યાં તેને સત્તા- અસત્તાનો વિશેષ (ભેદ) નથી, તેથી તે કારણ વિપરીતતા, સ્વરૂપ વિપરીતતા વા ભેદભેદ વિપરીતતા ઉપજાવે છે. તેનો પર કર્તા છે અને પર્યાય પરથી થાય છે; એવો કારણમાં વિપર્યાસ ફેર છે. તેથી તેનું પરનું જાણવું મિથ્યા છે.
એ તો પહેલાં કહ્યું ને કે- સત્ય પણ જાણે પરંતુ તે પોતાનું પ્રયોજન અયથાર્થ સાધે છે. માન મેળવવા માટે મને આવડે છે, હું પંડિત છું.. એ બધા અયથાર્થ પ્રયોજન સાધે છે.
પ્રશ્ન:- પૈસા લેવા માટે કરતો હોય તો વાંધો નહીં.
ઉત્તર- તે બધી વિપરીતતા છે. મોક્ષમાર્ગ પ્રકાશકમાં કહ્યું છે... પૈસા લેવા માટે ભણે છે, કાર્ય કરે છે. એ બધી વિપરીતતા છે. મોક્ષમાર્ગ પ્રકાશકમાં અહીં નહીં. બીજે ઠેકાણે છે.
અહીંયા કહે છે કે- સત્ય પણ જાણે, શાસ્ત્રનું જ્ઞાન એવું ધારણામાં હોય કે સત્ય પણ જાણે, પરંતુ તે પોતાનું પ્રયોજન અયથાર્થ સાધે છે. પોતાના માન માટે, આબરુ માટે, કીર્તિ માટે, બહારમાં મને દુનિયા પ્રસિદ્ધ કરે એ પ્રયોજન માટે જ્ઞાન છે તે મિથ્યા છે. આ તો વીતરાગ માર્ગ છે પ્રભુ!
શ્રોતા:- સત્ય જાણે તો પણ...! ઉત્તરઃ- એ કહ્યું ને! સત્ય પણ જાણે પરંતુ તે પોતાનું પ્રયોજન અયથાર્થ સાધે છે. પ્રશ્ન- સત્ય જાણવાવાળો અયથાર્થને કેમ સાધે? ઉત્તર- સાધે, તેને વાત ધારણામાં આવી ગઈ છે. પરંતુ તેનું પ્રયોજન અન્યથા
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com