________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કલશ-૬૭
૭૫ શ્રોતા:- ચર્ચા તો કરવી જોઈએને?
ઉત્તર- તત્ત્વચર્ચા દરરોજ રાત્રિના થાય છે. તેની ક્યાં મનાઈ છે. વાદ વિવાદ નહીં. એને તો તમારી વાત ખોટી અને અમારી વાત સાચી એ માટે ચર્ચા કરવાની છે.
લીંબડીમાં જીવાપ્રતાપ શ્વેતામ્બરનો કરોડપતિ માણસ છે. તેનો ભત્રીજો ચંદ્રશેખર તેણે દીક્ષા લીધી. ઘણાં વર્ષો પહેલાં લીંબડી મારી પાસે આવ્યા; તે કહે- આપણે ચર્ચા કરીએ! એ એમ સમજતા હતા કે મને આવડે છે. શ્વેતામ્બર હતા તેથી તેની દૃષ્ટિ તો વિપરીત હતી. તેથી તેની સાથે ચર્ચા કરીએ તો પણ આ તત્ત્વ બેસે નહીં. તેથી અમે કહ્યું કે- અમારે ચર્ચા નથી કરવી. અરે..! તમારું નામ આટલું પ્રસિદ્ધ અને તમે ના પાડો છો? તમારું બહારમાં શું થશે? પછી અમે બધા બેઠા હતા. સાથે તેના શેઠિયા વગેરે હતા. (તેમણે પ્રશ્ન કર્યો, આ ચશ્મા વિના દેખાય છે? એમ બોલ્યા. અમે કહ્યું- થઈ ગઈ ચર્ચા. અરે ભગવાન ! ચશ્મા પર છે અને આ જાણવાની પર્યાય પોતાની છે. ન જાણે તો પણ પોતાથી છે અને જાણે તો પણ પોતાથી છે. ચશ્માથી જાણે છે એમ તો નથી પરંતુ આંખથી જાણે છે એમ પણ નથી. ઇન્દ્રિયનું જ્ઞાન તે આત્માનું જ્ઞાનેય નથી. સમજમાં આવ્યું?
અલિંગગ્રહણમાં પહેલા બે બોલમાં આવે છે કે૧) ઇન્દ્રિયથી જાણવું તે આત્માનો સ્વભાવ નહીં. ૨) ઇન્દ્રિયથી જણાવું તેવો સ્વભાવ નથી. ૩) આત્મા ઇન્દ્રિય પ્રત્યક્ષનો વિષય નથી. ૪) ભગવાન આત્મા બીજાના અનુમાન દ્વારા જાણવામાં આવે તેવો નથી.
જેને પ્રત્યક્ષ થયો નથી અને એકલા અનુમાનથી જાણવામાં આવે એ વાત છે નહીં. કેમ કે અનુમાન છે તે વ્યવહાર થઈ ગયો. અને આત્મા પણ એકલા અનુમાન જ્ઞાનથી પરને જાણે એવો આત્મા છે નહીં. તે તો પોતાના જ્ઞાન સ્વભાવથી જાણવામાં આવે છે. રાગથી, વિકલ્પથી, વ્યવહારથી જાણવામાં આવતો નથી. આત્મા જ્ઞાનની પર્યાયથી જાણવામાં આવે છે તેવો પ્રત્યક્ષ જ્ઞાતા છે. આ પ્રકારે છ બોલ છે. આવો માર્ગ છે ભાઈ !
અહીંયા કહે છે- આ કોઈ દ્રવ્ય પરિણામનું વિશેષ છે. ભોગ વિલાસના વિકલ્પ, વ્રત- ક્રિયાના વિકલ્પ તેને અમે સંવર – નિર્જરાનું કારણ કહીએ છીએ. તેને અમે દ્રવ્ય પરિણામના વિશેષનું કારણ અમે કહીએ છીએ. આ મુદ્દાની વાત છે.
“વ્રતક્રિયારૂપ છે અથવા ભોગાભિલાષરૂપ છે અથવા ચારિત્ર મોહના ઉદયે ક્રોધ, માન, માયા, લોભરૂપ છે તે સઘળાય પરિણામ જ્ઞાનજાતિમાં ઘટે છે.”
પ્રશ્ન:- જ્ઞાનરૂપ છે?
ઉત્તર:- નહીં, નહીં, નહીં. ઘટે છે એટલે મેળ ખાય છે. બરોબર મેળ ખાય છે. ઘટે છે એટલે યથાર્થ મિલાન થાય છે.. એમ.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com